શંખ,ચક્ર,ગદા,પદ્મ સાથે ધનુષ-બાણ ધારણ કરી દ્વારકાધીશ બન્યા શ્રીરામ
- દ્વારકા જગતમંદિરમાં રામનવમી ઉત્સવની બંધ દ્વારે ઉજવણી
દ્વારકા, તા. 02 એપ્રીલ 2020, ગુરુવાર
યાત્રાધામ દ્વારકા શ્રીકૂષ્ણની કર્મભૂમિમાં ભગવાન વિષ્ણુંના જ સ્વરૂપ મર્યાદા પુરૂષોતમ ભગવાન શ્રીરામનો જન્મત્સવ ધાર્મિક રીત-રસમ સાથે ભક્તિમય માહોલમાં પુજારી દ્વારા ઉજવાયો હતો. દ્વારકાધીશ જગતમંદિરમાં રામજન્મને વધાવવા સવારે 10:30 કલાકે દર્શન બંધ કરાયા બાદ 12 વાગ્યાના ટકોરે દર્શન ખુલતા જ શ્રીજીને ધાર્મિક શોડષોપચાર વિધિથી મંત્રોચ્ચાર સાથે અભિષેક સાથે ઠાકોરજીને શંખ,ચક્ર,ગદા,પદ્મ સાથે ધનુષબાણ ધારણ કરતો તેમજ સિલ્કના પિતાંબર અને મુગટ ધારણ કરાવી શ્રીરામ સ્વરૂપનો શુંગાર મનોરથ પુજારી દ્વારા યોજવામાં આવ્યો હતો.
બોપરે 12:00 વાગ્યે શ્રીરામ જન્મના સમયે વિષેશ ઉત્સવ આરતી યોજવામાં આવી હતી. તેમજ પ્રેમભિક્ષુંજી મહારાજ પ્રેરિત અખંડ રામધુંન સંકિર્તન મંદિરે પુજારી દ્વારા શ્રીરામ જન્મ ઉત્સવની ઉજવણી કરાય હતી ઉલ્લેખીયન છેકે સમગ્ર દેશના કોરોના મહામારીને લિધે લોકડાઉન હોવાથી સમ્રગ્ર મંદિરોના દ્વારો બંધ હોય છે ત્યારે આબન્ને મંદિરોના દ્રાર બંધ હોવાથી ભાવિકો દર્શન કરી ન શક્યા હતા માત્ર પુજારી દ્વારા જ બન્ને મંદિરોમાં ભગવાનને લાડ લડાવામાં આવ્યા હતા.