'ગીતા સાર' .
સઘળા ધર્મોનો સાર ગીતા છે, ભગવદ્ ગીતાજીમાં કુલ અઢાર અધ્યાય આવે છે, જેમાં જીવનસાર, જીવનમર્મ સમજાવે છે. ધર્મ, કર્મ અને મર્મ શું હોવો જોઈએ ? માનવજીવનમાં તે શીખવે છે, સંયમિત જીવન, સાદગીપૂર્ણ જીવન, નિરાભિમાની જીવન શૈલીને પ્રાધાન્યતા દાખવીને આદર્શ જીવન બનાવવાનું વિદ્યાન છે, પાપ-પુણ્ય, સત્કર્મ, દુષ્કર્મને સમજવાનું ગીતાજીમાં શીખવા મળે છે, જીવનમાં સારા-નરસાના ભેદ, વાણી, વર્તણૂક થકી, માનવ સુખ દુઃખ ભોગવે છે.
ભગવાન શ્રીકૃષ્ણે કહેલી ગીતા પાર્થ, અર્જુનને જીવનધ્યેય અર્થે સમજાવી છે જે સારા જગતમાં પ્રચલિત છે. શ્રીમદ્ ભગવત ગીતામાં અઢાર અધ્યાયમાં અર્જુન વિષાદયોગ, સાંખ્યયોગ કર્મયોગ, કર્મ બ્રહ્માર્પણ યોગ, કર્મ સંન્યાસ યોગ, આત્મ સંયમયોગ જ્ઞાાન-વિજ્ઞાાન યોગ, અક્ષર બ્રહ્મયોગ, રાજવિદ્યારાજ ગુહયયોગ- વિભૂતિયોગ, વિશ્વરુપદર્શનયોગ, ભક્તિયોગ, ક્ષેત્રક્ષેત્રજ્ઞા યોગ શ્રધ્ધાત્રયાવિભાગયોગ, મોક્ષયોગ, વગેરે અઢાર અધ્યાયને જીવનમાં ફોલોપ કરવા જોઈએ. જીવનસાર ગીતા સાર પ્રમાણે પ્રમાણિત કરી લેવા જોઈએ.
- પરેશ જે.પુરોહિત