શ્રી રામચરિત માનસની સુંદર ચોપાઈઓ

જહાં સુમતિ તહુઁ સંપતિ નાના;
જહાં કુમતિ તહઁ બિપતિ નિદાના.
જ્યાં સદ્બુદ્ધિ છે ત્યાં સમૃદ્ધિ છે અને જ્યાં કુબુદ્ધિ છે ત્યાં દુ:ખોનો કોઈ પાર નથી.
સુર, નર, મુનિ, સબ કૈ યહ રીતિ;
સ્વારથ લાગિ કરહિ સબ પ્રીતી.
દેવો, માણસો, મુનિઓ બધાની એક જ રીત છે - સ્વાર્થ વગર સંબંધ રાખવો નહિ.
હોઈહિ સોઈ જો રામ રચિ રાખા;
કો કરિ તર્ક બઢાવૈ સાખા.
જે રામે ધાર્યું હશે તે જ થશે. નાહકના કુવિચારો કરી જાતે દુ:ખ ના વધારો.
જદ્યપિ જગ દારુન દુ:ખ નાના;
સબ તે કઠિન જાતિ અવમાના.
જગતમાં દુ:ખો તો અનેક છે પણ લોહીનાં સગાં અપમાન કરે તેવું બીજું મોટું દુ:ખ કોઈ નથી.
દૈહિક, દૈવિક, ભૌતિક તાપા;
રામરાજ નહિં, કાહુહિ બ્યાપા.
જે રામભક્ત છે, ત્યાં આધિ, વ્યાધિ, ઉપાધિ છે જ નહિ - સદાય રામરાજ્ય છે.
ભગતિ હીન ગુન સબ સુખ ઐસે;
લવન બિના બહુ બિંજન જૈસે.
મીઠા (નમક) વગર રસોઈ નકામી તેમ ભક્તિ વગર જિંદગી નકામી.
નહિ દરિદ્ર સમ દુ:ખ જગ માહી;
સંત મિલન સમ સુખ જગ નાહીં.
આ જગતમાં ગરીબી જેવું કોઈ દુ:ખ નથી અને સંત સમાગમ જેવું કોઈ સુખ નથી.
સકલ બિઘ્ન બ્યાપહિ નહિ તેહિ;
રામ સુકૃપા બિલોકહિ જેહિ
જેના ઉપર શ્રી રામની કૃપા છે તેને કોઈ વિઘ્ન ક્યારેય નડતું જ નથી.
પી.એમ. પરમાર




