Get The App

સાચી ભક્તિ .

Updated: Jul 10th, 2024


Google NewsGoogle News
સાચી ભક્તિ                                          . 1 - image


એ ક નગરની બહાર જંગલમાં બે મહાત્મા તપ કરી રહ્યા હતાં. એક ૪૦ વર્ષથી કરતા હતા બીજા ૨ વર્ષથી તપ કરી રહ્યા હતાં. પરમાત્માના દરબારથી એક દેવદૂત દરરોજ કેટલોક સમય તે બંને સાધકોની સાથે પસાર કરતો હતો. પરમાત્માની ચર્ચા ચાલતી. એક દિવસ દેવદૂતે ભગવાન શ્રી વિષ્ણુને કહ્યું : 'ભગવાન કપિલા નગરીની બહાર આપના બે પરમ ભક્ત તપ કરે છે. પ્રભુ બોલ્યા : 'એ બેમાં મારો એક પરમ ભક્ત છે!' બીજો ખાલી તપ કરે છે. એની ભક્તિ ઓછી છે. દેવદૂતે વિચાર્યું કે જે ૪૦ વર્ષથી સાધનારત છે તે પાક્કો પ્રભુનો ભક્ત હશે ! દેવદૂતે કહ્યું હે પ્રભુ ! જે ૪૦ વર્ષથી આપની ભક્તિ કરી રહ્યો છે એ તમારો સાચો ભક્ત છે ? વિષ્ણુ બોલ્યા : ના જે ૨ વર્ષથી તપ કરે છે એ મારો પરમ ભકત : પછી દેવદૂતને કહ્યું કે દેવદૂત મારી વાત પર વિશ્વાસ ના થયો ? દેવદૂતે કહ્યું : ના પ્રભુ એવું નથી પરંતુ મારી તુચ્છ બુદ્ધિ અહી માની રહી છે કે જે વધારે સમયથી આપની ભક્તિ કરે છે તે સારો ભક્ત છે. પ્રભુ શ્રી વિષ્ણુએ કહ્યું આપ કાલે પૃથ્વી પર જજો અને મોડા જજો. અને બંને જણ મોડા આવવાનું કારણ પૂછે તો બતાવજો કે આજે પ્રભુને હાથી ને સોયના નાકામાંથી બહાર કાઢવાનો હતો તે લીલા જોઈ આવ્યો.

બીજા દિવસે દેવદૂત બંને પાસે પહોંચ્યો.  બંને ભક્તોએ મોડા આવવાનું કારણ પૂછયું તો દેવદૂતે કહ્યું : પ્રભુ એ એક લીલા કરી હતી તે જોઇને આવ્યો છું. ભક્તોએ પૂછયું કઇ લીલા પ્રભુ એ કરી ? તો દેવદૂતે કહ્યું પ્રભુ એ કમાલ કરી દીધો હાથીને સોયનાં નાકામાંથી કાઢી લીધો ! આ સાંભળી જે ૪૦ વર્ષથી તપ કરતો હતો તે ભક્ત બોલ્યો : એ કેવી રીતે બની શકે, મારી સામે કાઢીને દેખાડો.દેવદૂત સમજી ગયો કે પ્રભુ જે કહેતા હતા તે સાચુ જ છે. આ ભક્ત નથી જેને વિશ્વાસ નથી. પણ જે બે વર્ષથી તપ ભક્ત કરતો હતો તે ભક્ત બોલ્યો : દેવદૂત ! આમાં કંઇ મોટી વાત છે. પ્રભુ ધારે તો પૂરી પૃથ્વીને સોયના નાકામાંથી કાઢી શકે, હાથીની તો શું વિસાત. દેવદૂતે તે ભક્તને છાતીે લગાડયો. તુ જ સાચો ભક્ત છે.

ભક્ત ને પરમાત્મા પર પૂર્ણ વિશ્વાસ હોવો જોઇએ કે પ્રભુ જે ચાહે તે કરી શકે છે. પરમાત્મા પર પૂર્ણ વિશ્વાસ કરી જે ચાલશે તે જ મંઝિલ પર પહોંચશે.

- ચેતન એસ. ત્રિવેદી

Dharmlok

Google NewsGoogle News