Get The App

મધ્યકાલિન પરંપરામાં અખો

Updated: Jan 31st, 2024

GS TEAM

Google News
Google News
મધ્યકાલિન પરંપરામાં અખો 1 - image


- અખો કહે છે કે, 'આંધળો સસરો અને સરંગટ વહુ; કથા સાંભળવા ચાલ્યા સહુ. કિધું કશું અને સાંભળ્યું કશું; આંખનું કાજળ ગાલે ઘસ્યું.' આ છપ્પાનો ભાવાર્થ એ છે કે, જ્યારે કોઈપણ વ્યક્ત કથામાં જાય તો તેનું તન અને મન બંન્ને કથામાં હોવું જોઈએ. આંધળો સસરો સરંગટ વહુ અર્થાત્ અજ્ઞાની જીવો જેમને કોઈ જ્ઞાન નથી એનું કારણ કે એમનું મન સત્સંગમાં નથી

ઈ શ્વર સુધી પહોંચવા માટે સરળમાં સરળ જો કોઈ માર્ગ હોય તો તે ભ ક્તમાર્ગ છે. મધ્યકાલિન ભ ક્ત પરંપરામાં ઘણાબધાં ભક્તો થઈ ગયાં. મીરાબાઈ, નરસિંહ, ઈત્યાદિ; પણ, મધ્યકાલિન ભ ક્ત પરંપરામાં જ્ઞાનમાર્ગી કોઈ ભક્ત હોય તો એ અખો છે.  

અખાએ પોતાના છપ્પામાં જ્ઞાન પરખ દ્રષ્ટાંતો મુકી સમાજને સાચી દિશા આપી છે. મુળ અમદાવાદમાં આવેલા જેતલપુરનો વતની. સોનાના ઘાટ ઘડવાવાળો. એનું મુળ નામ હતું અક્ષય. એમને ધર્મના બહેન હતાં જેના ઉપર એમને અતુટ વિશ્વાસ હતો. પણ આ બહેનને અખાનો જે વ્યવસાય છે એના ઉપર વિશ્વાસ નહોતો. અખાએ બહેનને આપેલું સોનું, બહેને બીજા વ્ય ક્ત જોડે એનું પરિક્ષણ કરાવ્યું. આ વાત જ્યારે અખાએ જાણી અને જોઈ ત્યારે તેને સંસાર પ્રત્યે વૈરાગ્ય થયો. અખાએ સમજી લીધું કે જે જીવનો જગત સાથેનો જે સંબંધ છે એ જુઠો છે, પરમાત્મા સાથેનો સંબંધ એ સાચો છે. 

અખાને ગોવિંદદાસ નામના ગુરૂ મળ્યા. એ સમયે મધ્યકાલિન ભ ક્ત પરંપરામાં કવિતાનું સ્વરૂપ છપ્પાના સ્વરૂપમાં આવ્યું. મધ્યકાલિન હિન્દી સાહિત્યમાં જેવી રીતે કબીરના દુહા પ્રસિદ્ધ છે એવી જ રીતે ગુજરાતી ભક્ત કવિઓમાં અખાના છપ્પા એ અંધશ્રદ્ધાને દુર કરી સાચી શ્રદ્ધા પ્રગટાવવા વાળા છે. 

કેટલાંક છપ્પા ઉપર આપણે વિચાર કરીએ તો, અખો કહે છે કે, 'આંધળો સસરો અને સરંગટ વહુ; કથા સાંભળવા ચાલ્યા સહુ. કિધું કશું અને સાંભળ્યું કશું; આંખનું કાજળ ગાલે ઘસ્યું.' આ છપ્પાનો ભાવાર્થ એ છે કે, જ્યારે કોઈપણ વ્ય ક્ત કથામાં જાય તો તેનું તન અને મન બંન્ને કથામાં હોવું જોઈએ. આંધળો સસરો સરંગટ વહુ અર્થાત્ અજ્ઞાની જીવો જેમને કોઈ જ્ઞાન નથી એનું કારણ કે એમનું મન સત્સંગમાં નથી. માટે વક્તાએ શું કીધું અને એમણે શું સાંભળ્યું. એ તો એ વ્ય ક્ત સિવાય બીજું કોઈ જાણી ન શકે. અખાનો કહેવાનો ભાવર્થ એ છે કે, કથા સત્સંગ એનાથી જીવનનું દર્શન મળે છે.

બીજો એક છપ્પો સ્મરણ થાય છે કે, 'તિલક કરતાં ત્રેપ્પન ગયાં, જપ-માળાના નાતા ગયા; તિરથ ફરી-ફરી થાક્યાં ચરણ, તોય ન પહોંચ્યા હરિને શરણ.' અખાએ જે છપ્પામાં વાત કરી એ જ વાત શાસ્ત્રોમાં કરેલી છે. વ્ય ક્તની અંદર સત્ય, પવિત્રતા, ક્ષમા, દયા આ બધા ગુણો આવે તો તે વ્ય ક્તએ કોઈ તિર્થમાં જવાની જરૂર નથી. એ વ્ય ક્ત પોતેજ  તિર્થ સ્વરૂપ છે. 

ગુરૂ શિષ્યની પરંપરા ઉપર ભક્ત કવિ અખો વર્ણવે છે કે, 'અંધે અંધ અંધારે મળ્યા, જેમ તલમાં કોદળા ભર્યાં; ન થાય ઘેંસ કે ન થાય ઘાણી, અખો કહે આ વાત વિચારી.' અર્થાત્ ગુરૂ પણ અજ્ઞાની હોય અને શિષ્ય પણ અજ્ઞાની હોય તો બેમાંથી કોઈનું પણ કલ્યાણ ન થાય. અખો કહે છે કે, 'એક વ્ય ક્તને એવી ટેવ, પથ્થર એટલાં પુજે દેવ; તુલસી જોઈ તોડે પાન, પાણી દેખી કરે સ્નાન.' આ છપ્પામાં અખાની નિર્ગુણ ઉપાસના દેખાઈ આવે છે. અખો કહે છે કે, 'ભગવાન માત્ર મંદિરમાં જ નથી પણ ઘટ-ઘટમાં છે. આપણે એને બહાર શોધીએ છીએ પણ એ તો આપણી ભિતર જ છે.' ભિતરમાં જે સ્વરૂપ છે એ ઓળખાઈ જાય તો વ્ય ક્ત બ્રહ્મત્વને પામે. નહિંતો અખો કહે છે કે, 'કથા સુણી-સુણી ફુટયાં કાન, તોય ન આવ્યું બ્રહ્મનું જ્ઞાન.' આવી પરિ સ્થતિનું નિર્માણ થઈ શકે.

આમ, અખાએ પોતાના છપ્પામાં ચાબખાં તો માર્યા છે પણ, ગુરૂ વંદના પણ અખાએ છપ્પાથી કરી છે. તેઓ કહે છે કે, 'સદગુરૂની શોભા શું કહું, મુખે કહ્યું ન જાય; શિવ વિરંચી શારદા, જેનો વેદ રે વિમલયશ ગાય; વ્હાય ગુરૂદેવની આરતી રે, આરતી કરું મારા હરિ ગુરૂ સંત, છોડાવ્યા સરવે ફંદ, ચોર્યાસીના બંધ, વ્હાય ગુરૂદેવની આરતી રે.'

આમ, મધ્યકાલિન ભ ક્ત પરંપરામાં અખાની ઉપાસના એ નિર્ગુણ ઉપાસના છે. એ ઉપાસનાથી તેમણેે એક નવી જ દિશા સમાજને આપી. આજ ભલે અખાનું પાર્થિવ શરીર નથી પણ એમના છપ્પાઓ આજ પણ લોકજીભે રમે છે. મધ્યકાલિન ભ ક્ત પરંપરામાં છપ્પારૂપે અખાનું નામ એ અમર છે..અસ્તુ !.              

- પ્રજ્ઞાચક્ષુ ડો. કૃણાલ જોષી

Tags :