કલ્પવૃક્ષ .

અજ્ઞાન સ્વીકારવાથી સાચી શોધનું દ્વાર ખૂલે છે
હું વિચારી શકું છું, એટલે હું છું. ભલે હું બધામાં શંકા કરું-મારા ઇન્દ્રિયોમાં, દુનિયામાં કે ભગવાનના અસ્તિત્વમાં-પણ શંકા કરવાનું કાર્ય જ સાબિત કરે છે કે હું અસ્તિત્વ ધરાવું છું. વિચાર કરવું એ મારા અસ્તિત્વનો અખંડ પુરાવો છે.
* * *
જો તમે સત્યના સાચા શોધક બનવા માગતા હો, તો શક્ય તેટલી વધારે બાબતો પર શંકા કરો, પ્રશ્નો પૂછો. યોગ્ય સંશય ભ્રમો દૂર કરે છે અને મનને નવેસરથી વિચારવાની તક આપે છે. તે પછી સત્ય વધુ તેજસ્વી લાગે છે.
* * *
જ્ઞાન તરફનો પહેલું પગલું એ છે કે આપણે ખરેખર કેટલું ઓછું જાણીએ છીએ તે સ્વીકારવું. અજ્ઞાન સ્વીકારવાથી સાચી શોધ માટેનું દ્વાર ખુલ્લું થાય છે. ખોટી ખાતરી સાચા સંશય કરતા વધુ ખતરનાક છે.
* * *
સામાન્ય સમજ દુનિયામાં સૌથી વધુ વહેંચાયેલી વસ્તુ છે, કારણ કે દરેકને લાગે છે કે પોતાની પાસે પૂરતી કોમન સેન્સ છે. છતાંય આપણી વચ્ચે મતભેદો થયા કરે છે, જે બતાવે છે કે કોમન સેન્સનો સાચો ઉપયોગ કરવો બહુ દુર્લભ છે. સાચું ડહાપણ કોમન સેન્સને યોગ્ય રીતે લાગુ કરવામં છે.
* * *
સારાં પુસ્તકો વાંચવાં એટલે જાણે ભૂતકાળમાં થઈ ગયેલા મહાન માણસો સાથે વાર્તાલાપ કરવો. તેમના શબ્દો જાણે જીવંત થઈને આપણને એમના અનુભવ અને જ્ઞાનનો લાભ આપે છે. પુસ્તકોને કારણે સમય અને અંતર ગાયબ થઈ જાય છે.
-રેને ડેસ્ક્રેટીસ
(ફ્રેન્ચ ફિલોસોફર, ગણિતજ્ઞા, વૈજ્ઞાનિક.
જન્મઃ ૧૫૯૬, મૃત્યુઃ ૧૬૫૦)








