વિજય નામનું વાવાઝોડું ડીએમકે સરકારને હચમચાવી રહ્યું છે

- તમિળનાડુમાં રાજકીય તખ્તો ગરમ છે
- ઇનસાઇડ સ્ટોરી
- વિજય સાથે ચૂંટણી જોડાણ કરવા અને હાથ મિલાવવા પણ ભાજપ પ્રયાસ કરી રહ્યું છે
તમિળનાડુમાં રાજકીય તખ્તો ગરમ છે. વિધાન સભાના જંગમાં સત્તાધારી ડીએમકે અને કોંગ્રસ વચ્ચનું જોડાણ છે. દેશના બંને મુખ્ય રાજકીય પક્ષો ભાજપ અને કોંગ્રસને તમિળનાડુના પ્રદેશિક પક્ષોનો ટેકો લીધા વિના કોઇ વિક્લ્પ રહેતો નથી. તમિળનાડુમાં સત્તાધારી પક્ષ ડીએમકેને ટેન્શનએ વાતનું છે કે લોકપ્રિય અભિનતા વિજયના નવા પક્ષનો સામનો કરવાનો છે.
ડીએમકેને એવો ડર છે કે વિજયનો પક્ષ તેમના પક્ષના વોટ તોડશે અને સત્તા મેળવવાની આડે આવી શકે છે. એટલે તો મુખ્યપ્રધાન એમકે.સ્ટાલીને રાજ્યના ૧.૩૧ કરોડ મહિલા મતદારોને પ્રોમીસ આપ્યું છેકે જો અને ફરી સરકાર રચીશું તો તેમને દર મહિને મળતી ૨૦૦૦ની સહાયને ૫૦૦૦ની કરવામાં આવશે. આવી જાહેરાત ડીએમકે સરકારમાં રહેલો હારનો ડર દર્શાવે છે.
જોકે ડીએમકેને સૌથી વધુ જેનો ડર છે તે વિજયનો પક્ષ તમિલગા વેટ્રી કગઝમ (TVK) કહે છે કે મુખ્યપ્રધાન સ્ટાલીન ગમે તેટલા પૈસાની જાહેરાત કરે પણ સત્તા પર આ તેમનો છેલ્લો ઉનાળો છે તે સમજી લેવું જોઇએ.
બીજા તરફ વિજયની વધતી લોકપ્રિયતાથી ડરીને ડીએમકે સરકારે ૨૦૦૦ ઉપરાંત ૩૦૦૦ રુપિયા એડવાન્સમાં ચૂકવીને કહ્યું છે કે કેટલાક લોકો (વિજય એમ વાંચો) મહિલાઓને મળતી સહાય પર બ્રેક મારવા માંગે છે. અન્નાડીએમકે પણ ડીએમકેે જાહેર કરેલી રોકડની સ્કીમની ટીકા કરે છે કે જીતવા માટે રાજ્યનું દેવું વધારીને પણ સ્કીમો જાહેર કરાય છે. અન્નાડીએમકે પણ દરેેક ઘરમાં મુખ્ય મહિલાને ૨૦૦૦ રૂપિયા આપવાની જાહેરાત કરી છે.
દેશમાં રેવડી કલ્ચર શરૂ કરનાર તમિળનાડુ હતું. દિવંગત મુખ્ય પ્રધાન જયલલિથાએ લોકોને મફતની લાલચ આપીને વિજય મેળવતા હતા. તેમનું જોઇને આમ આદમી પાર્ટીએ પણ રેવડી કલ્ચરનો ઉપયોગ કરીને દિલ્હી વિધાનસભા જીતી હતી. છેલ્લે જ્યારે બિહારમાં નિતીશ સરકાર જીતી ત્યારે તેની પાછળ મહિલાઓને મળતી નિયમિત રોકડ સહાય હતી એમ કહેવાય છે.
તમિળનાડુની સરકારે એન્ટી ઇન્કમબન્સી ફેક્ટરનો સામનો કરવાનો છે, વિજયની લોકપ્રિયતાનો સામનો કરવાનો છે, હિન્દુ વિરોધી નીતિ ઓનો સામનો કરવાનો છે, પ્રોમીસ પ્રમાણે મહિલાોને સહાયનું વિતરણ નહીં કરવાનો પણ સામનો કરવાનો છે, કેન્દ્રીય સ્તરે સરકારની નીતિનો વિરોધના પગલાંનો પણ સામનો કરવાનો છે.
તમિળનાડુમાં ફિમેલ વર્કરોનું પ્રમાણ બહુ મોટા પાયે જોવા મળે છે. દેશના કુલ મહિલા વર્કરો પૈકી ૪૩ ટકા તો તમિળનાડુમાં છે. ડીએમકેના નેતાઓ કહે છે કે અમે અભિનેતા વિજયના પક્ષની અમે ડરતા નથી કેમકે તે તો ભાજપની બી ટીમ છે.નાના નવા પ્રદેશિક પક્ષોને મુખ્ય રાજકીય પક્ષોની બી ટીમ કહીને બદનામ કરાય છે પરંતુ આમ આદમી પાર્ટીને પણ ભાજપની બી ટીમ કહીને ઓળખ આપવામાં આવતી હોવા છતાં તણેે પંજાબ જીતી બચાવ્યું હતું.
અભિનેતા વિજયના પક્ષથી માત્ર ડીએમ કે ડરે છે એવું નથી પરંતુ ભાજપ પણ તેનાથી અંતર રાખે છે સાથે સાથે તે વિજય સાથે ચૂંટણી જોડાણ કરવા પણ હાથ મિલાવવા પણ ભાજપ પ્રયાસ કરી રહ્યું છે. તમિળનાડુમાં સરકાર ટકાવી રાખવી ડીએમકે માટે બહુ આસાન નથી કેમકે અભિનેતા વિજયના નામના વાવાઝોડાનો તે સામનો કરી શકેએમ નથી.








