Editorial

ભૂત ફરી એકવાર ધૂણવા લાગ્યુ, હકીકતમાં તો તે કયાંય ગયું જ નહોતું

By GS TEAM
6 Jul 20254 mins read
ભૂત ફરી એકવાર ધૂણવા લાગ્યુ, હકીકતમાં તો તે કયાંય ગયું જ નહોતું

હિન્દુસ્તાનમાં વસતા વિદેશી નાગરિકોએ હિન્દુ સંસ્કૃતિનો સ્વીકાર કરવો જોઈએ

સેક્યુલર અને સોશ્યાલિસ્ટ શબ્દોના ઉમેરાથી બંધારણના મૂળભૂત પાયામાં કોઈ ફેરબદલ થયો નથી

- ઓપિનિયન - પી.ચિદમ્બરમ્

હિન્દુ રાષ્ટ્રની સ્થાપનાના પોતાના લક્ષ્યમાં રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (આરએસએસ) અતૂટ રહ્યું છે. હિન્દુ રાષ્ટ્રનો વિચાર રોમન સામ્રાજ્ય  અથવા ખિલાફત પરથી ઉછીનો લેવાયો છે અને એક રાષ્ટ્રને હિન્દુ શાસ્ત્ર પ્રમાણે વહીવટ કરવાનું સૂચવે છે. કયારેક આરએસએસ પીછેહઠ કરતું હોય તેવું જણાય છે, પરંતુ તે હાથમાં લીધેલા મુદ્દાને પડતું મુકતું નથી. ત્રાટકવા માટે યોગ્ય સમયની રાહ જોતું હોય છે. હિન્દુ રાષ્ટ્રને અનેક ધ્યેયો છે જેમ કે  બંધારણની કલમ ૩૭૦ની બરખાસ્ત ી, અયોધ્યા ખાતે રામ મંદિરની સ્થાપના, વારાણસી તથા મથુરા જેવા પવિત્ર સ્થળો પર દાવા કરવા અને બાબાસાહેબ આંબેડકર દ્વારા લિખિત બંધારણના સ્થાને મનુસ્મૃતિ આધારિત બંધારણ લાવવું. 

આરએસએસની મુખ્ય વિચારધારા

હાલનું રાષ્ટ્ર નાગરિકત્વ આધારિત છે. હિન્દુ ધર્મ એ હિન્દુ રાષ્ટ્રનો મુખ્ય પાયો છે. એમ. એસ. ગોલવલકર જેઓ આરએસએસના બીજા સરસંઘચાલક  (૧૯૪૦-૧૯૭૩) રહ્યા હતા જે ગુરુજી તરીકે ઓળખાતા હતા તેમણે તેમના પુસ્તક વી, ઓર અવર નેશનહુડ ડીફાઈન્ડમાં લખ્યું હતું કે, 

''હિન્દુસ્તાનમાં વસતા વિદેશી નાગરિકોએ હિન્દુ સંસ્કૃતિ અથવા ભાષાનો સ્વીકાર કરવો જોઈએ અથવા હિન્દુ ધર્મને માન આપવાનું શીખવું જોઈએ અને તેમાં આસ્થા રાખવી જોઈએે. હિન્દુ ધર્મ તથા સંસ્કૃતિના મહિમા સિવાયના વિચારને માનવો જોઈએ નહીંં અને તેમણે હિન્દુ જાતિમાં સમાઈ જવા પોતાની અલગ ઓળખ ગુમાવી દેવી જોઈએ અથવા દેશમાં રહી શકે છે, સંપૂર્ણપણે હિન્દુ રાષ્ટ્રને આધીન,  કંઈપણ દાવો ન કરવો  જોઈએ, કોઈ વિશેષાધિકારને પાત્ર ન હોવા જોઈએ, નાગરિકત્વના અધિકારો પણ નહીં.'' ગોવલકર આરએસએસમાં પૂજનિય હતા અને આરએસએસની વિચારધારાને સમર્પિત હતા. હિન્દુ રાષ્ટ્ર પરના પોતાના મતમાં આરએસએસ દ્વારા ફેરબદલ કરાયા હોય તેવા કોઈ પુરાવા નથી. આનાથી વિપરીત આરએસએસે નેશનલ રજિસ્ટર ઓફ સિટિઝન્સ (એનઆરસી) તથા સિટિઝનશિપ  (એમેન્ડમેન્ટ) એકટ (સીએએ)ને ટેકો આપ્યો છે. બંગલાદેશી તથા રોહિંગ્યા જેવા ગેરકાયદે સ્થળાંતરીઓને કાઢી મૂકવાના સરકારના પ્રયાસોને પણ આરએસએસ ટેકો આપે છે. (એનઆરસી કાયદાના અમલથી હજારો હિન્દુઓને બિન-નાગરિક તરીકે ઓળખી કાઢવાના આવશે તેવુ જણાતા સરકારે એનઆરસીને સ્થગિત રાખ્યું છે).

૨૦૧૯માં બીજી વખત સત્તા પર આવ્યા બાદ મોદી સરકારે તુરંત જ જમ્મુ અને કાશમીર રાજ્યના મુદ્દાને હાથ ધર્યો હતો. બંધારણની કલમ ૩૭૦ રદ કરવા  કલમ૩૭૦(૧)(ડી) અને (૩)નો ઉપયોગ  વિચિત્ર રીતે અને બંધારણિય રીતે શંકાસ્પદ હતો. કલમ ૩૬૮ હેઠળ નિશ્ચિત કરાયેલી પ્રક્રિયાને અનુસર્યા વગર બંધારણમાં કરાયેલો સદર સુધારો ગેરબંધારણિય હતો એમ સુપ્રીમ કોર્ટે માન્યું હતું. આમ છતાં, કલમ ૩૭૦ (૧) (ડી) હેઠળ રાષ્ટ્રપતિ દ્વારા સત્તાના કરાયેલા ઉપયોગ યોગ્ય હોવાનું જણાવી સુપ્રીમ કોર્ટે સદર કેસમાં સરકાર માટે સ્થિતિ બચાવી લીધી હતી. જો કે કેટલાક પ્રશ્નોના કોર્ટ તરફથી ઉત્તર મળ્યા નથી. 

દસ વર્ષના શાસન બાદ એપ્રિલ, ૨૦૨૪માં મોદીની ઈચ્છાઓ વધી ગઈ હતી અને લોકસભાની ચૂંટણીમાં ૪૦૦થી વધુ બેઠકો પર વિજય મેળવવાની વાતો શરૂ કરી હતી. આઈ.એન.ડી.આઈ.એ. પક્ષોએ બંધારણ બચાવોનું સૂત્ર બહાર પાડયું હતું.  ભાજપની આગેવાની હેઠળની સરકારની તરફેણ કરનારાઓમાંથી કેટલીક મર્યાદિત સંખ્યાના લોકોને આ સૂત્ર પસંદ પડી ગયું હતું. આને કારણે જ ભાજપને ૨૪૦ જ બેઠકો પ્રાપ્ત થઈ હતી જે લોકસભામાં સાદી બહુમતિ કરતા પણ ઓછી છે. આને કારણે બંધારણમાં સુધારા માટેની મોદીની સત્તાને અત્યારસુધી લગામ લાગી છે. આરએસએસ દ્વારા દડાને ગબડાવવાનું ચાલુ રખાયું છે. 

 ।  પ્રથમ તીર વન નેશન, વન ઈલેકશનના સ્વરૂપમાં હતું. અગાઉથી લખાયેલ રિપોર્ટ મેળવી લેવાયો હતો અને વન નેશન, વન ઈલેકશનનો ખરડો પસાર કરવા સમય પાકી જાય ત્યાં સુધી દેશભરમાં ફરીને મતો મેળવવા સંયુકત સંસદીય સમિતિની રચના કરાઈ છે.

 ।  બીજુ તીર આરએસએસના મહામંત્રી શ્રી. દત્તાત્રેય હોસાબલે દ્વારા છોડાયું હતું. બંધારણની પ્રસ્તાવનામાં 'સેક્યુલર' અને 'સોશ્યાલિસ્ટ' શબ્દોના ઉમેરાને તેમણે ગેરબંધારણિય ગણાવ્યા હતા અને  તેને દૂર કરવા માગણી કરી હતી. કોંગ્રેસ તથા અને વિપક્ષી દળોએ આ માગની આલોચના કરી હતી. દેશના ઉપ-રાષ્ટ્રપતિ શ્રી. જગદીપ ધાનકરે આ મુદ્દાને બળ આપ્યું હતું અને જણાવ્યું હતું કે, આ બે શબ્દો ઊંડા ઘા હતા. શ્રી. હોસાબલેની માગણીથી રાજકીય ચર્ચાને સ્થાન મળ્યું  હતું અને શ્રી. ધનકર તેમાં જોડાતા ભવાં ચડી ગયા હતા.   હિન્દુ રાષ્ટ્રના ટેકેદારો માટે 'સેક્યુલર' શબ્દ  અપ્રિય છે, પરંતુ બહુધર્મી અને લોકશાહી દેશમાં  ધર્મનિરપેક્ષતા સિવાય બીજુ કંઈ હોઈ શકે ખરા? હું ફ્રેન્ચથી હું પ્રભાવિત થયો છું કારણ કે તેઓ કેથોલિક છે પરંતુ ચુસ્ત ધર્મનિરપેક્ષ છે. અન્ય શબ્દ સોશ્યાલિસ્ટ (સમાજવાદી)નો કોઈ સ્પષ્ટ અર્થ નથી. આ શબ્દનો ઉપયોગ મોટેભાગે  એક કલ્યાણકારી સ્થિતિ દર્શાવવા માટે છે. ભારત એક કલ્યાણકારી દેશ હોવાનું ભાજપ નકારી શકે એમ નથી. સેક્યુલર અને સોશ્યાલિસ્ટ શબ્દોના ઉમેરાથી બંંધારણના મૂળભૂત પાયામાં કોઈ ફેરફાર થયો નથી. હકીકતમાં ૧૯૭૩માં સુપ્રીમ કોર્ટે માન્ય રાખ્યુ હતું કે, ધર્મનિરપેક્ષતા બંધારણની પાયાની વિશિષ્ટતા છે  અને ૧૯૮૦માં એવું  નિરીક્ષણ કર્યું હતું કે  સમાજવાદ  રાષ્ટ્રીય નીતિ  (બંધારણની કલમ ૩૬ થી ૫૧)ના  નિર્દેશક સિદ્ધાંતોમાં પ્રસરી ચૂકયું છે. શ્રી. હોસાબલેની માગ કોઈ બંધારણિય સિદ્ધાંત પર આધારિત નથી અને સામાજિક જરૂરિયાત પણ નથી, પરંતુ આ પાછળનો હેતુ કોમવાદી બળો દ્વારા લગાવાયેલી આગને બળ આપવાનો છે. 

જો ટીડીપી, જેડી (યુ), એઆઈએડીએમકે, એલજેપી, જેડી (એસ), એનસીપી અને અન્યો જો આરએસએસ/બીજેપીને ટેકો આપશે તો તેમના પાયાના સિદ્ધાંતો સાથે વિશ્વાસઘાત ગણાશે. આઈ.એન.ડી.આઈ.એ. પક્ષોએ એક લડત માટે સજ્જ થવું રહ્યું જે તેઓ ચોક્કસ રીતે જીતશે.