Editorial

જગદીપ ધનખડની હોદ્દા પરથી અચાનક એકઝિટનું કારણ રહસ્ય જ બની રહેશે

By GS TEAM
27 Jul 20254 mins read
જગદીપ ધનખડની હોદ્દા પરથી અચાનક એકઝિટનું કારણ રહસ્ય જ બની રહેશે

- કોઈપણ વિદાય સમારંભ વગર જ ઉપરાષ્ટ્રપતિને રવાના કરવાનો નિર્ણય

- રાજ્યસભામાં વિપક્ષ સામાન્ય રીતે નિયમ ૨૬૭ હેઠળ ચર્ચા માટે આગ્રહ ધરાવતો હોય છે

- વિવિધ સમયે  ધનખડ જનતા દળ, સમાજવાદી જનતા પાર્ટી, કોંગ્રેસ તથા 


- ઓપિનિયન - પી.ચિદમ્બરમ્

ભાજપ સાથે સંકળાયેલા રહ્યા હતા

૧૦ જુલાઈ, ૨૦૨૫ના  જગદીપ ધનખડે આનંદપૂર્વક જાહેર કર્યું હતું કે ''હું યોગ્ય સમયે રાજીનામું આપીશ-ઓગસ્ટ, ૨૦૨૭.'' તેઓ ભારતના ઉપરાષ્ટ્રપતિ હતા અને રાજ્યસભાના ભૂતપૂર્વ અધ્યક્ષ. ૨૧ જુલાઈના રોજ ધનખડે અચાનક જ ઉપરાષ્ટ્રપતિ પદેથી રાજીનામુ આપી દીધુ અને પરિણામે તેઓ અધ્યક્ષપદેથી પણ દૂર થયા.

૧૦ જુલાઈ અને ૨૧ જુલાઈની વચ્ચે જે પણ  થયું તેનાથી જીવન એક રહસ્ય છે તે કહેવું પડે છે.

સંસદના બન્ને ગૃહો ૨૧ જુલાઈના રોજ સામાન્ય રીતે શરૂ થયા હતા. આગલા દિવસે સરકારે રાજકીય પક્ષોના ગૃહ નેતાઓની પરંપરાગત બેઠક બોલાવી હતી. દરેક મુદ્દા પર ચર્ચા અને સહકારની સરકાર તથા વિપક્ષે એકબીજાને રાબેતા મુજબ ખાતરી આપી હતી. બદનશીબે, દેશની સંસદના કામકાજમાં હાલમાં શાસક તથા વિપક્ષ વચ્ચે મહત્વના મુદ્દા પર ગૃહમાં શું, કયારે અને કેવી રીતે ચર્ચા હાથ ધરાશે તે બાબતે કોઈ એકમત રહેતો નથી.

વિવાદનો મુદ્દો

રાજ્યસભામાં વિપક્ષ સામાન્ય રીતે નિયમ ૨૬૭ હેઠળ ચર્ચા માટે આગ્રહ ધરાવતો હોય છે. નિયમ ૨૬૭ એક એવું સંસદીય સાધન છે જે  ગૃહમાં લિસ્ટેડ કામકાજને બાજૂ પર મૂકી મહત્વના મુદ્દા પર ચર્ચા હાથ ધરવાનો માર્ગ પૂરો પાડે છે. સદર નિયમ હેઠળની દરખાસ્તને સભામોકૂફીની દરખાસ્ત કહેવાય છે. નિયમ ૨૬૭નો ઉપયોગ કરવામાં કશુ જ ખોટું નથી. જો કે એનડીએ નિયમ ૨૬૭ હેઠળ ચર્ચાને સરકારના સેન્સર જેવુ ગણે છે. છેલ્લા ૧૧થી વધુ વર્ષમાં શાસક પક્ષે   માત્ર નવેમ્બર૨૦૧૬માં લવાયેલી નોટબંધી પર નિયમ ૨૬૭ હેઠળ ચર્ચાને મંજુરી આપી હતી. જ્યારથી રાજ્યસભાના અધ્યક્ષ બન્યા હતા ત્યારથી ધનખડે નિયમ ૨૬૭ હેઠળ કોઈપણ ચર્ચા મંજુર રાખી નહોતી. 

૨૧ જુલાઈનો દિવસ પણ કંઈ અલગ નહોતો અને જે કંઈપણ થયું હતું તે શ્રી. ધનખડના ચોપડામાંથી જ સીધુ બહાર આવ્યું છે. ભાજપના એક જ સભ્યએ પહલગામ ત્રાસવાદી હુમલા અને ઓપરેશન સિંદુર પર નિયમ ૧૬૭ હેઠળ ચર્ચા માટે નોટિસ આપી હતી અને વિપક્ષના કેટલાક સભ્યોએ આજ મુદ્દે નિયમ ૨૬૭ હેઠળ ચર્ચા કરવા નોટિસો આપી હતી. અધ્યક્ષ સાહેબે ભાજપના સભ્યની દરખાસ્તનો સ્વીકાર કર્યો હતો અને અન્ય દરખાસ્તો નિયમો તથા પ્રક્રિયાઓ પ્રમાણે નહીં હોવાનો દાવો કરી નકારી કાઢી હતી. 

કોઈ વિદાય સમારંભ નહીં

અધ્યક્ષે બપોરના ૧૨.૩૦ કલાકે કામકાજ સલાહકાર સમિતિની બેઠક બોલાવી હતી. સરકાર વતિ જેપી નડ્ડા અને કિરણ રિજ્જુએ બેઠકમાં હાજરી આપી હતી. કેટલીક ચર્ચા બાદ બેઠક ૪.૩૦ કલાક સુધી મોકૂફ રખાઈ હતી. સમિતિની બેઠક ફરી પાછી મળી ત્યારે, આ બન્ને  પ્રધાનો ગેરહાજર રહ્યા હતા. મુંઝવાઈ ગયેલા અધ્યક્ષે બેઠક મોકૂફ રાખી હતી. તબીબી કારણ જણાવી તેમણે રાતના ૯.૨૫ કલાકે રાજીનામું આપી દીધું.

કોઈ પક્ષ અથવા સાંસદે ધનખડને રાજીનામું પાછુ ખેંચવા સમજાવ્યા હોય તેવું જોવા મળ્યું નહોતું. ૨૨ જુલાઈના રોજ નાયબ અધ્યક્ષે ઉપરાષ્ટ્રપતિનું પદ ખાલી પડયાની જાહેરાત કરી હતી. એ સ્પષ્ટ હતું કે સરકારે ધનખડને કોઈપણ વિદાયસમારંભ વગર રવાના કરવા નિર્ણય કરી લીધો હતો.

ભાજપની બેવફાઈ

એનડીએ સરકારે  ધનખડને ઘણું ચૂકવવાનું બાકી છે. વન નેશન, વન ઈલેકશન પર તથા બંધારણની પ્રસ્તાવનામાંથી સેક્યુલર તથા સોશ્યાલિસ્ટ શબ્દો દૂર કરવા પર આરએસએસ/ભાજપની સ્થિતિનો ધનખડે બચાવ કર્યો હતો. સંસદ દ્વારા પસાર કરાયેલા કાયદાની ન્યાયીક સમીક્ષાની થિઅરી સામે તેમણે સવાલ કર્યો હતો. સુપ્રીમ કોર્ટ તથા હોઈ કોર્ટસના જજોની નિમણૂંકમાં સરકારના હકને તેમણે ટેકો આપ્યો હતો અને આવી નિમણૂંકમાં  ન્યાયતંત્રને જ  પ્રાધાન્ય છે તેવી દલીલને નકારી કાઢી હતી.  કલમ ૧૦૫ની  વિરોધાભાષ  જઈ  ધનખડે સભ્યોને તેમના ભાષણમાં ઉલ્લેખાયેલા ડેટા અથવા દસ્તાવેજને ન્યાયી ઠેરવવા સૂચના આપી હતી. તેમણે સનાતન ધર્મનો બચાવ કર્યો હતો. તેમના મતોમાં રૂઢીચુસ્ત જમણેરી વિચારોનું પ્રતિબિંબ પડતું હતું અને તેમણે ભાજપની ખુશામત કરી છે.

વિવિધ સમયે  ધનખડ જનતા દળ, સમાજવાદી જનતા પાર્ટી, કોંગ્રેસ તથા ભાજપ સાથે સંકળાયેલા રહ્યા હતા. પશ્ચિમ બંગાળના ગવર્નર તરીકે તેમની નિમણૂંક બાદ તેમની રાજકીય કારકિર્દી ફરી સપાટી પર આવી હતી. રાજ્ય સરકાર સાથે કારણ વગર ઘર્ષણમાં ઊતરવાની તેમની કામગીરીથી કદાચ તેઓ ભાજપના વિશ્વાસુ બની ગયા હશે, પરંતુ તેમની પ્રવૃત્તિએ ગવર્નરના હોદ્દાને કલંક લગાડયું હતું. ઉપરાષ્ટ્રપતિ પદે તેમની અચાનક નિમણૂંકથી  આરએસએસ/ભાજપ દ્વારા તેમના પર ફરી વિશ્વાસ મુકાયાનું જણાયું હતું. કામકાજ હાથ ધરવાની તેમની પદ્ધતિને કારણે તેઓ પ્રથમ જ એવા અધ્યક્ષ રહી શકયા હતા જેમની સામે કોઈ અવિશ્વાસ દરખાસ્ત આવી ન હોય.

ધનખડ  અને આરએસએસ/ભાજપ વચ્ચે મન ખાટા થવાનું એવું તો કયુ કારણ છે? કોંગ્રેસના સંસદીય સ્ટ્રેટેજી જુથની ૧૫ જુલાઈના મળેલી બેઠકમાં ન્યાયમૂર્તિ યશવંત વર્મા  સામે મહાભિયોગની  દરખાસ્તનો વિચાર વહેતો થયો હતો. ૬૩ સભ્યોની સહી સાથેની આ દરખાસ્તને  ૨૧ જુલાઈના દાખલ કરવા સિવાય વિપક્ષે ધનખડ માટે કોઈ વિકલ્પ બાકી રાખ્યો નહતો. આ દરખાસ્તને કારણે  ધનખડે સાત મહિના પહેલા તેમણે ન્યાયમૂર્તિ શેખર યાદવ સામે મહાભિયોગની દરખાસ્તને જે અટકાવી રાખી હતી તેના પર નિર્ણય લેવા ફરજ પાડી હતી. એવી ચર્ચા ચાલી રહી છે કે આ બન્ને દરખાસ્તો પર  ધનખડના નિર્ણયે ઊંટને કેેડ ભાંગી નાખી હતી. હું, અસહમત છું. આ બે દરખાસ્તો હળવું તણખલું હતું. સ્વાભાવિક જ બીજુ ઘણું બધુ હતું. જીવન એક રહસ્ય છે અને કયારેક બિહામણું પણ છે.