Editorial

કલ્પવૃક્ષ .

By GS TEAM
10 Nov 20251 min read
કલ્પવૃક્ષ                                                                  .

જીવનને ફક્ત અતીતના સંદર્ભમાં સમજાય છે

જીવન એ કોઈ સમસ્યા નથી કે જેને ઉકેલવી પડે, જીવન એક વાસ્તવિકતા છે, જેને અનુભવવાની હોય.

* * *

જીવનને ફક્ત અતીત તરફ નજર નાખીને જ સમજી શકાય છે, પરંતુ જીવનને ભવિષ્યની દિશામાં જીવવું પડે છે.

* * *

નિરાશાનું સૌથી સામાન્ય સ્વરૂપ છે, તમે જે છો તે ન હોવું.

* * *

સૌથી પીડાદાયક સ્થિતિ ભવિષ્યને યાદ કર્યા કરવું, ખાસ કરીને તે ભવિષ્યને જે તમને ક્યારેય નહીં મળે.

* * *

હું બધું સ્પષ્ટપણે જોઉં છું - બે જ શક્યતાઓ છે - કાં તો તમે આ કરો અથવા તે કરો. મારો પ્રામાણિક મત આ છે - તમે બેમાંથી કંઈ પણ કરશો, તમારે આખરે પસ્તાવું જ પડશે.

* * *

કંટાળો એ બધી બુરાઈનું મૂળ છે. કંટાળો એટલે પોતે હોઈએ તે બની રહેવાનો નિરાશાજનક ઇનકાર.

* * *

લોકો નિરાશાના એવા સ્તર પર સમાધાન કરી લે છે જેને તેઓ સહન કરી શકે છે. આ સ્થિતિને તેઓ સુખ કહે છે.

- સોરેન કિકેગાર્ડ 

(ડેનિશ ફિલોસોફર. 

જન્મઃ ૧૮૧૩, 

મૃત્યુઃ ૧૮૪૧)