Editorial

રખડતાં કૂતરાંને જીવતદાન મળ્યું સહવાસ અને વફાદારીની જીત

By GS TEAM
23 Aug 20253 mins read
રખડતાં કૂતરાંને જીવતદાન મળ્યું સહવાસ અને વફાદારીની જીત

- સુપ્રીમ કોર્ટે ડોગ લવર્સમાં હાશકારો ફેલાવ્યો છે

- પ્રસંગપટ

- કૂતરો પાળવાની ત્રેવડ નથી એવા લોકો પણ ડોગ-લવર્સ બની જાય છે. તેમની સામે કાયદેસરના પગલાં જરૂરી 

માનવ જાત સાથે સદીઓથી રહેવા ટેવાયેલા શેરી કૂતરાઓને હવે તેમને જ્યાંથી ખસીકરણ માટે લઇ જવાયા હશે તેજ વિસ્તારમાં છોડવામાં આવશે એવો ચુકાદો આપીને સુપ્રીમ કોર્ટે ડોગ લવર્સમાં હાશકારો ફેલાવ્યો છે. અગાઉ દિલ્હીમાંથી તમામ શેરી ડોગને પકડીને શેલ્ટર હોમમાં રાખવા આપેલા ચુકાદને ત્રણ જજોની બેંચે  ફેરવી તોળ્યો છે. જે લોકો કૂતરાને પાળે છે તે લોકો સામે કડક પગલાં લેવાની વાત પણ કરાઇ હતી. જયારે કોઇને પાળેલું કૂતરૃં કરડે છે ત્યારે કૂતરાના માલિકને પણ જવાબદાર ગણવાનો ઉલ્લેખ કરાયો હતો.

ફ્લેટો અને સોસાયટીઓમાં ઉંચી નસ્લના ડોગ પાળવાના શોખીનો તેમના ડોગને કાબૂમાં રાખી શકતા નથી કે તેમને ટ્રેઇન કરી શકતા નથી એવા કૂતરાઓ નજીકથી પસૌર થતા લોતકો કે લિફ્ટમાં સાથે ઉભેલાઓને કરડી ખાય છે. અનેક કેસોમાં ડોગના માલિકો પોતાના અગ્રેેસીવ ડોગના હુમલા વખતે મૂક પ્રેક્ષક બનીને ઉભા રહી જાય છે.  આવા લોકોને ડોગ પાળવાની ત્રેવડ નથી હોતી અને ડોગ લવર્સ બનવા જાય છે. તેમની સામે કાયદેસરના પગલાં જરૂરી હોય છે.

૧૧ ઓગષ્ટે સુપ્રીમ કોર્ટે આપેલા ચુકાદામાં દિલ્હી- એનસીઆરના તમામ શેરી કૂતરાઓને પકડીને શેલ્ટર હોમમાં પુરી દેવાનો કડક ચુકાદો આપ્યો હતો. જોકે આ ચુકાદોનો સખત્ત વિરોધ થતા ચીફ જસ્ટીસ બી. આર. ગવઇએ  દરમ્યાનગીરી કરીને તેને ૧૪ ઓગષ્ટે ત્રણ જજોની બેંચ ને સોંપ્યો હતો. 

સુપ્રીમ કોર્ટના ઓર્ડરમાં  મહત્વના મુદ્દા પર ધ્યાન દોરવું જરૂરી છે. સુપ્રીમ કોર્ટે પોતાનો ચુકાદો માત્ર દિલ્હી- એનસીઆર સુધી મર્યાદીત નથી રાખ્યો પણ દેશભરમાં તેનો અમલ કરવા કહ્યું છે.

શેરી કૂતરાઓને જાહેરમાં ખવડાવી શકે નહીં તેને ગેરકાયદે ગણાશે. સ્થાનિક સત્તાવાળાઓએ શેરી ડોગને ખવડાવવા માટે અલગ જગ્યા ઉભી કરી આપવી પડશે. જ્યાં ડોગ વલર્સ આવીને ખાવાનું મકી શકશે. ચુકાદામાં ડોગ બિહેવીયરને ધ્યાનમાં લેવાયું નથી. આખી શેરીના કૂતરા એક સ્થળે આવીને ખાઇ શકે નહી. નબળા કે અપંગ શેરી કૂતરાઓ માટે કોઇ ઉલ્લેખ નથી કરાયો. દરેક કૂતરાની પાતાની નાની સરહદ હોય છે જે ઓળંગીને અન્ય કૂતરા આવે ત્યારે બધા સામસામે આવી જાય છે.

સ્થાનિક સત્તાવાળાઓ કૂતરા માટે ખાવાની જે જગ્યા ફાળવે તે ચોખ્ખી હશે તોજ કૂતરા ત્યાં ખાવાનું મેળવવા આવશે.

સુપ્રીમ કોર્ટે પોતાના ઓર્ડરને માત્ર દિલ્હી-એનસીઆર પૂરતો જ મર્યાદીત રાખવાના બદલે તેનો દેશભરમાં અમલ કરવાની વાત કરીને ઉત્તમ પગલું ભર્યું છે. દરેક શહેરમાં કૂતરાની સમસ્યા છે. કેટલાક માર્ગો પર રાત્રે કૂતરાઓનું રાજ હોય છે. સત્તાવાળાઓએ આવા રસ્તાઓ પરના કૂતરાઓને અન્ય સ્થળે શીફ્ટ કરવા વિચારવું પડશે.

કૂતરાઓના ખસીકરણ સાથે સંકળાયોલી એજંસીઓને કૂતરાની સંખ્યા પ્રમાણે ચૂકવણી થાય છે પરંતુ તેમને અન્ય કોઇ આચાર સંહીતા લાગુ પડતી નથી. આ લોકો ખસીકરણ કરાયેલા કૂતરાને પરત તેમના વિસ્તારમાં નહોતા પહોંચાડતા જેના કારણે તે અન્ય ડોગના શિકાર બને છે અને એગ્રેસીવ બની જાય છે.

ખસીકરણ દરમ્યાન જે કૂતરા બહુ એગ્રેસીવ લાગે તેમને અલગ શેલ્ટર હોમમાં રાખવા જણાવાયું છે. તેમ છતાં ચુકાદામાં શેરી કૂતરાનો બહુ ખ્યાલ નથી રખાયો. 

શેરી કૂતરાને જેટલા લોકો ધિક્કારે છે તેનાથી વધુ લોકો તેને પ્રેમ કરે છે. શેરી કૂતરા જ્યારે વફાદારી બતાવે છે તે સૌને ગમે છે પરંતુ તેનું સતત ભસવું તે અનેકની ઉંધ પણ બગાડે છે. શેરી કૂતરાઓ માટે ઠંડીમાં કંતાનના કોથળા મુકનારા પણ જોવા મળે છે તો કેટલાક સ્થળે શેરી કૂતરાઓ માટે ગરમીમાં શેલ્ટર અને પંખાની સવલતો પણ ઉભી કરી અપાય છે. 

જ્યારે કોઇ ફિમેલ ડોગ બચ્ચાં મુકે છે ત્યારે તે ફિમેલ ડોગને કેટલાક લોકો ચોખ્ખા ધીનો શીરો પણ ખવડાવતા હોય છે. શેરી ડોગ મોટા શહેરોમાં હડેહડે થાય છે પરંતુ ગામડા અને ટાઉન લેવલે તેમની પુરતી સંભાળ લેવાય છે. મહાભારતમાં અંતિમ પડાવમાં જ્યારે પાંડવો કૂતરાને સાથે નહોતા લઇ ગયા પણ કૂતરૃં પાછળ પાછળ આવ્યું હતું. જે તેની વફાદારી અને માનવ સાથેનો સહકાર બતાવે છે. ચુકાદામાં એમ પણ કહ્યું છે કે જે લોકોએ પહેલાં ૧૧ ઓગષ્ટના  ચુકાદાને પડકાર્યો છે તે સંસ્થાઓએ ૨૫,૦૦૦ રૂપિયાની ડિપોઝીટ ભરવી પડશે.

ઓવર ઓલ જોવા જઇએ તો શેરી ડોગ સામેનું વલણ બદલાશે પરંતુ તેમને જીવતદાન મળી ગયું છે એમ કહી શકાય.