દ્વારકાના 4 દિવસથી લાપત્તા વૃધ્ધની લાશ પાણીમાંથી મળી
- વૃધ્ધ ઘરેથી નીકળ્યા બાદ ગુમ થયા હતા
- મોડર્ન સ્કૂલ પાસે ભરાયેલા વરસાદી પાણીમાં કોહવાઈ ગયેલી હાલતમાં મૃતદેહ બરામત
દ્વારકા, તા. 12 જુલાઈ, 2020, રવિવાર
દ્વારકાના એક વૃધ્ધ ચાર દિવસથી લાપતા થયા હતા. ઘરેથી નિકળી ગયેલા વૃધ્ધની શોધખોળ દરમિયાન વરસાદી પાણીમાંથી તેમનો કોહવાઈ ગયેલી હાલતમાં મૃતદેહ મળી આવ્યો હતો.
દ્વારકામાં આવેલ મોર્ડન સ્કુલ પાસે ભરાયેલ વરસાદી પાણીમાથી એક કહોવાઈ ગયેલ મૃતદેહ તરતો હોવાથી દ્વારકાની રેસ્કયુ ટીમ ઘટના સ્થળે પહોંચી હતી.અને ભરાયેલ વરસાદી પાણીમાંથી મૃતદેહને કાઢી પોલીસને જાણ કરતા પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી. મૃતકની ઓળખની તજવીજ હાથ ધરતા મૃતક રવજીભાઈ ખેતાભાઈ કણજારીયા (ઉ.વ.૭૦) હોવાની ઓળખ થઈ હતી. પોલીસે મૃતદેહને સરકારી હોસ્પિટલે પી એમ માટે ખસેડેલ હતો. પોલીસની તપાસમાં ખુલ્યું હતું કે મૃતક અસ્થિર મગજના હોવાથી ઘરેથી ચારેક દિવસ પહેલા નીકળી ગયા હતા.