Editorial

આપેલા વચન પ્રમાણે જમ્મુ અને કાશ્મીરને રાજ્યનો દરજ્જો પૂરો પાડવામાં કેન્દ્ર સરકારના ગલ્લાતલ્લા

By GS TEAM
24 Aug 20254 mins read
આપેલા વચન પ્રમાણે જમ્મુ અને કાશ્મીરને રાજ્યનો દરજ્જો પૂરો પાડવામાં કેન્દ્ર સરકારના ગલ્લાતલ્લા

- કોર્ટ સમક્ષ આપેલા વચનનો કેન્દ્ર સરકારે ભંગ કર્યો છે તે નકારી શકાય એમ નથી

- ખાસ દરજ્જો પાછો ખેંચી લેવાથી જમ્મુ અને કાશ્મીરના લોકોનો  કેન્દ્ર સરકારની સખતાઈ સામે રોષ ઓછો થઈ ગયો છે

- રાજ્યનો દરજ્જો જમ્મુ અને કાશ્મીરના લોકોની અગ્રતા નથી


- ઓપિનિયન - પી.ચિદમ્બરમ્

જમ્મુ અને કાશ્મીરને  જે  હેઠળ ખાસ દરજ્જો અપાયો  હતો તે બંધારણની કલમ ૩૭૦ને રદબાતલ કરવાના સરકારના પગલાંને સુપ્રીમ કોર્ટે યોગ્ય ગણાવ્યા હોવાની સામાન્ય માન્યતા પ્રવર્તી રહી છે. સરકારે દાવો કર્યો હતો કે રદબાતલના આ નિર્ણયને સુપ્રીમ કોર્ટ દ્વારા માન્યતા મળી છે અને કેટલાક વિદ્વાનોએ આ દાવાનો સ્વીકાર પણ કર્યો હતો. હકીકતમાં આ ખોટું છે. હકીકતમાં સુપ્રીમ કોર્ટે રદબાતલના મુદ્દા પર વિપરીત નિર્ણય આપ્યો હતો. 
રદબાતલ ગેરકાયદે, પરંતુ..

પાંચમી ઓગસ્ટ, ૨૦૧૯ના રોજ સરકારે ત્રણ નિર્ણય કર્યા હતા. 

- બંધારણ (કલમ ૩૬૭)ની  અર્થઘટન કલમમાં  કલમ (૪) ઉમેરવા કલમ ૩૭૦(૧)નો ઉપયોગ કર્યો હતોત

- વિસ્તરીત કરાયેલી અર્થઘટન કલમનો ઉપયોગ કર્યો હતો અને કલમ ૩૭૦(૩)ની જોગવાઈને સુધારવાનો હેતુ પાર પાડયો હતોેત

-સુધારિત કલમ ૩૭૦(૩) અને તેમાંની જોગવાઈનો ઉપયોગ કર્યો હતો અને કલમ ૩૭૦ને પોતાની મેળે જ રદબતાલ કરવાનો હેતુ પાર પાડયો હતો. 

આ ત્રણેય પગલાંને સુપ્રીમ કોર્ટ દ્વારા ગેરબંધારણિય અને અસ્વીકાર્ય ગણાવાયા હતા. 

આમ છતા, સુપ્રીમ કોર્ટે એવો તર્ક કાઢયો હતો કે,  બંધારણની દરેક જોગવાઈઓને જમ્મુ અને કાશ્મીરમાં લાગુ કરવા  ૩૭૦(૧) હેઠળ  સત્તાનો ઉપયોગ   યોગ્ય હતો  અને કલમ ૩૭૦ને રદબાતલ કરવામાં પણ તેની સમાન અસર રહે છે. 

ચલો આપણે કાનૂની સ્થિતિ શું છે તે જોઈએઃ કલમ ૩૭૦ના કહેવાતા રદબાતલને ચીવટપૂર્વક ના  આંશિક ટ્રાફટિંગ દ્વારા હાંસલ કરાયો હતો. જેને અસ્વીકાર્ય ગણાવાયું હતું. કલમ ૩૭૦(૧) હેઠળ જમ્મુ અને કાશ્મીરને લાગુ કરાયેલી બંધારણની દરેક જોગવાઈઓને માન્ય રખાઈ હતી. 

મુદ્દો બંધ નથી થયો

ચલો આપણે સ્વીકારી લઈએ કે જમ્મુ અને કાશ્મીરનો ખાસ દરજ્જો પાછો ખેંચી લેવાયો છે. આમ છતાં એવો દાવો કરી શકાય એમ નથી કે  આ ખાસ દરજ્જો પાછો ખેંચી લેવાથી જમ્મુ અને કાશ્મીરના લોકોનો  કેન્દ્ર સરકારની સખતાઈ સામે રોષ ઓછો થઈ ગયો છે.

કલમ ૩૭૦ પાછી ખેંચી લેવાથી મુદ્દો બંધ નથી થઈ ગયો . ૫મી ઓગસ્ટના રોજ જમ્મુ અને કાશ્મીરને બે કેન્દ્રશાસિત પ્રદેશમાં વહેચી દેવાયા હતા. શું તે સ્વીકાર્ય અને કાયદેસર છે? સુપ્રીમ કોર્ટ આ મુદ્દાને પણ ચકાસે તેવી અરજદારોએ વિનંતી કરી હતી. જમ્મુ અને કાશ્મીર (લડાખ કેન્દ્રશાસિત પ્રદેશને બાદ કરતા)ને રાજ્યનો દરજ્જો પ્રસ્થાપિત કરવા અને ચૂંટણી યોજવા પોતે ઈરાદો ધરાવે છે એવી કેન્દ્ર સરકારની રજૂઆત બાદ કોર્ટે સદર વિનંતી નકારી કાઢી હતી. રજૂઆતનો સ્વીકાર કરી, કોર્ટે કાનૂની પ્રશ્નને એમના એમ રહેવા દીધો હતો અને જમ્મુ અને કાશ્મીરમાં ૩૦ સપ્ટેમ્બર, ૨૦૨૪ સુધીમાં ચૂંટણી યોજવા સમયમર્યાદા નિશ્ચિત કરી હતી. ચૂંટણીઓ તો યોજાઈ ગઈ પરંતુ રાજ્યના દરજ્જા આજસુધી અપાયા નથી. અપાયેલા વચનનો કેન્દ્ર સરકારે ભંગ કર્યો છે તે નકારી શકાય એમ નથી.

જમ્મુ અને કાશ્મીરને રાજ્યનો દરજ્જો આપવામાં ઢીલ બદલ ભાજપ તથા એનડીએ સરકાર જવાબદાર છે. 

ચૂંટણીમાં વિજયી થયા બાદ નેશનલ કોન્ફરન્સે ૧૬ ઓકટોબર, ૨૦૨૪ના કેન્દ્રશાસિત પ્રદેશ  જમ્મુ અને કાશ્મીરમાં સરકારની રચના કરી છે. એ સ્વાભાવિક છે તે નેશનલ કોન્ફરન્સ સરકાર ચલાવવામાં રસ ધરાવે છે અને લોકોને ચૂંટાયેલી સરકાર પૂરી પાડવા ઈચ્છા રાખે છે જ્યાં જૂન ૨૦૧૭થી સરકાર નહોતી.  

જોરદાર માગણીના અભાવે કેન્દ્ર સરકારે માની લીધું છે કે, રાજ્યનો દરજ્જો જમ્મુ અને કાશ્મીરના લોકોની અગ્રતા નથી. આનાથી વિપરીત, રાજ્યનો દરજ્જો નથી મળતો એ જમ્મુ અને કાશ્મીરના લોકોની સૌથી મોટી ફરિયાદ છે. છેલ્લા ૧૦ મહિનામાં સ્થાનિક સરકારે જે કંઈપણ પૂરું પાડયું  છે  તેનાથી લોકો ખૂશ થયા હોય તેવું જણાતું નથી. એવું જણાય છે કે નેશનલ કોન્ફરન્સને લાગી રહ્યું છે કે તેણે રાજ્યના દરજ્જા માટે ભાર નહીં આપીને ભૂલ કરી છે. 

પહલગામ અને રાજયનો દરજ્જો

પહલગામમાં ત્રાસવાદી હુમલાએ દરેકને હચમચાવી નાખ્યા હતા. હું દોહરાવી રહ્યો છું કે પાકિસ્તાન પ્રેરિત ત્રાસવાદીઓ ઉપરાંત જમ્મુ અને કાશ્મીરમાં ભારતસ્થિત ત્રાસવાદીઓ પણ કાર્યરત છે. કોણ કયાં હુમલા કરે છે અને બન્ને જુથો સાથે મળીને ત્રાસવાદી હુમલો કરે છે કે કેમ તેનો આધાર મળતી તક પર રહે છે. પહલગામમાં પાકિસ્તાન સ્થિત ત્રણ ત્રાસવાદીઓને કહેવાતો આશરો આપવા બદલ બે ભારતીયોની એનઆઈએ દ્વારા ધરપકડ કરવામાં આવી છે. ઓપરેશન સિંદુર અને ત્રણ વિદેશી ત્રાસવાદીઓને ખતમ કર્યા બાદ પહલગામ ઘટના પર સરકારે પડદો પાડી દીધો હોવાનું મનાય રહ્યું છે. ધરપકડ કરાયેલ બે ભારતીયોનું શું થયું તેના પર સંપૂર્ણ ચૂપકીદી સેવાઈ રહી છે. તેઓ શું હજુ પણ કસ્ટડીમાં છે કે તેમને છોડી મુકાયા છે અને કેસ બંધ કરી દેવાયો છે? તે એક રહસ્ય છે.

પરંતુ લોકોને યાદ છે. તેમને યાદ છે કે રાજ્યનો દરજ્જો પ્રસ્થાપિત થયો નથી. કેટલાક અરજદારોએ  રાજ્યના દરજ્જાના વચનનું પાલન કરાવવા સુપ્રીમ કોર્ટમાં અરજી કરી હતી, પરંતુ કોર્ટે નિરીક્ષણ કર્યું હતું કે પહલગામમાં જે ઘટના બની હતી તેને અવગણી શકાય એમ નથી. આ નિરીક્ષણો જમ્મુ અને કાશ્મીરના લોકોને કદાચ વધુ ભ્રમિત કરી નાખ્યા હશે. 

મારા, મતે સુપ્રીમ કોર્ટે કાનૂની મુદ્દા પર ધ્યાન આપવું જોઈએ. રાજકીય અને સુરક્ષાના મુદ્દા કાયદા પ્રમાણે ન્યાય પૂરો પાડવામાંથી તેને વિચલિત કરી શકે નહીં. કાનૂની મુદ્દો સુપ્રીમ કોર્ટ સમક્ષ સ્પષ્ટ કરાયો હતો.

કોર્ટને અપાયેલા વચનને આધારે કોર્ટે આ મુદ્દે નિર્ણય કરવાનું ટાળ્યું હતું. અપાયેલું વચન હજુ પણ પાળવામાં આવ્યું નથી. અપાયેલા વચનનું તુરંત પાલન કરાવવાની ફરજ પાડવી કે કાનૂની મુદ્દા પર ન્યાય આપવો તે માટે કોર્ટ મુકત છે. હું માનું છું કે બંધારણીય કોર્ટ ન્યાય કરશે.