દ્વારકાના જગત મંદિરમાં શ્રીજી સંગ રંગે રમી ભાવિકો ભાવનિભોર
- કૃષ્ણની કર્મભૂમિ દ્વારકા ફુલડોલ પર્વે બની વ્રજભૂમિ
- ફુલડોલ ઉત્સવે વર્ષમાં એક જ વખત બપોરે ખુલ્લા રહેતા મંદિરમાં હૈયે હૈયુ દળાય તેટલી ભીડ ઉમટી
દ્વારકા, તા.11 માર્ચ 2020, બુધવાર
યાત્રાધામ દ્વારકામાં હોળી ફુલડોલ ઉત્સવ પ્રસંગે ભરપુર ઉમંગ- ઉત્સાહ અને વ્રજની હોળી- ફુલડોલ જેવો માહોલ છેલ્લા ચાર દિવસથી જોવા મળ્યો હતો. ભાવિકોનું ધોડાપુર ચાર દિવસમાં ઉમટયું હતું. અંદાજીત ત્રણ સાડા ત્રણ લાખથી વધુ ભાવિકો ધજય રણછોડ માખણચોરધ ના જયધોષ સાથે કાળિયા ઠાકોરના દર્શન કર્યા હતા.ફુલડોલ ઉત્સવે શ્રીજીસંગે રંગે રમી ભાવિકો ભાવવિભોર બન્યા હતા.
ગુજરાત ભરમાંથી દ્વારકામાં ફુલડોલ ઉત્સવ ઉજવાા સેંકડો પદયાત્રીઓએ દિવસો અગાઉ દ્વારકા તરફ પ્રયાણ આરંભ્યું હતું જયારે રેલ્વે તથા બસ અને ખાનગી વાહનો મારફતે પણ લાખો ભાવિકો દ્વારકા દર્શનાથે આવ્યા હતા. દ્વારકાના મુખ્ય પ્રવેશ દ્વાર સમા દ્વારાવતી મોક્ષદ્વારા ઈસ્કોનગેઇટ, કાનદાસબાપું આશ્રમ હાથીગેઇટ, રબારીગેઇટ જેવા શહેર પ્રવેશના મુખ્ય ગેઇટથી યાત્રીકોનો અનાધાર પ્રવાહ જગતમંદિર તરફ ઉમટેલો જોવા મળેલ હતો. ચાર દિવસ સુધી વિવિધ યાત્રાળુંના સંધે દ્વારકામાં રોકાણ કરી ધ્વજા રોહણ કરતા ચારે બાજુ ભકિતમય માહોલ છવાયો હતો. દ્વારકા નગરી કૃષ્ણ ભક્તિના રંગે રંગાઈ ગઈ હતી.
પિચકારીમાં કેસુડાના કેસરી રંગના પાણીએથી ફુલડોલ ઉત્સવ મનાવવાનો ભાવ વ્યકિત કર્યો બાદ શ્રીજીના હાથ-લલાટ રંગ લગાવી તે અબિલ-ગુલાલની પોટલીઓથી ભાવિકોમાં પ્રસાદી સમાન અબીલ-ગુલાલની છોળો ઉડાડયા બાદ મંદિર પરિસરમાં ઉપસ્થિત ભાવિકોએ જય દ્વારકાધીશ જય રણછોડ માખણચોરના જયધોષ સાથે નાચી ઉઠયો હતા. રાસ-ગરબાની રમઝટ સાથે બોપરે ૨ થી ૩ઃ૩૦ વાગ્યા સુધી ફુલડોલ ઉત્સવ મનાવામાં આવ્યો હતો.
જગત મંદિર પરિસરમાં અખિલ ગુલાલની છોળો ઉડી હતી. મંદિર આખું રંગાઈ ગયું હતું. ભાવિકો શ્રીજી સંગે રંગે રમી ભાવવિભોર બન્યા હતા. મંદિરમાં હૈયે હૈયું દબાય તેટલુ ભીડ ઉમટી હતી. ફુલડોલ ઉત્સવે કૃષ્ણની કર્મભૂમિ જાણે વ્રજભૂમિ બની ગઈ હતી. અને વ્રજની હોળી - ફુલડોલ જેવો માહોલ છવાયો હતો.