માં દુર્ગાદેવીની આરાધનાનું પર્વ... ચૈત્રી નવરાત્રી....

''તત્રૈવ ચ વધિશ્યામિ દુર્ગમાખ્યં મહાસુરમ્ ।
દુર્ગાદેવીતી વિખ્યાતં તન્મેનામ્ ભવિઢયતિ!ા''
નવરાત્રી એટલે માં ની આરાધના પાવન પર્વ વર્ષમાં ચાર નવરાત્રી આવે છે. અષાઢ. આસો. માઘ-ચૈત્ર તેમાં ચૈત્રી નવરાત્રી માં દુર્ગાની ઊપાસનાનું પર્વ ગણાય છે. દુર્ગાશપ્તશતીમાં યોગીની હૃદયતંત્રમાં માં દુર્ગાને સચ્ચિદાનંદ સ્વરૂપી શક્તિરૂપે ઉલ્લેખ કરાયો છે. શક્તિનું અંતર્મુખ શિવ છે જ્યારે શિવનું બહિર્મુખ શક્તિ છે આમ માં દુર્ગાદેવીની ઉપાસના તેનું મહત્વ સમજી કરવામાં આવે તો અદ્ભુત પરિણામ મળે છે.
આ પર્વમાં નવદિવસ સુધી. ઘટસ્થાપના કરી બાજોઠ ઉપર માં દુર્ગાની મુર્તિ સ્થાપી પંચોપચાર દ્વારા વિધિવત્ પુજન કરવામાં આવે તો અવશ્ય ફળ પ્રાપ્ત થાય છે ઝવેરાવાવી - અખંડ જ્યોત રાખી!ા ''ઁ દુર્ગા દેવ્યૈ નમઃ'' અથવા નવાર્ણમંત્રના જપ કરવામાં આવે તો સર્વ પાપનો નાશ થાય છે. ચૈત્રી આઠમ જેને દુર્ગાષ્ટમી કહે છે તે દિવસે નૈવેદ્ય-ફળફળાદી-મહાપ્રસાદ ધરાવી ઉપરના મંત્રથી હોમ પણ થાય છે જેથી ઘરમાં સુખ શાંતિ પ્રાપ્ત થાય છે.
''આવાહનં નજાનામિ નજાનામિ તવાર્ચનમ્!
પુજાં ચૈવ નજાનામિ ક્ષમસ્વપરમેશ્વરી'।।
- પુરાણી મહેન્દ્ર મહારાજ

