Editorial

દેશભરમાં મેટ્રો એટિકેટ ઝુંબેશ શરૂ કરવાની જરૂર

By GS TEAM
4 Mar 20263 mins read
દેશભરમાં મેટ્રો એટિકેટ ઝુંબેશ શરૂ કરવાની જરૂર

- બેંગલુરૂમાં ગેરવર્તનના એક લાખથી વધુ કિસ્સા 

- પ્રસંગપટ

- મેટ્રો આધુનિક છે પણ પ્રવાસ કરનારા પોતે સુધરવા તૈયાર નથી હોતા

ભારત જ્યારે વિકસિત દેશ બનવાવા સપનાં જુવે છે ત્યારે પાયાના સ્તરે પણ કેટલાક સુધારા કરવા જરૂરી છે. જાહેરમાં ગંદકી કરવી, ગમે ત્યાં કચરો ફેંકવો, જાહેરમાં ઝગડા કરવા, પ્રવાસ દરમ્યાન શિષ્ટાચાર વગેરે મહત્વના મુદ્દા છે. લોકોમાં થોડો સુધારો જોવા મળે છે. કેટલાક કચરો નાખવા ડસ્ટબીન શોધતા હોય છે.  હાલમાં સૌથી મોટી સમસ્યા ટ્રાવેલ એેટીકેટની છે. લોકો પ્રવાસ દરમ્યાનનો શિષ્ટાચાર ભૂલી જાય છે. વિદેશના લોકો જ્યારે સાથે પ્રવાસ કરતા હોય છે ત્યારે દેશની ખોટી ઇમેજને સાથે લેતા જાય છે.

બેંગલુરૂમાં મેટ્રો એટિકેટ નામથી ઝુંબેેશ ચલાવાય છે. જેમાં પ્રવાસીને તેનું વર્તન કેવી રીતે બદલવું તે પર ભાર મૂકવામાં આવે છે. બેંગલુરૂનો ઉલ્લેખ એેટલા માટે છે કે પ્રવાસીઓના ગેર વર્તનના અને કાયદો તોડવાના એક લાખથી વધુ કિસ્સા નોંધાયા હતા, ગયા વર્ષે તે સંખ્યા ૫૭,૫૩૮ની હતી. બેંગલુરૂ મેટ્રો રેલ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા(મ્સ્ઇભન્)માટે કેટલાક પ્રવાસીઓ માથાના દુખાવા સમાન બની ગયા છે. ગેર વર્તનની એક લાખ ફરિયાદ જેટલીજ ફરિયાદ નહીં નોંધાયેલી હશે એમ માનવામાં આવે છે.

ટ્રાવેલ એટિકેટમાં મોટા અવાજે મ્યુઝિક વગાડવાની ફરિયાદ મોટા પાયે જોવા મળે છે. કેટલીક ફરિયાદોમાં સિનિયર સિટીઝન, પ્રેગનન્ટ વુમન કે અપંગ વ્યકિત માટે ફાળવેલી બેઠકો પરથી પણ કોઇ ઉભું નથી થતું. અનેક લોકો પાન તમાકુ ખાઇને મેટ્રો કોચના ખૂણામાં થૂંકતા હોય છે. કેટલાક બિનજરૂરી ધક્કા મુક્કી કરતા હોય છે. સતત ફરિયાદોથી કંટાળીને સત્તાવાળાઓએ મેટ્રો એટિકેટ ઝુંબેશ શરૂ કરી છે. કેટલાક લોકો અન્યને સાંભળવા મોબાઇલ ફોનનું સ્પીકર ચાલુ રાખે છે. કેટલાક સોંગ સાંભળવા હેડફોનનો ઉપયોગ નથી કરતા એટેલે આજુ બાજુવાળાને ડિસ્ટર્બ થાય છે. જ્યારે કોઇ તેમને ટોકેતો તેની સાથે ઝગડો કરે છે. 

ઝૂંબેશની શરૂઆતમાં દરેક કોચમાં હોમગાર્ડના બે જવાનો મુકાયા છે. જે મોબાઇલ પર માટેથી વાત કરનારા અને હેડફોન નહીં વાપરતા લોકોને અટકાવશે તેમજ તેને સમજાવશે. ટ્રેનને સ્વચ્છ રાખવી, રિઝર્વ સીટ ખાલી કરવી, બહુ માટેથી ના બોલવું વગેરે સામે જાગૃતિ ફેલાવાશે. મેટ્રો સતાવાળાઓના પગલાંને બિરદાવાઇ રહ્યા છે. સોશ્યલ નેટવર્ક સત્તાવાળાઓને વધુ કડક બનવા કહે છેે અને સ્ટેશન પર તેમજ કોચની અંદર તેની જાહેરાત કરવા કહે છે. તેમાં પ્રવાસીઓને લાઇનમાં ઉભા રહેવા અને મહિલા પ્રવાસીઓ તરફ માનથી જોવાની સલાહ આપવાનું પણ કહેવાય છે. 

બેંગલુરૂને ભારતની  સિલિકોન વેલી કહેવાય.વિશ્વભરના લોકો અહીં જોબ માટે આવેલા છે.વિશ્વની અનેક કંપનીઓની ઓફિસો બેંગલુરૂમાં છે. બેંગલુરૂમાં ટ્રાફિકની સમસ્યા બહુ ગંભીર હોવાથી લોકો મેટ્રોમાં અવર જવર વધુ કરતા થયા છે. પરંતુ ટ્રાવેલ એટિકેટ બાબતે પ્રવાસીઓ બહુ ગંભીર નથી. વિદેશથી આવતા લોકો એટિકેટ માટે આગ્રહી હોય છે. આપણા લોકો વિદેશની અનેક ચીજોનું અનુકરણ કરે છે પરંતુ તેમની પાસેથી  એટિકેટ શીખતા નથી. મેટ્રો આધુનિક છે પણ પ્રવાસ કરનારા પોતે સુધરવા તૈયાર નથી હોતા.

માત્ર બેંગલુરૂ નહીં પણ ટ્રાવેલ એેટિકેટનો અભાવ પ્રવાસના દરેક સ્થળે નજરે પડે છે. બેંગલરૂમાં શરૂ કરાયેલી ટ્રાવેલ એેટિકેટની ઝુંબેશ દેશના દરેક સ્થળે શરૂ કરવા ભારતના રેલ્વે અને રાજ્યોના એસટી તંત્રએ વિચારનું જોઇએ.