અંડર સી કેબલ્સ : ઈન્ટરનેટને દુનિયાભરમાં પહોંચાડતું માળખું

- રાતા સમુદ્ર, એટલાન્ટિક મહાસાગર, પેસેફિક મહાસાગર સહિત વિવિધ સમુદ્રોમાં દુનિયાને જોડાતા લાખો કિ.મી લાંબા કેબલ્સ પથરાયેલા છે
- રાતા સમુદ્રમાં કેબલ કપાઈ જવાના કારણે ઈન્ટરનેટ સેવા ખોરવાઈ છે. ભારતમાં તેની અસર જોવા મળી હતી. સાઉદી અરબમાં જેદ્દાહ પાસે SMW4 અને IMEWEકેબલ સિસ્ટમ ખોટકાઈ હતી. એસએમડબ્લ્યૂ૪ એટલે કે સાઉથ ઈસ્ટ એશિયા-મિડલ ઈસ્ટ-વેસ્ટર્ન યુરોપ ૪ કેબલમાં મુશ્કેલી થઈ હતી : મોટાભાગે ૧૦,૦૦૦ કિ.મી. લાંબા કેબલ્સને પતંગની ફિરકી જેવા મોટા ઢાંચામાં રાખીને જહાજ થકી દરિયામાં લઈ જવામાં આવે છે. આ જહાજ દરિયામાં ફરતું જાય છે ધીમે ધીમે કેબલ નીચે જાય છે. આ કેબલ્સ દરિયાના તળિયે પડયા રહે છે અને તેના છેડાને દરિયાના બંને કિનારે બનાવેલા ડેટા સ્ટેશન સાથે જોડવામાં આવે છે ઃ સેટેલાઈટ સુધી સિગ્નલ જવામાં અને ત્યાંથી પરત આવવામાં ઘણો સમય જાય છે. કેબલ દ્વારા જેટલો ટેડા સપ્લાય થાય છે તેટલો ડેટા સેટેલાઈટ હેન્ડલ કરી શકે તેમ પણ નથી. દુનિયાભરમાં હાલમાં જે ઈન્ટરનેટ સપ્લાય થાય છે તેના ૯૯ ટકા સર્વિસ ડેટા કેબલ્સ દ્વારા જ પહોંચાડવામાં આવે છે
રાતા સમુદ્રમાં થોડા સમય પહેલાં ઈન્ટરનેટના કેબલ કપાઈ ગયા અને ભારતમાં ઈન્ટરનેટ ખોરવાઈ ગયું હતું. સામાન્ય રીતે આપણે માનીએ છીએ કે, વાઈફાઈ દ્વારા અને સેટેલાઈટ દ્વારા ઈન્ટરનેટ પૂરું પાડવામાં આવે છે. હકિકતે આપણા ઘરમાં આ સેવા દ્વારા ઈન્ટરનેટ આવે છે પણ જ્યારે દુનિયાભરમાં ઈન્ટરનેટ સપ્લાય કરવાની વાત આવે ત્યારે તે જાણવું ખૂબ જ જરૂરી છે કે, ખરેખર ઈન્ટરનેટની સેવા સમગ્ર વિશ્વમાં કેવી રીતે પ્રસરેલી છે અને લોકો સુધી પહોંચે છે. હકિકતે સમગ્ર વિશ્વમાં દરિયાની નીચે ડેટા કેબલનું જાળું ફેલાયેલું છે જેના થકી લોકોને ઈન્ટરનેટનો લાભ લેવા મળે છે. સામાન્ય રીતે વિચારીએ કે આપણે વિદેશમાં બનેલી કોઈપણ ઘટના જોઈએ છીએ તો તે આપણી સુધી કેવી રીતે પહોંચે છે.
ઉદાહરણ તરીકે વિચારીએ કે ઓસ્ેટ્રેલિયામાં કોઈ ઘટના બની છે. તે ઘટનાનો વીડિયો આપણા સુધી આવવામાં જે પ્રોસેસ થાય છે તેમાં ડેટાની ખૂબ જ મોટી ભૂમિકા છે. આ ડેટા સૌથી પહેલાં ત્યાંના લોકલ સર્વરમાં સેવ થાય છે. ત્યાંથી વિવિધ માધ્યમો દ્વારા લોકો સુધી પહોંચે છે. આ તમામ કામગીરી દરિયામાં નીચે પથરાયેલા કેબલ્સ દ્વારા જ થાય છે.
ઉલ્લેખનીય છે કે, થોડા દિવસ પહેલાં માઈક્રોસોફ્ટ જણાવ્યું હતું કે, રાતા સમુદ્રમાં કેબલ કપાઈ જવાના કારણે ઈન્ટરનેટ સેવા ખોરવાઈ છે. ભારતમાં તેની અસર જોવા મળી હતી. નેટબ્લોક્સ નામની ઈન્ટરનેટ સેવાની સુરક્ષા કરતી કંપનીએ જણાવ્યું કે, સાઉદી અરબમાં જેદ્દાહ પાસે જીસ્ઉ૪ અને ૈંસ્ઈઉઈ કેબલ સિસ્ટમ ખોટકાઈ હતી. એસએમડબ્લ્યૂ૪ એટલે કે સાઉથ ઈસ્ટ એશિયા-મિડલ ઈસ્ટ-વેસ્ટર્ન યુરોપ ૪ કેબલમાં મુશ્કેલી થઈ હતી. આ તમામ કામગીરી ટાટા કોમ્યુનિકેશન દ્વારા જોવામાં આવે છે. બીજી તરફ આઈએમઈડબ્લ્યૂઈ એટલે કે ઈન્ડિયા-મિડલ ઈસ્ટ-વેસ્ટર્ન યુરોપ કેબલ્સ કે જેનું સંચાલન યુરોપની એલ્કાટેલ-લ્યૂસેન્ટ નામની કંપનીઓ કરે છે. આ સેક્ટરમાં કેબલ્સ કપાયા છે પણ તે ખરેખર કેવી રીતે કપાયા અને કોણે આ કાપ્યા છે તેના વિશે કોઈ નક્કર માહિતી આવી નથી. દાવો કરવામાં આવી રહ્યો છે કે, હુથી વિદ્રોહીઓ દ્વારા આ કેબલ કાપવામાં આવ્યા હોઈ શકે છે. ઉલ્લેખનીય છે કે, ગત વર્ષે યમનની સરકારે ચેતવણી ઉચ્ચારી હતી કે, હુથી વિદ્રોહીઓ દ્વારા સમુદ્રની નીચેના કેબલ્સને નુકસાન પહોંચાડવામાં આવી શકે છે. તો ઈઝરાયેલના ગાઝા સામેના યુદ્ધને અટકાવવા માટે આવું પગલું ભરી શકે છે. હુથીઓ દ્વારા આ ઘટના અંગે જણાવાયું હતું કે, તેમણે કોઈ કેબલ્સ કાપ્યા નથી.
આ કેબલ્સ કોણે કાપ્યા અને કેવી રીતે કપાયા તે હાલમાં રહસ્ય જ છે. તેની તપાસ કરવામાં આવી રહી છે. જાણકારો માને છે કે, કોઈ જહાજનું લંગર નીચે પટકાયું હોય અને તેની ટક્કરથી કેબલ કપાઈ ગયા હોય તેવું બની શકે છે. આ પહેલાં આવી ઘટના બની હતી. ફેબુ્રઆરી ૨૦૨૪માં રાતા સમુદ્રમાં રૂબીમાર જહાજ ડૂબી ગયું હતું. તેનું લંગર જ્યારે સમુદ્રના તળીયે પટકાયું ત્યારે એએઈ-૧ અને ઈઆઈજી જેવા કેબલ્સને નુકસાન થયું હતું.
મૂળ વાત એવી છે કે, દુનિયામાં ક્યાંય પણ ઈન્ટરનેટ સેવા પહોંચાડવી હોય તો તેના માટે દરિયાના પેટાળમાં કેબલ્સનું નેટવર્ક ઊભું કરવું પડે છે અને તેના થકી જ આ સેવા શક્ય બને છે. જાણકારો કહે છે કે, જો આ ઈન્ટરનેટ કેબલ્સને સીધા કરીને જમીન ઉપર પાથરવામાં આવે તો પૃથ્વીને ઘણી વખત કેબલ્સથી લપેટી શકાય તેમ છે.
ઉલ્લેખનીય છે કે, કેબલ લેઈંગ શિપ્સ દ્વારા દરિયામાં ઈન્ટરનેટ ડેટા કેબલ્સનું જાળું તૈયાર કરવામાં આવે છે.
મોટાભાગે ૧૦,૦૦૦ કિ.મી. લાંબા કેબલ્સને પતંગની ફિરકી જેવા મોટા ઢાંચામાં રાખીને જહાજ થકી દરિયામાં લઈ જવામાં આવે છે. આ જહાજ દરિયામાં ફરતું જાય છે ધીમે ધીમે કેબલ નીચે જાય છે. આ કેબલ્સ ખૂબ જ મજબૂત હોય છે. સ્ટીલ અને પ્લાસ્ટિકના વિવિધ લેયર્સથી આ કેબલ તૈયાર કરવામાં આવે છે. આ કેબલ્સ પથ્થરો, માછલીઓ અને જહાજના લંગરોથી બચી શકે તે રીતે બનાવવામાં આવે છે. મોટાભાગે દરિયામાં ઉંડાણમાં કેબલ્સ જતા રહે છે. જ્યાં દરિયાની ઉંડાઈ નથી ત્યાં કેબલ્સને નીચે દબાવવામાં આવે છે જેથી તે સુરક્ષિત રહે. આ કેબલ્સ દરિયાના તળિયે પડયા રહે છે અને તેના છેડાને દરિયાના બંને કિનારે બનાવેલા ડેટા સ્ટેશન સાથે જોડવામાં આવે છે. આ સ્ટેશન દ્વારા ઈન્ટરનેટ ટ્રાફિકને કન્ટ્રોલ કરવામાં આવે છે.
ભારતમાં મુંબઈ, ચેન્નઈ જેવા શહેરોના કિનારે આવા ડેટા સેન્ટર આવેલા છે. તેના દ્વારા આંખના પલકારામાં ટેડા રિક્વેસ્ટ દુનિયાભરમાં જાય છે અને દુનિયાભરથી આવે છે અને કોઈપણ માહિતીની આપ-લે કરવામાં આવે છે.
આ સંજોગોમાં સવાલ એ થાય કે, સેટેલાઈટ દ્વારા આપણને જે ઈન્ટરનેટ સેવા મળે છે તે કેવી રીતે કામ કરે છે. આપણે આ સેવાઓનો શા માટે ઉપયોગ કરતા નથી. હકિકત એવી છે કે, સેટેલાઈટ દ્વારા જે સિગ્નલ આપવામાં આવે છે તે જીપીએસ માટે ખૂબ જ મહત્ત્વના છે. જીપીએસના જે ડેટા આવે છે તે ડેટાકેબલ દ્વારા ઈન્ટરનેટ સપ્લાય થાય છે તેના કરતા ઘણા ઓછી ઝડપે આવે છે. બીજી વાત એવી છે કે, સેટેલાઈટ સુધી સિગ્નલ જવામાં અને ત્યાંથી પરત આવવામાં ઘણો સમય જાય છે. કેબલ દ્વારા જેટલો ટેડા સપ્લાય થાય છે તેટલો ડેટા સેટેલાઈટ હેન્ડલ કરી શકે તેમ પણ નથી. મસ્કની કંપની દ્વારા સેટેલાઈટ થકી ઈન્ટરનેટ આપવાના પ્રયાસ થઈ રહ્યા છે. વાસ્તવિકતા એવી છે કે, દુનિયાભરમાં હાલમાં જે ઈન્ટરનેટ સપ્લાય થાય છે તેના ૯૯ ટકા સર્વિસ ડેટા કેબલ્સ દ્વારા જ પહોંચાડવામાં આવે છે.
ઉલ્લેખનીય છે કે, જે ડેટા સપ્લાય થાય છે તે ખોટકાઈ જાય તો. આ કેબલ કેવી રીતે તૂટતા હોય છે અને ઈન્ટરનેટ સેવા કેવી રીતે ખોરવાતી હોય છે. મોટાભાગે એવું બને છે કે, જહાજ દ્વારા લંગર નાખવામાં આવે અને તે નીચે સુધી અથડાય ત્યારે કેબલ કપાવાનો ભય રહે છે. તે સિવાય દરિયામાં ભૂકંપ આવે ત્યારે ઘણી વખત કેબલ કપાઈ જતા હોય છે કે તેને નુકસાન થતું હોય છે.
આ સિવાય કોઈ જાણીજોઈને કેબલ કાપે ત્યારે ઈન્ટરનેટ સેવાઓ ખોરવાતી હોય છે. કોઈએ કેબલ કાપ્યો છે કે નહીં તે સાબિત કરવું થોડું મુશ્કેલ હોય છે. સામાન્ય રીતે જેમ મોટો હાઈવે બ્લોક થઈ જાય અને ટ્રાફિક જામ થાય તેવી રીતે આ ડેટા કેબલ કપાય ત્યારે ઈન્ટરનેટ ખોટકાય છે. અંડર સી કેબલ નેટવર્કનો એક ફાયદો એવો છે કે, ધારો કે કોઈ કેબલ કપાઈ જાય તો ઈન્ટરનેટ સેવા સદંતર બંધ થતી નથી. આ ડેટા બીજા કેબલ દ્વારા રૂટ થાય છે અને સેવા ચાલુ રહે છે. આ દરમિયાન ઈન્ટરનેટની સ્પીડ ઓછી થઈ જાય છે.
ભારતમાં તાજેતરમાં જે ડેટામાં સમસ્યા થઈ તે આવી જ થઈ હતી. તેમાં ઈન્ટરનેટ સેવા બંધ નહોતી થઈ પણ ખોરવાઈ હતી અને તેની સ્પીડ ઘટી ગઈ હતી. એસએમડબ્લૂ-૪ અને આઈએમઈડબ્લ્યૂઈના જે કેબલ કપાયા હતા તે ભારતમાં ઈન્ટરનેટના એક્સ્પ્રેસ વે જેવા છે. તેમાં સમસ્યા સર્જાતા ડેટાની સ્પીડ ઘટી હતી. આ દરમિયાન બીજા કેબલથી સર્વિસ ચાલુ રાખવામાં આવી હતી.
મહત્ત્વનું એ છે કે, જ્યારે આવી રીતે કેબલ કપાય છે કે તેમાં ખામી સર્જાય છે ત્યારે તેને રિપેર કરવાનું કામ ખૂબ જ મુશ્કેલ છે. તેના માટે સ્પેશિયલ રિપેરિંગ જહાજ મોકલવામાં આવે છે. તેના દ્વારા કપાયેલા અને ખામીવાળા કેબલ શોધવામાં આવે છે. તેના માટે વિશેષ રોબોટનો ઉપયોગ કરવામાં આવે છે. તે આવા કેબલ શોધે છે તેને ઉપર લાવે છે અને રિપેર કરીને તેની ફરીથી દરિયામાં નાખી દે છે. જેમ ઘરમાં વાયર રિપેર કરીને પાછો લગાવી દેવાય છે તેવી જ રીતે આ કેબલ્સ જોડી દેવામાં આવે છે. દરિયામાં આ કામ ખૂબ જ કપરું છે. તેમાં ઘણી વખત અઠવાડિયા કે તેનાથી પણ વધુ સમય લાગી જાય છે. તાજેતરમાં રાતા સમુદ્રમાં જે કેબલ્સ કપાયા હતા તેના કારણે ભારત, પાકિસ્તાન, સાઉદી અરબ, યુએઈ અને પશ્ચિમ એશિયામાં ઈન્ટરનેટની સ્પીડ ઓછી થઈ ગઈ હતી.
- દરિયામાં ૧૪ લાખ કિલોમીટર લંબાઈના કેબલનું નેટવર્ક ફેલાયું છે
દુનિયામાં અંદાજે ૧૪ લાખ કિલોમીટરની લંબાઈના ઈન્ટરનેટ કેબલનું નેટવર્ક દરિયામાં નીચે ફેલાયેલું છે. રાતા સમુદ્રમાં જે આઈલના જહાજોનો ચોકપોઈન્ટ છે તેવી જ રીતે ઈન્ટરનેટ કેબલ્સનું પણ નેટવર્ક છે. વિવિધ રસ્તા ભેગા થતા હોય અને જેવું માળખું રચાતું હોય તેમ રાતા સમુદ્રમાં નીચે ઘણી જગ્યાએ લાંબા લાંબા કેબલનું જાળું ફેલાયેલું છે. રાતા સમુદ્રમાંથી ૧૬ મોટા કેબલ પસાર થાય છે જે એશિયા અને યુરોપન જોડે છે. એસએમડબ્લ્યૂ૪, આઈએમઈડબ્લૂયઈ, એએઈ-૧ અને ઈઆઈજી જેવા કેબલ્સ અહીંયાથી પસાર થઈને મિસરની જમીન સુધી જાય છે. ત્યારબાદ ભુમધ્ય સાગર દ્વારા યુરોપ સુધી ફેલાય છે.
ખાસ વાત એવી છે કે રાતા સમુદ્રનો માર્ગ નાનો છે. તેના કારણે અહીંયા કેબલ્સ વધારે ફેલાયેલા છે. અહીંયા સમુદ્ર ખાસ ઉંડો નથી તેથી અહીંયા કેબલ્સ નાખવા સરળ રહે છે. બીજી તરફ અહીંયા જહાજોની અવરજવર વધારે છે તેથી કેબલ્સને નુકસાન થવાની શક્યતા પણ વધારે જ રહેલી છે. બીજી તરફ એટલાન્ટિક મહાસાગારમાં પણ અમેરિકા અને યુરોપને જોડતા કેબલ્સ ફેલાયેલા છે. તે અમેરિકાના વર્જિનિયાથી લઈને યુરોપના સ્પેન સુધી જાય છે. આ કેબલ્સ એટલા ઝડપી છે કે, એક સેકન્ડ કરતા પણ ઓછા સમયમાં બેન્કોના ડેટા શેર થઈ જાય છે.
પેસેફિક મહાસાગરમાં પણ કેબલનું નેટવર્ક છે જે અમેરિકા, જાપાન, ઓસ્ટ્રેલિયા અને એશિયાના બાકીના દેશોને જોડે છે. આ સિવાય એક યુનિટ કેબલ છે જે કેલિફોર્નિયાને જાપાન સાથે જોડે છે. આમ દરિયાના પેટાળમાં ડેટા કેબલ્સનું વિશાળ નેટવર્ક છે જે ઈન્ટરનેટ સેવા ખૂબ જ સરળ બનાવે છે.








