Editorial

અવતરણ - પ્રીતિ શાહ .

By GS TEAM
21 Aug 20252 mins read
અવતરણ - પ્રીતિ શાહ                       .

અમે ૨૦૪૭ સુધીમાં અરુણાચલને વિકસિત બનાવવા પ્રતિબધ્ધ છીએ. ૧૮ ઓગસ્ટ, ૧૯૭૫માં તેત્રીસ સભ્યઓ સાથે શરૂ થયેલી વિધાનસભામાં આજે સાઠ સભ્યો છે. અમે સ્વચ્છ, સ્વસ્થ, શિક્ષિત, સશક્ત અને સુંદર અરુણાચલ માટે ઘણા સુધારા કર્યા છે.

- ચૌના મીન (અરુણાચલના ઉપમુખ્યમંત્રી)


એક રાફેલ વિમાનની કિંમતમાં વીસ સ્કૂલ બની શકે છે તેમ કહેનારાઓએ સમજવું જોઈએ કે આ વીમા પ્રીમિયમ જેવું છે. આપણે આકસ્મિક ઘટના સામે રક્ષણ મેળવવા પ્રીમિયમ ભરીએ છીએ તે રીતે દેશ સામે જેટલો મોટો ખતરો એટલો સંરક્ષણ ખર્ચ વધારે કરવો પડે.

- મનોજ નરવણે (પૂર્વ આર્મી જનરલ)


આપણી ભાષાઓ જ આપણી તાકાત છે. આપણને આપણી બધી ભાષાઓ પર ગર્વ હોવો જોઈએ ! જ્ઞાાનભારતમ્ મિશન 'અંતર્ગત અને ભારતનો સમૃધ્ધ સાંસ્કૃતિક અને બૌધ્ધિક વારસો ભાવિ પેઢી માટે સુરક્ષિત રાખવાની દિશામાં કામ કરી રહ્યા છીએ.'

- ધર્મેન્દ્ર પ્રધાન (કેન્દ્રીય મંત્રી)


મને દુઃખ થાય છે કે સમગ્ર દેશ શુભાંશુ શુકલાના પાછા ફરવા પર અંતરિક્ષ મિશનની ઉજવણી કરી રહ્યો છે. ત્યારે વિપક્ષ હોબાળો મચાવી રહ્યો છે અને આ અંગે બોલી પણ શક્તો નથી. સરકારથી તમે નારાજ થઈ શકો, પરંતુ અવકાશ યાત્રીઓથી કેવી રીતે નારાજ થઈ શકો ?

- જિતેન્દ્ર સિંહ (કેન્દ્રીય મંત્રી)


રસ્તા પર ઘણી ગાડીઓ કે વાહનોને લીધે ટ્રાફિક જામ થતો નથી, પરંતુ ઘણા ગાડી ચલાવનારાઓ ટ્રાફિકના નિયમોનું સન્માન નથી કરતા અને પોતાનો વારો આવે તે પહેલાં આગળ નીકળી જવાની તેમની ઉતાવળ બધાને ટ્રાફિક જામમાં ફસાવી દે છે.

- જાવેદ અખ્તર (જાણીતા ગીતકાર અને પટકથાલેખક)


વાંગ યી, ભારત-ચીનના સંબંધોમાં આપણે એક ખરાબ સમય જોયા બાદ આપણા માટે આગળ વધવાનો આ અવસર છે. તેના માટે બંને દેશોએ સકારાત્મક વલણ અપનાવવું પડશે અને તે માટે પરસ્પર સન્માન, પરસ્પર સંવેદનશીલતા અને પરસ્પર હિત- આ ત્રણ બાબતોનું ધ્યાન રાખવું પડશે.

- એસ. જયશંકર (કેન્દ્રીય મંત્રી)

તેજસ ફાઈટર જેટ સંપૂર્ણ રીતે સ્વદેશી અને આપણી જરૂરિયાતોને ધ્યાન રાખીને બનાવ્યું છે. તે ઉડાવવામાં મને ગર્વ છે. હું મારી જાતને કહું છું કે શંકા કરવી તે માનવીય છે, હાર માનવી તે પસંદગી છે અને હાર માનવાનું મારા ચેકલિસ્ટમાં ક્યારેય હતું જ નહીં.


- મોહનાસિંહ (એરફોર્સની સ્કવોડ્રન લીડર)


દક્ષિણ ભારતના ફિલ્મસર્જકો પશ્ચિમી ફિલ્મોની નકલ કરવાનો પ્રયાસ નથી કરતા. તેમની ફિલ્મો તેમની સંસ્કૃતિ સાથે ઊંડાણપૂર્વક જોડાયેલી છે. જ્યારે કોઈ પોતાના મૂળિયા સાથે જકડાયેલું હોય ત્યારે તેમને કોઈ ઉખેડી ન શકે અને તે જ તેમની સફળતાનું મુખ્ય કારણ છે.

- રવિના ટંડન (અભિનેત્રી)