લાફ્ટર કોર્નર .

એક મહિલાનું વજન થોડું વધી ગયું હતું એટલે ઊભાં ઊભાં કરતાં એેને થાક લાગતો હતો. એક વાર એ કિચનમાં ફ્રિજ સાફ કરવા ગઈ. ડાઇનિંગ ટેબલની ચેર એણે ફ્રિજની સામે ગોઠવી, પછી ચેર પર બેસીને ફ્રિજનો દરવાજો ખોલી એ ખાનાં સાફ કરવા લાગી. એ જ વખતે
'મમ્મી, મારે તારું કામ છે...' કહેતી એની દીકરી કિચનમાં આવી. ફ્રિજમાં મોઢું નાખીને બેસેલી મમ્મીને જોઈને એ કહે, 'લે! તું જમી રહી છે? વાંધો નહીં, જમવાનું પતાવીને પછી મારા રૂમમાં આવજે.'
બીજા જ દિવસે મહિલાએ વજન ઉતારવા જિમ જોઈન કરી લીધું!

પપ્પુની ઘરે એના દૂરનાં ફોઈ-ફૂઆ જમવા આવવાના હતાં. પપ્પા ઇચ્છતા હતા કે મહેમાનની હાજરીમાં પપ્પુ એકદમ સંસ્કારી વર્તન કર. એમણે કહ્યું, 'દીકરા, મહેમાન આવે ત્યારે શું બોલવાનું છે, તને ખબર છેને?
પપ્પુ કહે, 'ના. મને ખબર નથી.'
પપ્પા કહે, 'કશો વાંધો નહીં. મમ્મી જે બોલેને એ જ તું બોલજે, બરાબર?'
ફોઈ-ફૂઆ આવ્યાં. બધાં જમવા બેઠાં. પપ્પા કહે, 'અમારો પપ્પુ તો છેને જમતા પહેલાં ભગવાનને અચૂક પ્રાર્થના કરે, હેંને પપ્પુ? ચાલ, આંખો બંધ કરીને મોટેથી પ્રાર્થના કર તો!'
પપ્પુએ હાથ જોડયા, આંખો બંધ કરી અને ભક્તિભાવથી બોલ્યો, 'હે ભગવાન, આ બોગસ સગાવહાલાઓનું મારે શું કરવું? એ લોકો શું કામ ઘરે જમવા માટે પહોંચી જતા હશે?'








