For Real Time Updates and Better ExperienceDownload the app Now!
Download the app Now!

2023માં ભારતને પ્રમુખપદ મળવાની ઐતિહાસિક ઘટના

Updated: Sep 17th, 2023

2023માં ભારતને પ્રમુખપદ મળવાની  ઐતિહાસિક ઘટના

- નવેસરથી સજાવાયેલા માર્ગો, વૃક્ષો, લાઈટ તથા કલાકૃતિઓ સાથે દિલ્હીને સજાવવામાં આવ્યું હતું

-  હવે પછી બ્રાઝિલ (૨૦૨૪) તથા દક્ષિણ આફ્રિકા (૨૦૨૫)નો ક્રમછે.અમેરિકાના વારા સાથે નવું ચક્ર ૨૦૨૬થી શરૂ થશે 

- આપણે એવા સમયે મળી રહ્યા છે જેમાં આપણા નિર્ણયો ભાવિ પેઢી તથા પૃથ્વીનું ભવિષ્ય નિશ્ચિત કરનારા બની રહેશે 

- યુક્રેન પર યુદ્ધ ચાલી રહ્યું છે, તેવું ઉચ્ચાર્યા વગર જ યુક્રેનના યુદ્ધનો ઉલ્લેખ. એક મોટી સફળતામાં રશિયા તથા અમેરિકા (અને સાથી દેશો)ને સ્વીકાર્ય તેવો ઉકેલ મળી ગયો છે

Article Content Image- ઓપિનિયન - પી.ચિદમ્બરમ્

વડા પ્રધાન નરેન્દ્ર મોદી એક પરિપકવ શોમેન છે. જી૨૦ શિખર પરિષદ વેળાએ તેમનામાં આત્મવિશ્વાસ અને વિશ્વના નેતાઓ સામે તાણમુકત   દેખાતા હતા. તેમની પાસે એક એવી ટીમ છે જે તેમના ભાષણ તૈયાર કરે છે જેથી તેઓ કોઈ ખોટો શબ્દ ઉચ્ચારે નહીં. કેમેરા સામે પોતાની જાતને કઈ રીતે પ્રદર્શિત કરવી તેની તેમને સારી રીતે જાણ છે. 

વડા પ્રધાને મીડિયાને દૂર રાખ્યું હતું. તેઓ પોતે મીડિયાથી દૂર રહ્યા હતા એટલું જ નહીં અમેરિકન પ્રમુખ જો બાઈડનની નજીક પત્રકારો ફરકી ન શકે તેની તેમની સરકારે તકેદારી લીધી હતી. 

જી૨૦ પરિષદ યોજવા માટે નાણાંની ખેંચ નહોતી. નવેસરથી સજાવાયેલા માર્ગો, વૃક્ષો, છોડવાના કુંડા, લીલુછમ ઘાંસ, લાઈટ તથા કલાકૃતિઓ સાથે દિલ્હીને સજાવવામાં આવ્યું હતું. એક શહેર માટે આ ડેકોરેશન આવશ્યકતા કરતા વધુ હતું. દરેક સ્થળે એક જ ચ્હેરો હતો. મુલાકાતે આવેલા નેતાઓને પણ બોર્ડસ પર જરા અમથું પણ સ્થાન અપાયુ નહોતું. 

કેટલીક હકિકત

દરેક સંદેશની જેમ દિલ્હી ડિકલેરેશનમાં પણ કેટલીક લોભામણી જાહેરાતો હતી. ઉદાહરણ તરીકે આપણે એવા સમયે મળી રહ્યા છે જેમાં આપણા નિર્ણયો ભાવિ પેઢી તથા પૃથ્વીનું ભવિષ્ય નિશ્ચિત કરનારા બની રહેશે. આઅગાઉની પણ નેતાઓની પરિષદોમાં આવાજ શબ્દપ્રયોગો થયા હશે અને હવે પછીની પરિષદોમાં પણ આવા શબ્દો ઉચ્ચારાશે તેની મને ખાતરી છે. 

હકારાત્મક પરિણામો

-  યુક્રેન પર યુદ્ધ ચાલી રહ્યું છે, તેવું ઉચ્ચાર્યા વગર જ યુક્રેનના યુદ્ધનો ઉલ્લેખ. એક મોટી સફળતામાં રશિયા તથા અમેરિકા (અને સાથી દેશો)ને સ્વીકાર્ય તેવો ઉકેલ મળી ગયો છે. રશિયા તથા ચીનના પ્રમુખની ગેરહાજરીએ  કદાચ મદદ કરી હશે. હું એમ માનતો હતો કે, દરેક જણ યુક્રેનનો મુદ્દો ઉઠાવવા માગતા હતા જેથી તેઓ પોતાના  આર્થિક મુદ્દાઓ ઉઠાવી શકે. 

- દરેક માટે વેપાર તથા ઈન્વેસ્ટમેન્ટનું વાતાવરણ ઊભું કરવા ડબ્લ્યુટીઓ માટે મજબૂત કટિબદ્ધતા તથા ૨૦૨૪ સુધીમાં એવી  વિવાદ નિવારણ યંત્રણા  જેમાં દરેક દેશને સ્થાન હોય. ૨૦૧૯માં ટ્રમ્પના પરાજય બાદ, આ એક આવકાર્ય કટિબદ્ધતા છે. 

- કર્મચારીબળના સહભાગમાં રહેલા અંતરને ઘટાડવાનો પુનરોચ્ચાર, રોજગાર તકોમાં દરેકના જોડાણ, મહિલા તથા પુરુષ કામદારો વચ્ચે વેતનના તફાવતને દૂર કરવા, મહિલા સામેના અત્યાચારને નાબુદ કરવા તથા જાતિય અસમાનતા દૂર કરવાની વાતો.

- દરેક સ્વરૂપના ત્રાસવાદનો ખાતમો બોલાવવાની ચર્ચા. 

૩૪ પાના તથા ૮૩ ફકરા સાથેનું દિલ્હી જાહેરનામું (ડિકલેરેશન) મહદઅંશે અગાઉના ઠરાવો તથા હાલની પહેલોને સમર્થન જેવું જ હતું. 

પ્રેસિડેન્સીનું બિરુદ

ભારતે દાવો કર્યો હતો અને મીડિયાએ હોંશેહોશે તેનો પ્રચાર પણ કર્યો હતો કે, જી૨૦ દેશોમાં તેણે  વિશિષ્ટ દરજ્જો મેળવી લીધો છે અને ૨૦૨૩માં ભારતને પ્રમુખપદ ઐતિહાસિક ઘટના હતી. પોતાની અપવાદાત્મક આર્થિક પ્રગતિ તથા વડાપ્રધાનની કામગીરીને પરિણામે આ દરજ્જો મળી શકયાનો પણ ભારત તરફથી દાવો કરાયો હતો. દરેક જણ જાણે છે કે જી-૨૦નું પ્રમુખપદ કંઈ  સ્પર્ધાત્મક બિડિંગથી પ્રાપ્ત થતું નથી. પ્રેસિડેન્સી ક્રમાનુસાર મળતી રહે છે. હવે પછી બ્રાઝિલ (૨૦૨૪) તથા દક્ષિણ આફ્રિકા (૨૦૨૫)નો ક્રમ છે. અમેરિકાના વારા સાથે નવું ચક્ર ૨૦૨૬થી શરૂ થશે. 

આ ઉપરાંત ભારતીય અર્થતંત્રની છેલ્લા નવ વર્ષની કામગીરી કોઈ અપવાદાત્મક નથી. ભારતનો આર્થિક વિકાસ દર નરમ પડી સરેરાશ ૫.૭૦ ટકા  રહ્યો છે. વર્તમાન નાણાં વર્ષના પ્રથમ ત્રિમાસિક ગાળાના દર્શાવાયેલા ૭.૮૦ ટકાના આર્થિક વિકાસ દરના આંકડા ઉત્પાદનમાંથી આવકના આધારે છે  જ્યારે ખર્ચમાં માત્ર ૧.૪૦ ટકાનો વધારો દર્શાવાયો છે અને આ તફાવત બાબત સ્પષ્ટતા કરાઈ નથી. નેશનલ સ્ટેટિસ્ટિકસ ઓફિસે આવકના આંકડાને સચોટ ગણાવ્યા છે જ્યારે ખર્ચના આંકડા આગળ જતા બદલાશે તેવી ધારણાં મૂકી છે. દેશના આર્થિક વિકાસ દરના આંકડાને લઈને કદાચ મતમતાંતર છે, પરંતુ અસમાનતા તથા રોજગારની અછતમાં વધારો થઈ રહ્યો છે તેમાં કોઈ બેમત નથી. 

આર્થિક વિકાસ દરને બાજુ પર મૂકીએ તો, ભારત દ્વારા અપાયેલી કેટલીક ખાતરીઓ અને કટિબદ્ધતાથી મને સહર્ષ આશ્ચર્ય થયું છે.  જેમ કે રિઝર્વ બેન્કની સ્વાયત્તતા, એમએસએમઈની મજબૂતાઈને કારણે રોજગારમાં ઉમેરો, સંરક્ષણવાદને ખાળવામાં આવી રહ્યો છે અને કોઈ પણ વંચિત નહીં રહી જાય તેની તકેદારી જેવી વાતો.  આ કટિબદ્ધતાઓને સિદ્ધ કરવી હશે તો યા તો સરકારે બદલવું પડશે અથવા તો લોકોએ સરકારને બદલવી પડશે. 

હાલમાં ભારત જી૨૦માં ટોચની ક્યાંય નજીક નથી. માથાદીઠ આવક, માનવ વિકાસ ઈન્ડેકસ, લેબર ફોર્સ પાર્ટિસિપેશન રેટ, ગ્લોબલ હન્ગર ઈન્ડેકસ તથા અન્ય કેટલાક માપદંડોમાં ભારત તળિયે છે. હું આશા રાખું છું કે, જી૨૦માં ભારતે કરેલી વાતોનું તે પાલન કરી બતાવશે અને ટોચનું સ્થાન મેળવશે. 


Gujarat