Editorial

પિતાની હત્યા કરનાર પુત્ર કહે છેછ સોરી, ગલતી સે હો ગયા

By GS TEAM
27 Feb 20263 mins read
પિતાની હત્યા કરનાર પુત્ર કહે છેછ સોરી, ગલતી સે હો ગયા

- ઓનલાઇન મગાવેલા કટરથી પિતાનાં અંગો કાપવાનો પ્રયાસ

- પ્રસંગપટ

- પુત્રના મગજ પર રાક્ષસ છવાયેલો હતો. પિતાના મૃતદેહને એ ત્રીજા માળેથી ઢસડીને નીચે ગ્રાઉન્ડ ફ્લોર સુધી ખેંચી લાવ્યો 

- પુત્ર-પિતાછ અક્ષત અને માનવેન્દ્ર સિંહ

ફેબુ્રઆરી મહિનાની શરૂઆતમાં જ કોરિયન ગેમની વ્યસની બની ગયેલી ગાઝિયાબાદની સગીર વયની ત્રણ સગી બહેનોએ નવમા માળેથી પડીને આપઘાત કર્યો ત્યારે દેશમાં ભયાનક અરેરાટી ફેલાઈ હતી. આવી જ ઔર એક કંપારી છૂટી જાય એવી ઘટના ફેબુ્રઆરીના સામેના છેડે લખનૌમાં બની છે. અહીં પુત્રએ સગા પિતાની ગોળી મારીને હત્યા કરી નાખી, પછી એના શરીરના ટુકડા કર્યા ને એક ડ્રમમાં ભરીને ફેંકવાની કોશિશ કરી. 

ઇન્ટરનેટ પર નજીકના સંબંધીની હત્યા કેવી રીતે કરવી તેવું શીખવાડતી અનેક વેબસાઇટ છે. આવી જ સાઇટ પરથી બોડી કાપવાનાં સાધન મગાવીને ૨૧ વર્ષના અક્ષતે પોતાના બિઝનેસમેન પિતા માનવેન્દ્ર સિંહ (૫૦ વર્ષ)ની હત્યા કરી નાખી. (અમુક અહેવાલોમાં અક્ષતની ઉંંમર ૧૯ વર્ષ નોંધવામાં આવી છે.) અક્ષતે ઓનલાઇન મગાવેલાં સાધનોથી બોડીના ટુકડા કરવાનો પ્રયાસ કર્યો હતો, પણ તેમાં સફળતા ન મળતાં એણે લાકડું કાપી શકાય તેવાં સાધનોનો ઉપયોગ કર્યો હતો. પિતાના ઘૂંટણ નીચેના બન્ને પગ અને બન્ને હાથ એણે કાપીને અલગ કરી નાખ્યા, છાતીનો ભાગ એક બ્લ્યુ ડ્રમમાં ભરી દીધો. આ સઘળું કારમાં ભરીને એ શહેરથી દૂર ફેંકી આવવા માગતો હતો. 

અક્ષતે પોતે જ પછી પિતાના ગુમ થયાનો રિપોર્ટ લખાવ્યો. માનવેન્દ્ર સિંહ ે વર્ધમાન પેથોલોજી લેબના માલિક હતા. તેમનો મૃતદેહનાં અંગ તેમની જ પેથોલોજી લેબોરેટરીમાંથી એક બ્લ્યૂ ડ્રમમાંથી મળી આવ્યો હતો. પોલીસની પૂછપરછનો સામનો કરી ન શકનાર અક્ષતેે આખરે ગુનો કબૂલી લીધો હતો અને કહ્યું હતું કે સોરી, ગલતી હો ગઇ.

પોલીસ તપાસમાં બહાર આવ્યું હતું કે અક્ષત અને તેના પિતા વચ્ચે અનેક વાર ભણવાના મુદ્દે ખૂબ ઉગ્ર રકઝક થતી હતી. પિતા અક્ષતને નીટ (નેશનલ ઈલીજીબીલીટી કમ એન્ટ્રન્સ ટેસ્ટ)ની પરીક્ષા આપવા વારંવાર ટોકતા હતા, જે પુત્ર અક્ષતને પસંદ નહોતું. એ પિતાની લીકર શોપ સંભાળતો હતો અને પિતા એને પગાર પણ આપતા હતા. 

પોલીસ સમક્ષ અક્ષતે કહ્યું હતું કે મારા પિતા મને નીટની પરીક્ષા પાસ કરવા બહુ દબાણ કરતા હતા તેથી કંટાળીને મેં તેમની હત્યા કરી હતી. વિગતો અનુસાર અક્ષતના પિતાએ ઘરમાં રાખેલા ૫૦ લાખ રૂપિયામાંથી કેટલીક રકમ ઓછી થઈ ગયેલી જણાતા અક્ષતને પૂછપરછ કરી હતી, જેની પ્રતિક્રિયારૂપે અક્ષતે એમની સામે રિવોલ્વર તાકી હતી. અક્ષતે જ્યારે પિતા પર બંદૂક ચલાવી ત્યારે નીચેના રૂમમાં રહેલી તેની બહેન દોડીને ઉપર પહોંચી  હતી. તેને જોઇને અક્ષતે કહ્યું હતું કે મોં બંધ રાખજે, હું બધું મેનેજ કરી લઇશ. અક્ષતના મનમાં વિચિત્ર ઝનૂન સવાર થઈ ગયું હતું. 

આ આખો ઘટનાક્રમ ૨૦ ફેબુ્રઆરીના સવારે ૪.૩૦ વાગે બન્યો. એક થિયરી એવી છે કે પુત્રને તતડાવ્યા બાદ પિતાએ રિવોલ્વર નીચે મૂકી હતી. તે તકનો લાભ લઇને અક્ષતે રિવોલ્વર હાથમાં લઇને પિતાના કપાળ પર ગોળી મારી દીધી હતી. ગોળીબારનો અવાજ થતાં તેની બહેન જાગી ગઇ હતી અને ઉપર જઇને જોતાં તેના પિતા ઢળી પડેલા દેખાયા. બહેન કંઇ બોલે તે પહેલાં જ અક્ષતે તેને ચૂપ રહેવા કહ્યું હતું. પિતાના મૃતદેહને તે ત્રીજા માળેથી ઢસડીને નીચે ગ્રાઉન્ડ ફ્લોર પર ખેંચી લાવ્યો હતો. ત્યાર બાદ ઓનલાઇન મંગાવેલા કટરથી પિતાના મૃતદેહનાં અંગો કાપવાનો પ્રયાસ કર્યો હતો. તેમાં સફળતા ના મળતાં નજીકની દુકાનમાંથી ખરીદેલા કરવત અને કટરથી અંગો કાપી નાખ્યા હતા. પિતાનો છાતીનો ભાગ એક બ્લ્યૂ કલરના પીપડામાં ભરીને પિતાની લેબોરેટરીમાં સંતાડી દીધા હતો. 

જ્યારે તે શહેરથી દૂર એકાંત જગ્યાએ  મૃતદેહના કપાયેલા ટુકડા ફેંંકવા જતો હતો ત્યારે પેટ્રોલીંગ કરતી પોલીસના હાથે ઝડપાયો હતો. પિતાની હત્યા કર્યા પછી શું કર્યું તેની ચોક્કસ વિગતોની તપાસ ચાલે છે, પરંતુ પુત્રએ પિતાની હત્યા કરી હોવાનું કબૂલ્યું હતું. 

અક્ષતની મમ્મી આઠ વર્ષ પહેલાં અવસાન પામી છે. તેનો મોટો ભાઇ ઉત્તરપ્રદેશ પોલીસમાં છે. તેના દાદા પણ પોલીસમાં હતા. 'પોલીસ' લખેલી ગાડીમાં જ તે પિતાના મૃતદેહના ટુકડા લઇને ગયો હતો. હત્યા પાછળનાં મુખ્ય કારણોની હજુ પોલીસ તપાસ કરી રહી છે.