દેવભૂમિ દ્વારકા જિલ્લામાં માસ્ક પહેરવા અંગે કડક અમલવારી: 731 આસામીઓ દંડાયા
જામ ખંભાળિયા, તા. 28 એપ્રિલ 2020, મંગળવાર
દેવભૂમિ દ્વારકા જિલ્લામાં કોરોના વાયરસની મહામારીના કારણે જિલ્લામાં ઘરથી બહાર નીકળતા તમામ વ્યક્તિએ માસ્ક પહેરવું ફરજીયાત બનાવવામાં આવ્યું છે. આ બાબતે કસુરવાર થયે આવા આસામીઓ પાસેથી પ્રથમ વખત રૂપિયા 200 દંડ લેવાનું પણ તંત્ર દ્વારા જાહેર થયું છે.
આ દરમિયાન 9 દિવસના સમયગાળામાં દેવભૂમિ દ્વારકા જિલ્લાના ખંભાળિયામાં કુલ ગ્રામ્ય વિસ્તારમાંથી 81 મળી કુલ 282 આસામીઓ સામે તથા ભાણવડમાં ગ્રામ્ય વિસ્તારમાં 84 મળી કુલ 100 સામે તથા દ્વારકા તાલુકામાં ગ્રામ્ય વિસ્તારના 72 મળી કુલ 204 તથા કલ્યાણપુર તાલુકામાં કુલ 148 મળી આ 9 દિવસના સમયગાળામાં 731 વ્યક્તિઓ સામે દંડનીય કાર્યવાહી કરવામાં આવી હતી.
માસ્ક અંગે જિલ્લા તંત્ર દ્વારા કુલ રૂપિયા 1,46,200/- ની રકમનો દંડ વસૂલ કરવામાં આવ્યો છે.