Editorial

લાફ્ટર કોર્નર .

By GS TEAM
21 Aug 20251 min read
લાફ્ટર કોર્નર                       .

ગર્લફ્રેન્ડ : લગ્ન પછી હું તારા બધું સુખ-દુ:ખમાં ભાગીદાર બનીશ.

બોયફ્રેન્ડ : પણ તારે સુખમાં જ ભાગીદાર થવાનું છે. અત્યારે મને એવું કોઈ દુ:ખ નથી.

બોયફ્રેન્ડનો ફ્રેન્ડ : ભાભી લગ્ન પછી આવનારા દુ:ખની વાત કરે છે. દુ:ખ આપશે પણ એ જ અને વહેચશે પણ એ જ.

* * *

બેબી ગૂગલ મેલ છે કે ફીમેલ?

બોયફ્રેન્ડ : ગૂગલ તો ઓફકોર્સ ફીમેલ જ હશે.

ગર્લફ્રેન્ડ : એવું તું કેવી રીતે કહી શકે?

બોયફ્રેન્ડ : કારણ કે એક સેન્ટેન્સ પૂરું થાય તે પહેલાં તો બીજું સજેશન્સ આપી દે છે. એ પરથી લાગે છે કે ગૂગલ ફીમેલ જ હશે.

* * *


પિંકી : યાર મારા પપ્પા કહે છે કે જો પરીક્ષામાં નાપાસ થઈશ તો લગ્ન કરી દઈશ.

રિંકી : તો તેં કેટલી તૈયારી કરી છે?

પિંકી : બસ હવે રિસેપ્શનનું ગાઉન ખરીદવાનું બાકી છે.

* * *

ટીચર : મને એ જણાવો કે ડેટ અને તારીખમાં શું તફાવત છે?

બંટી : સર આ તો સિમ્પલ સવાલ છે. ગર્લફ્રેન્ડ સાથે હોય તો ડેટ કહેવાય, વકીલ સાથે હોય તો તારીખ કહેવાય!