સુખમાં રાચવું નહીં; દુઃખમાં પડી ભાંગવું નહીં : સ્થિતપ્રજ્ઞા રહેવું

- સુખ અને દુઃખ એ પણ આંતરિક દ્વંદ્વ
- પ્રસંગપટ
- બે મૂળભૂત અનુભવો, સિક્કાની બે બાજુ જેવી અનુભૂતિ અને પોઝિટીવ સ્થિતિ
આપણા આત્મિક સત્યની ગહનતા સમજવા અને જાણવા માટે સુખ દુખની અનુભૂતિઓ અને અનુભવોને સમજવા જરૂરી છે. કેમકે આ ત્રણેય એકબીજા સાથે ગાઢ રીતે જોડાયેલા છે.
આમ જોવા જઇએ તો સુખ અને દુખ એ પણ આંતરિક દ્વદ્વ છે, આમ સુખ અને દુખ એ માનવ જીવનના બે મૂળભૂત અનુભવો છે, અનુભૂતિઓ છે, તેઓ સિક્કાની બે બાજુઓ જેવા જ છે. જે એક બીજા વગર અસ્તિત્વ ધરાવી શક્તા નથી, જીવનમાં સુખ એ એક એવી અવસ્થા છે જેમાં મન સંતોષ આનંદ અને શાંતિનો અનુભવ કરે છે, તે કોઈ પણ ભૌતિક વસ્તુની પ્રાપ્તિ, કોઈ ઇચ્છાની પૂરતી કે પછી કોઈ સકારાત્મક ઘટનાને કારણે સુખ ઉત્પન્ન થઇ શકે છે.
જો કે આ પ્રકારનુંસુખ ઘણીવાર ક્ષણિક જ હોય છે કારણ કે તે બાહ્ય પરિબળો પર આધાર રાખે છે, જીવનમાં દુખ એ એક એવી અવસ્થા છે જેમાં મન પીડા શોક અસંતોષ કે નિરાશાનો અનુભવ કરે છે, તે કોઈ પણ વસ્તુ ગુમાવવા, ઇચ્છા અધૂરી રહેવા, કે પછી કોઈ નકારાત્મક ઘટનાને કારણે ઉત્પન્ન થતું હોય છે. સુખની જેમ બાહ્ય પરિબળો પર જ આધારિત તેમ દુખ પણ અને ક્ષણિક જ હોય છે.
જીવનમા સુખ અને દુખનો સંબંધ ઘનિષ્ઠ છે. મોટાભાગના લોકો જીવનમાં સુખને ઇચ્છે છે અને દુખથી બચવા જ માંગે છે, પરંતુ વાસ્તવિક્તા એ છે કે સુખ અને દુખ બંને માનવ જીવનનો અભિન્ન અંગ છે. દુખ વગર સુખની કિંમત સમજાતી નથી, અને સુખ વગર દુખ અસહ્ય બની જાય છે.
જીવનમાં આ બંને અનુભવો આપણને શીખવે છે અને આપણને મજબૂત બનાવે છે તેજ તેના આગવી વિશેષતા છે અને જીવનને વધુ ઊંડાણપૂર્વક સમજવામાં મદદ કરે છે. જ્યારે જીવનમાં આત્મિક સત્યની પ્રાપ્તિ એ શાશ્વત આનંદનો માર્ગ છે. આમ અતરાત્મામાંથી આત્મિક સત્યને પ્રાપ્ત કરવું એટલે જીવનના સુખ અને દુખના દ્વદ્વથી પર એવી એક આંતર અવસ્થા જ્યા વ્યક્તિ શાશ્વત શાંતિ અને આનંદનો અનુભવ કરે છે. તે જગ્યાએ પહોંચવું જેનાથી આત્માનો હર્ષોલ્લાસ પ્રાપ્ત થાય છે અને હોય છે. તે બાહ્ય પરિબળો પર આધારિત નથી. પણ વ્યક્તિની આંતર સત્વ સંશુધ્ધતા, તત્ત્વ સંશુધ્ધતા અને સત્ય સંશુધ્ધતા પર જ અને આત્મામાં સ્થિરતા પર આધારિત હોય છે.
આમ માણસના પોતાના સ્વભાવ, સ્વસ્વરૂપ પર જ આધારિત આત્મિક સત્ય છે. માણસનો સ્વભાવ આનંદ સ્વરૂપ, સત્ય સ્વરૂપ અને પરમાત્મા સ્વરૂપ છે. આમ આનંદ અને આત્મિક સત્ય એ માણસના આંતરિક સ્વભાવ અને તેની ઓળખ સાથે જ સંબંધિત છે.
આમ આત્મિક સત્ય શાશ્વત આનંદનો શાશ્વત માર્ગ છે એટલું અંતરથી જાણો અને અંદર ઉતરી પ્રાપ્ત કરીને જીવન જીવો એ જ તમારો આત્મ. સત્ય ધર્મ અને શુધ્ધ ધર્મનું અનુસરણ બને છે. જ્યાં આત્માનો હર્ષોલ્લાસ જ પ્રાપ્ત થાય છે જે જીવનમાં શાશ્વત રહે છે.
જીવનમાં આત્મિક સત્ય સ્વરૂપ થવું એટલે પોતાની સાચી સત્ય સ્વરૂપ ઓળખને હૃદયસ્થ અને આત્મસ્થ થઇને જાણવી આપણે શરીર નથી મન કે લાગણીઓ નથી પરંતુ એક શાશ્વત અપરિવર્તન શીલ આત્મા છીએ અને આત્મા એજ પરમાત્માનો અંશ છે.
જે સત ચિત આનંદ સ્વરૂપ છે એટલે કે સત એટલે અસ્તિત્વ, ચિત્ત એટલે ચેતના અને આનંદ એટલે આત્માનો હર્ષોલ્લાસ આ છે આત્મિક સત્યની અનુભૂતિ અને અનુભવ સત્ ચિત્ આનંદ.
એટલે કે આત્મિક સત્ય દ્વારા પરમ સત્ય પરમાત્મ સ્વરૂપને અનુભવવું આ જીવનમા જ આત્મિક સત ચિત નંદ સુધી પહોંચવા માટે આધ્યાત્મિક આંતર સાધનાં જ કરવાની હોય છે તેમાં આજની બાહ્ય સાધના કામ આવતી જ નથી.
એટલે આંતર જ્ઞાન યોગ, આંતર ભક્તિ યોગ કે આંતર નિષ્કામ કર્મ યોગ અને પતંજલી આંતર યોગ અને વિપસ્યના જેવી આંતર સાધનાં જ જીવનમા અપનાવી શક્ય છે.
આ તમામ આંતર માર્ગોનો ઉદ્દેશ મનને શુધ્ધ નિર્મળ નિર્વાસિ નિરહંકારી નિર્લોભી નિર્લેપ અને નિસ્પૃહ કરવું અને રાગદ્વેષથી મુક્ત થઇ વીતરાગતા ધારણ કરવી અને સહકારનું નિરમૂલન કરવું છે.








