Editorial

એક્ટર વિજય પોતાની પાર્ટીનો CM ચહેરો જાહેર થતા જ ફિલ્મ 'જન નાયકન' નવું પોસ્ટર રિલીઝ

By GS TEAM
6 Nov 20252 mins read
TukuTouch Logo
વિજય થલાપતિની આગામી ફિલ્મ 'જન નાયકન'નું નવું પોસ્ટર ગુરુવારે (6 નવેમ્બર) રિલીઝ કરવામાં આવ્યું છે. ફિલ્મના નિર્માતા KVN પિક્ચર્સે તેના સોશિયલ મીડિયા હેન્ડલ્સ પર પોસ્ટર શેર કરીને જાહેરાત કરી છે. બુધવારે તમિલનાડુ વેત્રી કઝગમ (TVK) દ્વારા મુખ્યમંત્રી પદ માટે વિજયની ઉમેદવારીની જાહેરાત કર્યા પછી આ ઘોષણા કરાઈ છે.

Summarized by AI; it may make mistakes. Check important info

એક્ટર વિજય પોતાની પાર્ટીનો CM ચહેરો જાહેર થતા જ ફિલ્મ 'જન નાયકન' નવું પોસ્ટર રિલીઝ
Image : IANS

Vijay Thalapathy's Upcoming Film Poster : વિજય થલાપતિની આગામી ફિલ્મ 'જન નાયકન'નું નવું પોસ્ટર ગુરુવારે (6 નવેમ્બર) રિલીઝ કરવામાં આવ્યું છે. ફિલ્મના નિર્માતા KVN પિક્ચર્સે તેના સોશિયલ મીડિયા હેન્ડલ્સ પર પોસ્ટર શેર કરીને જાહેરાત કરી છે. બુધવારે તમિલનાડુ વેત્રી કઝગમ (TVK) દ્વારા મુખ્યમંત્રી પદ માટે વિજયની ઉમેદવારીની જાહેરાત કર્યા પછી આ ઘોષણા કરાઈ છે. 

પોસ્ટરમાં શું છે?

વિજય થલાપતિની આગામી ફિલ્મ 'જન નાયકન'નું નવુ પોસ્ટર નિર્માતાઓએ સોશિયલ મીડિયા માધ્યમ X પર રિલીઝ કર્યું છે. જેમાં કેપ્શન આપવામાં આવ્યું છે કે, 'ચાલો શરૂ કરીએ.' જેમાં વિજયને જનતાના નેતા તરીકે દર્શાવવામાં આવ્યા છે. જેમાં વિજય વાદળી શર્ટ અને એવિએટર ચશ્મા પહેરીને ભીડ વચ્ચે જોવા મળે છે. પોસ્ટરમાં વિજયને સામાન્ય માણસના નેતા તરીકે દર્શાવવામાં આવ્યા છે.

ફિલ્મ ક્યારે રિલીઝ થશે?

'જન નાયકન' 9 જાન્યુઆરીએ પોંગલ/મંગલ સંક્રાંતિના દિવસે રિલીઝ થશે. રાજકારણમાં સંપૂર્ણ પ્રવેશ કરતા પહેલા વિજયની આ છેલ્લી ફિલ્મ માનવામાં આવે છે. ચાહકો માને છે કે, આ એક ભવ્ય સિનેમેટિક વિદાય હશે. દક્ષિણ ભારતના દર્શકો માટે પોંગલ એક ખાસ ઉજવણી છે, જે ફિલ્મની બોક્સ ઓફિસ સફળતાની શક્યતાઓ વધારે છે.

આ પણ વાંચો: હિટ ફિલ્મ બાદ એક્ટરનું ભાગ્ય ચમક્યું, જોન અબ્રાહમ સાથે મળી મોટી ફિલ્મ, જુઓ શું કહ્યું

આ વર્ષની શરૂઆતમાં ફિલ્મનું પહેલું પોસ્ટર રિલીઝ થયું હતું, જેમાં વિજય ડેનિમ શર્ટ અને કાળા જીન્સમાં ભીડ સાથે સેલ્ફી લેતા દેખાય છે. એચ. વિનોથ દ્વારા નિર્દેશનમાં બનેલી ફિલ્મમાં બોબી દેઓલ અને પૂજા હેગડે પણ મુખ્ય ભૂમિકામાં દેખાશે.