mobile_app
For Real Time Updates and Better ExperienceDownload the app Now!
Download the app Now!app_store_icongoogle_play_icon

શ્રીમદ્ ભાગવત - પુરાણસાહિત્યનો મુકુટમણિ

Updated: Jan 3rd, 2024

શ્રીમદ્ ભાગવત - પુરાણસાહિત્યનો મુકુટમણિ 1 - image


શ્રીમદ્ ભાગવત એટલે પરિણતપ્રજ્ઞા મહાકવિ વ્યાસની દિવ્યાદ્ભુત સર્જક પ્રતિભાની ચરમ અને પરમ અભિવ્યક્તિ ભારતવર્ષની પ્રાચીનતમ જ્ઞાન-પરમ્પરાના શીર્ષસ્થ તથા યુગ-પ્રવર્તક આ મહાન કવિએ 'શ્રીમદ ભાગવત' ની રચના કરીને ભારતની વાડ્ંમય વિચારભૂમિને અમરત્વનું પ્રદાન કર્યું. અનેક યુગોના પ્રમુખ આખ્યાનો વણી લઈને યુગાવતાર લોકનાયક ભગવાન શ્રીકૃષ્ણની આદર્શ ચરિત્રગાથાનો ધર્મ-દર્શન-ઈતિહાસ-સંસ્કૃતિ અને જ્ઞાનના મહિમા સાથે સંયોજિત કરીને દાર્શનિક અને સાહિત્યિક ગૌરવપૂર્વક ગ્રન્થનું નિર્માણ કર્યું. શ્રીમદ્ ભાગવત રસમય શૈલીમાં રાસેશ્વર, રસેશ્વર, વ્રજેશ્વર, યોગેશ્વર શ્રીકૃષ્ણની લીલાઓનું ગાન ગાતો, આધ્યાત્મિક શ્રેયસનું માર્ગદર્શન આપતો મુકુટમણિ છે. જેમ નદીઓમાં ગંગા, દેવોમાં અચ્યુત - ભગવાન વિષ્ણુ, ક્ષેત્રો કે તીર્થોમાં કાશી સર્વોત્તમ છે તેમ પુરાણોના સમૂહમાં શ્રીમદ્ ભાગવત સ  'મહાભારત'ના સુવિદિત 'કુરુક્ષેત્ર' યુદ્ધના અંતે દ્રોણપુત્ર અશ્વત્થામાના નીતિવિરુદ્ધ આચરણના પરિણામે યુદ્ધમાં હણાયેલા અભિમન્યુની વિધવા પત્ની ઉત્તરાના ગર્ભમાં રહેલું બાળક મૃત અવસ્થામાં જન્મવાનું હતું. પરંતુ ભગવાન શ્રીકૃષ્ણે પોતાના દિવ્ય વર્ચસ્વ અને ઐશ્વર્યના પ્રભાવ દ્વારા ઉત્તરાના ગર્ભમાં રહેલા ભાવિ સન્તાનની રક્ષા કરી અહીં એક સહજ પ્રશ્ન થાય કે ભગવાને આવું અકલ્પ્ય કાર્ય શા માટે કર્યું ? અર્જુન તેમનો પરમ સખા હતો, અનન્ય ભક્ત હતો. ભગવાને તેના વંશની રક્ષા કરી, કુળ-સાતત્ય જાળવવાનું હતુ. આમ, પાંડવો પરના ભગવાનના અનુગ્રહનું પરિણામ, તે આ અભિમન્યુ-ઉત્તરાનો પુત્ર પરીક્ષિત હસ્તિનાપુરના રાજા પરીક્ષિત ભાગવત પુરાણના શ્રોતા છે.

 ઈશ્વરે પણ તરત જ તેમના પર સુપુત્રની પ્રાપ્તિનો અનુગ્રહ કર્યો. પંરતુ આ કંઈ જેવો તેવો, સામાન્ય કક્ષાનો પુત્ર નહિ, પણ ભગવાન શંકરની કૃપાથી પ્રાપ્ત થયેલ મહર્ષિ શુકદેવજી હતા. શુકદેવજીના ઉપનયન સંસ્કાર ભગવાન શિવે કરેલા આ પ્રસંગે ઈન્દ્રે તેમને કમંડળ તથા કષાય વસ્ત્ર આપેલાં. બૃહસ્પતિએ વેદાદિનું જ્ઞાન આપ્યું. વેદવ્યાસે પોતે પોતાના પુત્રને ઉપનિષદ, ઈતિહાસ, રાજનીતિ તથા મોક્ષાદિ ધર્મ વગેરે શીખવ્યાં. પિતાના માર્ગદર્શન હેઠળ ભણેલા શ્રીમદ્ ભાગવતના જ્ઞાન, દર્શન, તત્વજ્ઞાન, ભક્તિ વગેરેને પરીક્ષિતજીના નિમિત્તથી નૈમિષારણ્ય-તીર્થક્ષેત્રની વિરાટ સભામાં લોકહૃદય સુધી પહોંચાડયા શ્રી શુકદેવજી એટલે સતત નિર્વિકલ્પ સમાધિમાં રહેતા મહાયોગી ગાય દોહવાય એટલો સમય પણ સંસારી ઘરમાં ન રોકાય. सत्यं परं धीमहि (ભાગવતપુરાણ-૧/૧/૧) અર્થાત્ 'અમે સત્યસ્વરૂપ પરમાત્માનું ધ્યાન ધરીએ છીએ.' ના અર્થવિસ્તારમાં આખું વેદાન્તદર્શન સમાઈ શકે તેવા આધ્યાત્મિક સંદેશનો ઉદ્ઘોષ કર્યો.

ભાગવત પુરાણના પ્રથમ સ્કન્ધમાં મૃગયા એટલે કે શિકારાર્થે નીકળેલા રાજા પરીક્ષિતને તક્ષક નાગના દંશથી મૃત્યુ પામવાનો ઋષિપુત્રનો શાપ મળ્યો તે ઘટનાનું નિરૂપણ છે. પરીક્ષિતના હૃદયમાં પૂર્વસિદ્ધ વૈરાગ્ય પ્રકટ થયો. કેવલ ભગવાન શ્રીકૃષ્ણની સેવાને જ શ્રેષ્ઠ ગણી શ્રી ગંગાજીના કિનારે પ્રાયોપવેશન અન્નજલ ત્યાગ નામનું વ્રત લઈને ભગવત્સેવામાં આસન સ્થિર કર્યું. ત્યાં જ સિંહાસનાસીન બત્રીસ લક્ષણોથી યુક્ત શ્રી શુકદેવજી પ્રગટ થયા. (શ્રી શુકદેવજી માટે પ્રયોજાયેલાં બત્રીસ લક્ષણો માટે જુઓ - શ્રીમદ્ ભાગવત પુરાણ - પ્રથમ સ્કન્ધ, ઓગણીસમો અધ્યાય, ૨૫ થી ૨૮ સુધીના શ્લોકો) આ બ્રહ્મજ્ઞા મહાયોગીનું અર્ધ્ય, વંદનથી અર્ચન કરી પરીક્ષિતજીએ પ્રશ્નો પૂછયા - 'આ પૃથ્વીલોકમાં દેહ લઈને આવેલા પુરુષનું આજીવન કયું કર્તવ્ય છે તેમજ સર્વથા જે મૃત્યુના ગળામાંકોળિયો થઈ બેઠેલ છે તેનું શું કર્તવ્ય છે ?' ગુરુપદ ઉપર બેઠેલા શ્રી શુકદેવજીમાં જ્ઞાન, જ્ઞાનકાર્યરૂપા પ્રશાન્તિ, અવ્યગ્રતા અને તીક્ષ્ણ મેધા - એમ ચાર શ્રેષ્ઠતમ ગુણો છે. શ્રી શુકદેવજી મનનશીલ ઋષિ છે. તેમની મેધા-બુદ્ધિ એટલી પ્રખર, કુશાગ્ર છે કે તેઓ શિષ્ય દ્વારા પૂછવામાં આવેલા કઠિનમાં કઠિન પ્રશ્નોનો સરળતાથી તથા સચોટતાથી ઉત્તર આપે છે. 

મહારાજ પરીક્ષિત યોગેશ્વર ભગવાન શ્રીકૃષ્ણની આધ્યાત્મિક લીલાઓનું ધ્યાનપૂર્વક શ્રવણ કરવા માટે અત્યન્ત સુયોગ્ય શિષ્ય-અન્તેવાસી છે, અને શ્રી શુકદેવજી આ લીલાઓનું નિરૂપણ કરવા માટે શ્રેષ્ઠતમ ગુરુ છે. ભાગવતપુરાણમાં ભક્તિમાં શ્રવણ, કીર્તન, સ્મરણ, પાદસેવન, અર્ચન, વંદન, દાસ્ય, સખ્ય તથા આત્મનિવેદન વગેરે નવ પ્રકારો દર્શાવવામાં આવ્યા છે, તેમાંથી 'શ્રવણ' ભક્તિના આચાર્ય પરીક્ષિતજી તથા 'કીર્તન' ભક્તિના આચાર્ય શ્રી શુકદેવજી છે. શ્રીમદ્ ભાગવતના ગંભીર તથા ગહન અર્થોને સરળતાથી સમજી શકાય તેવા બનાવવા માટે પ્રાચીન કાલથી એના ઉપર શ્રીધર સ્વામીની 'ભાવાર્થ દીપિકા' વલ્લભાચાર્યની 'સુબોધિની' સુદર્શન સૂરિની 'શુકપક્ષીયા' તથા અન્ય ટીકા-ગ્રન્થો ઉપલબ્ધ છે. 'પદ્રપુરાણ' માં શ્રીમદ્ ભાગવત પુરાણના માહાત્મય વિશે યથાર્થ જ કહ્યું છે -

रसप्रवाहसंस्थेन श्रीशुकेनेरिता कथा ।

कंठे संबध्यते येन स वैकुन्ढप्रभुर्भवत् ।।

અર્થાત્ રસના પ્રવાહમાં બિરાજમાન શ્રી શુકદેવજીએ કહેલી કથાને જે પોતાના કંઠમાં સ્થાન આપે છે, તે ચિરકાલપર્યન્ત વૈકુંઠનો સ્વામી બને છે.

- ડો.યોગિની એચ.વ્યાસ

Gujarat