આત્માની ઉપેક્ષા .

આજે ચારેતરફ ભૌતિક આકર્ષણ જોવામાં આવે છે. ઇમાનદારી અને ભલમનસાઈ કોઈની સમજમાં આવતી નથી. દરેક ક્ષેત્રમાં આડંબર જોવા મળે છે. સમય ઘણો જ વિકટ છે.
એક વખત એક શેઠના ઘરમાં આગ લાગી ગઈ. શેઠના કહેવાથી નોકરો કીમતી સામાન, ધન, દાગીના, ચીજવસ્તુઓ વગેરે કાઢવા લાગ્યા. બધી ચીજ વસ્તુઓ નીકળી ગયા પછી શેઠને બાળકની યાદ આવી પરંતુ ત્યાં સુધીમાં તો તે બાળક આગમાં દાઝી ગયું હતું. શેઠ પોક મૂકીને રડવા લાગ્યા અને બોલ્યા કે ધનનો અધિકારી તો ચાલ્યો ગયો.
શ્રી રામ શર્મા આચાર્યએ કહ્યું- આ જ રીતે લોકો સાંસારિક સુખોમાં આત્માને ભૂલી જાય છે. આપણે શરીરની સાથે આત્માનું પણ ધ્યાન રાખવું જોઈએ.
જેમ અન્ન આપણા શરીરનું પોષણ કરે છે. તેમ નિઃસ્વાર્થ સેવા આપણાં આત્માનું પોષણ કરે છે.

