કંપનીઓને સેબીની ચેતવણી...'બોસ સ્કેમ'થી ચેતતા રહેજો
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

ભારતના બજાર નિયામક સેબી (Sebi) એ લિસ્ટેડ કંપનીઓ અને નિયંત્રિત સંસ્થાઓને 'બોસ સ્કેમ' નામના એક અત્યંત જટિલ સાયબર ફ્રોડ અંગે ચેતવણી આપી છે. આ કૌભાંડમાં સાયબર ગુનેગારોો કંપનીના વરિષ્ઠ અધિકારીઓનો સ્વાંગ રચીને નાણાકીય વિભાગને છેતરે છે અને ફંડ ટ્રાન્સફર કરાવી લે છે.ઇન્ડિયન સાયબર ક્રાઇમ કોઓર્ડિનેશન સેન્ટર (ૈં૪ભ)ના એલર્ટ બાદ સેબીએ આ એડવાઇઝરી જારી કરી છે.
સાયબર ગુનેગારોની કામ કરવાની પદ્ધતિ
વરિષ્ઠ અધિકારીઓનું નકલી પ્રોફાઇલ ઃ ફ્રોડ કરનારા લોકો કંપનીના સીઈઓ (ભઈર્ં), એમડી (સ્ઘ) અથવા અન્ય ઉચ્ચ અધિકારીઓ હોવાનો ડોળ કરે છે. તેઓ ઇમેઇલ, વોટ્સએપ (ઉરચાજછૅૅ), માઇક્રોસોફ્ટ ટીમ્સ (સ્ૈબર્ર્જિકા ્ીચસજ) અથવા અન્ય સોશિયલ મીડિયા પ્લેટફોર્મ દ્વારા કંપનીના કર્મચારીઓનો સંપર્ક કરે છે.
તાત્કાલિક ફંડ ટ્રાન્સફરની માંગ ઃ આ ગુનેગારો તાકીદનું બહાનું બતાવીને જુનિયર કર્મચારીઓ અથવા ફાયનાન્સ ટીમને ચોક્કસ બેંક ખાતાઓમાં તાત્કાલિક નાણાં ટ્રાન્સફર કરવાનો આદેશ આપે છે.
છૈં ટેકનોલોજીનો દુરુપયોગ ઃ આ છેતરપિંડીને અસલી બતાવવા માટે સ્કેમર્સ હવે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (છૈં) ટૂલ્સ જેવા કે વોઇસ ક્લોનિંગ (અવાજની નકલ) અને ડીપફેક વિડીયો કોલનો પણ ઉપયોગ કરી રહ્યા છે.
માલવેર અને વોટ્સએપ વેબ હેકિંગ ઃ ફ્રોડ કરનારાઓ વાયરસ ધરાવતી ઝિપ (.ઢૈંઁ) ફાઇલો મોકલે છે. જ્યારે કોઈ કર્મચારી વિન્ડોઝ કમ્પ્યુટર પર આ ફાઇલ ખોલે છે, ત્યારે માલવેર સક્રિય થઈ જાય છે અને તે કમ્પ્યુટરમાં ચાલુ રહેલા 'વોટ્સએપ વેબ' (ઉરચાજછૅૅ ઉીમ) સેશનને હેક કરી લે છે. આનાથી ગુનેગારોને એકાઉન્ટનો એક્સેસ મળી જાય છે અને તેઓ નાણાકીય વિભાગને ચૂકવણીની સૂચનાઓ મોકલે છે.
કોન્ટેક્ટ લિસ્ટમાં ફેરફાર ઃ કેટલાક કિસ્સાઓમાં, હેક કરાયેલા ઉપકરણોમાં સ્કેમર્સ કોન્ટેક્ટ લિસ્ટમાં જઈને પોતાના નંબર પર સીઈઓ કે એમડીનું નામ સેવ કરી દે છે, જેથી કર્મચારીઓ છેતરાઈ જાય.
વ્યવસાયો અને કંપનીઓ માટે સેબીની મહત્વની સલાહ
સેબીએ આ પ્રકારની છેતરપિંડીથી બચવા માટે કંપનીઓને નીચે મુજબના પગલાં લેવા જણાવ્યું છે ઃ
સ્વતંત્ર ચકાસણી (ૈંહગીૅીહગીહા ફીિૈકૈબર્ચૌહ) ઃ વોટ્સએપ, ઇમેઇલ અથવા સોશિયલ મીડિયા પર મળેલી કોઈપણ નાણાકીય સૂચના પર સીધો અમલ ન કરવો. સંબંધિત વરિષ્ઠ અધિકારીને સીધો ફોન કરીને તેની ખાતરી કરવી.
માત્ર સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર મળેલી સૂચનાઓના આધારે ક્યારેય પણ ફંડ ટ્રાન્સફર ન કરવું.
અજાણી ફાઇલો ડાઉનલોડ ન કરવી મોકલનારની ઓળખની ખાતરી કર્યા વિના કોઈપણ એક્ઝિક્યુટેબલ (.ીટી) અથવા ઝિપ (.ઢૈંઁ) ફાઇલો ઇન્સ્ટોલ કે ઓપન ન કરવી.
વોટ્સએપ વેબ લોગઆઉટ કરવું ઃ કમ્પ્યુટર કે લેપટોપમાં વોટ્સએપ વેબનો ઉપયોગ કર્યા પછી, કામ પૂરું થતાં જ સેશનને તરત જ લોગઆઉટ (ન્ર્ય ર્ેા) કરી દેવું.
મહત્વપૂર્ણ નોંધ ઃ જો કોઈ કંપની અથવા વ્યક્તિ આવી કોઈ સાયબર છેતરપિંડીનો ભોગ બને છે, તો તેમણે તાત્કાલિક રાષ્ટ્રીય સાયબર ક્રાઇમ હેલ્પલાઇન નંબર ૧૯૩૦ પર કોલ કરવો અથવા સાયબર ક્રાઇમ પોર્ટલ પર તેની જાણ કરવી.









