Editorial

જીએસટી દરમાં કરાયેલી કપાત અગાઉની ભૂલમાં કરાયેલા સુધારા સિવાય બીજુ કશું નથી

By GS TEAM
28 Sep 20254 mins read
જીએસટી દરમાં કરાયેલી કપાત અગાઉની ભૂલમાં કરાયેલા સુધારા સિવાય બીજુ કશું નથી

- વેરા માળખામાં ફેરબદલ અર્થતંત્ર સામે રહેલા પડકારોનો કોઈ ઉકેલ નથી 

- પારિવારિક દેવું વધીને જીડીપીના 40 ટકા પહોંચી ગયું છે અને બચત ઘટી જીડીપીના ૧૮.૧૦ ટકા પર આવી ગઈ છે


- ઓપિનિયન - પી.ચિદમ્બરમ્હું

દર મહિને એક લેખની આતુરતાથી રાહ જોતો હોઉં છે અને તે છે રિઝર્વ બેન્ક દ્વારા પ્રકાશિત થતી દેશના અર્થતંત્રની સ્થિતિ વિશેનો. લેખના પ્રારંભમાં હમેશા એક કેવિયેટ લખાતી હોય છે અને તે એવી હોય છે કે સદર લેખમાં વ્યકત કરાયેલા મત લેખકના પોતાના છે અને રિઝર્વ બેન્ક ઓફ ઈન્ડિયા (આરબીઆઈ)ને તેની સાથે કોઈ સંબંધ નથી. જો કે એ વાત છાની નથી કે રિઝર્વ બેન્કના ગવર્નરની મંજુરી વગર એક પણ શબ્દ પ્રકાશિત થઈ શકતો  નથી. ડેપ્યુટી ગવર્નરોની એકેડેમિક સ્પીચ અથવા પેપર ગવર્નરની મંજુરી વગર બહાર પડી શકતા નથી. 

અનિશ્ચિતતા અને સ્થિતિસ્થાપકતા

પ્રારંભમાં અપાતી કેવિયેટને કોઈ ગંભીરતાથી લેતુ નથી અને પ્રકાશિત થતા લેખનું વ્યાપક રીતે વાંચન થાય છે. એક શબ્દ એવો છે જે લેખમાં વારંવાર ઉપયોગ થતો હોય છે અને તે છે અનિશ્ચિતતા. સરકાર તથા રિઝર્વ બેન્ક ઓફ ઈન્ડિયાના વારંવારના પગલાં છતાં ફુગાવા, કિંમતો, રોજગાર, પગાર, વેતન, ઈન્વેસ્ટમેન્ટ, આવક, વેરા અને વિદેશ વેપારને લઈને અનિશ્ચિતતા છે. આ અનિશ્ચિતતા બિન-આર્થિક ક્ષેત્રો જેમ કે, જાહેર પરીક્ષા, મતદાર યાદી અને ચૂંટણીઓ, કાનૂનો અને તેના અમલ, વિદેશ નીતિ, પડોશી દેશોની નીતિ વગેરે સુધી પણ પ્રસરી ગઈ છે. હકીકતમાં અનિશ્ચિતતા દેશની વર્તમાન સ્થિતિનું બયાન કરે છે. 

હાલની અનિશ્ચિત આર્થિક સ્થિતિનો રિઝર્વ બેન્કનો જવાબ જાણીતો છે અને તે છે, અર્થતંત્ર સ્થિતિસ્થાપક છે. સરકારની જેમ આરબીઆઈ પણ દોરીને જકડી રહી છે. છેલ્લામાં છેલ્લી દોરી છે જીએસટી દરમાં કપાત. દરમાં ઘટાડાને રિઝર્વ બેન્કે જીએસટીમાં સીમાચિહ્નરૂપ સુધારા ગણાવ્યા છે. ઊંચા અને અનેક દર માળખામાં કપાત કરવામાં સુધારા જેવું શું છે? જીએસટી કાયદાની ડીઝાઈન ખોટી હતી. વેરા માળખું ખોટું હતું, નિયમો અને નિયમનો ખોટા હતા, વેરા દર ખોટા હતા અને જીએસટી કાયદાનો અમલ ભૂલભરેલો હતો. ભૂલભરેલા દરોને સુધારા કરવા એ મારી બુક પ્રમાણે કોઈ મોટા વખાણવાલાયક સુધારા નથી. 

કોઈ પ્રવાહ નથી

આમછતાં, અર્થતંત્રની સ્થિતિને જીએસટી દરમાં કપાત સાથે સાંકળવામાં આવી રહી છે. દરમાં કપાતથી ઉપભોગતાના હાથમાં રૂપિયા ૨,૦૦,૦૦૦  કરોડ ઉપલબ્ધ થવાની અપેક્ષા રાખવામાં આવી રહી છે. નાણાં વર્ષ ૨૦૨૫-૨૬માં રૂપિયા ૩૫૭,૦૦,૦૦૦ કરોડ નોમિનલ જીડીપી સામે આ વધારાના નાણાં ૦.૫૬ ટકા જેટલા થવા જાય છે. ભારતની વાર્ષિક રિટેલ બજારનું કદ રૂપિયા ૮૨,૦૦,૦૦૦ કરોડ જેટલું છે અને વધારાના  નાણાંનું કદ ૨.૪૦ ટકા જેટલું છે. વધારાના રિટેલ ખર્ચથી ઉપભોગમાં વધારો થશે તો અર્થતંત્ર પર તેની અસર વ્યાપક હશે. 

સદર રૂપિયા ૨,૦૦,૦૦૦ કરોડમાંથી બધીજ રકમ ઉપભોગમાં નહીં જાય. સત્તાવાર ડેટા પ્રમાણે, પારિવારિક દેવું વધીને જીડીપીના ૪૦ ટકા પહોંચી ગયું છે અને બચત ઘટી જીડીપીના ૧૮.૧૦ ટકા પર આવી ગઈ છે. આમ જીએસટીમાં કપાતથી બચનારા નાણાંમાંથી થોડાઘણા દેવાની ચૂકવણીમાં જશે જ્યારે થોડાઘણા બચત વધારવા તરફ વળશે. ઉપભોગ ખર્ચમાં વધારો થશે તેવા દાવા સાથે હું  સહમત છું ખરા પરંતુ શું આનાથી ઉપભોગનું ચક્ર, ઉત્પાદન તથા ઈન્વેસ્ટમેન્ટમાં ઝડપ આવશે ખરા? આ પ્રશ્ન પર મોટાભાગના અર્થશાસ્ત્રીઓએ ચુપકીદી સેવી છે સિવાય કે સરકારી ઈકોનોમિસ્ટો.

નાણાં મંત્રાલય અને રિઝર્વ બેન્ક બન્ને એક જ  ુપુસ્તકમાંથી બોલી રહ્યા છે. ૧૯ જૂન, ૨૦૨૫ના નાણાં મંત્રાલયની સલાહકાર સમિતિને રજૂ કરાયેલા પત્રમાં પ્રથમ ત્રણ પાનાના ટાઈટલ આ પ્રમાણે હતા-

વૈશ્વિક અર્થતંત્રમાં ભારે અનિશ્ચિતતા પ્રવર્તી  રહી છે.

વૈશ્વિક વેપાર અને ઈન્વેસ્ટમેન્ટ  મંદ પડી ગયા છે.

આ પાર્શ્વભૂ પર ભારતના અર્થતંત્રની કામગીરી મજબૂત છે. 

કોઈ અકળ કારણસર, મુખ્ય આર્થિક સલાહકાર સખત સુધારા ધપાવતા નથી.

ખુલ્લુ અને સ્પર્ધાત્મક

ભારતે ખુલ્લુ અને સ્પર્ધાત્મક અર્થતંત્ર બનવું રહ્યું. આપણો અનુભવ છે કે એક દરવાજો ખૂલે છે ત્યારે એક બારી બંધ થાય છે. ખુલ્લા અર્થતંત્રમાં વિશ્વના દરેક દેશ સાથે વેપારના દરવાજા ખોલવા રહ્યા. સ્પર્ધાત્મક અર્થતંત્ર બનવા માટે, આપણે વધુને વધુ દ્વીપક્ષી અને બહુપક્ષી કરાર કરવા રહ્યા. એક સ્પર્ધાત્મક અર્થતંત્રએ ચીપ્સ તથા જહાજો અને બીજુ બધુ બનાવવું ન જોઈએે. આપણે એવા જ માલસામાન અને સેવા બનાવવા જોઈએ જેને આપણે સ્પર્ધાત્મક બનાવી શકીએ. 

આપણે દક્ષિણ એશિયા અને એસિયન દેશોથી પ્રારંભ કરી શકીએ. સાર્ક એ વિશ્વમાં સૌથી ઓછા સંકલિત વેપાર ભાગીદાર છે. સાર્ક દેશોમાં આપસી વિદેશ વેપાર તેમના આંતરરાષ્ટ્રીય વેપારના માંડ ૫-૭ ટકા જેટલો છે. સાર્ક દેશો સાથે ભારતનો વિદેશ વેપાર આઠ ટકાથી ઓછો છે. એશિયન દેશો સાથે તે ૧૧ ટકા છે.

અન્ય સખત સુધારા ડી-રેગ્યુલેશન સંદર્ભના છે. કાયદાનું પાલન કરાવનારાથી લઈ વેરા વહીવટીતંત્ર દરેક જણને નિયમો અને નિયમનો બનાવવાનું ગમે છે. પ્રધાનોને ખરડાઓ વિશે જાણ કરવામાં આવે છે પરંતુ નિયમો, નિયમનો, ફોર્મ્સ, નોટિફિકેશન, માર્ગદર્શિકા વગેરે બાબત અંધારામાં રાખવામાં આવે છે. આને કારણે જ જીએસટી ગબ્બર સિંહ ટેકસ તરીકે ઓળખાવા લાગ્યો હતો. ૧૯૯૧-૯૬ના અંકૂશ મુક્તિના પ્રથમ વેવ બાદ, નિયંત્રણો અને નિયમનો વ્યવસ્થામાં ફરી પાછા પ્રવેશી ગયા છે. રોજેરોજ નવા નિયમો અને નિયમનો ઘડાઈ રહ્યા છે. નિયમો અને નિયમનોની રચના કરવા સશકત ઓથોરિટીની નિમણૂંક કરી સરકાર મોટા સુધારા કરી શકશે. એક મોટી ચાલમાં,સરકાર વડા પ્રધાનના ઈઝ ઓફ લિવિંગ અને ઈઝ ઓફ ડુઈંગ બિઝનેસના સુત્રને સિદ્ધ કરી શકે એમ છે અને હું છાતી ઠોકીને કહું છું કે, આનાથી વિકાસ દર વધશે.

જીએસટી દરમાં કપાત અગાઉની ભૂલમાં એક સુધારોે છે બીજુ કશું નથી. તે કોઈ ઉત્સવને હકદાર નથી. અને હાલમાં અર્થતંત્ર સામે રહેલા પડકારોનો તે ઉકેલ પણ નથી.