Editorial
કલ્પવૃક્ષ .
By GS TEAM
9 Sep 20251 min read

- પોતાની જાતને વશ કરવી એ સાચું બળ છે
એક વસ્તુ અંતઃસ્થિતિ અને નૈસર્ગિક છે.
જે પૃથ્વી એ આકાશ પહેલાં અસ્તિત્ત્વમાં હતી, સ્થિર અને અતાગ, જે એકાકી ઊભી રહે છે અને કદી પરિવર્તન પામતી નથી.
એ સર્વમાં વ્યાપી જાય છે અને અખૂટ રહે છે.
તેને વિશ્વની જનની કહી શકાય.
મને તેના નામની ખબર નથી,
પણ એને નામ આપવાનું હોય તો
તે હું કહું 'તાઓ', ને કહું સવોત્તમ.
સર્વોત્તમ એટલે સદાય ગતિ,
ગતિ એટલે સુદૂર ગમન,
સુદૂર ગમન એટલે પુનરાગમન.
* * *
બીજાને ઓળખવું એ બુદ્ધિ છ...
પોતાને ઓળખવું એ સાચું જ્ઞાન છે.
બીજાઓને વશ કરવું એ શક્તિ છે...
પોતાની જાતને વશ કરવી એ સાચું બળ છે.
* * *
જેને ખબર હોય તે બોલતા નથી.
જે બોલે છે તેને ખબર નથી.
- લાઓ ત્ઝૂ
(ચીની ફિલોસોફર.
જન્મકાળઃ ઇસવીસન પહેલાંની ચોથી સદી)








