ખંભાળિયાના ભાડથર ગામે કોરોના પોઝીટીવ આવતાં પ્રતિબંધાત્મક આદેશો જાહેર
ખંભાળિયા, તા. 22 જુન 2020, સોમવાર
ખંભાળિયા તાલુકાના ભાડથર ગામે સુરતથી આવેલા એક દંપતી પૈકી 50 વર્ષીય મહિલાને કોરોના હોવાનું શનિવારે જાહેર થયું હતું. આના અનુસંધાને દેવભૂમિ દ્વારકા જિલ્લા કલેકટર દ્વારા એક જાહેરનામું પ્રસિદ્ધ કરી ગામના વાડી વિસ્તારમાં રહેતા રાજશીભાઈ દેવશીભાઈ કંડોરીયા નામના એક આસામીના ઘરના 9 પરિવારજનો સાથેના રહેણાક વિસ્તારને કન્ટેનમેન્ટ ઝોન જાહેર કરવામાં આવ્યો છે.
જ્યારે વાડી વિસ્તાર નજીકના 35 વ્યક્તિઓની વસ્તી સાથેના કુલ છ ઘરોના વિસ્તારને બફર ઝોન તરીકે જાહેર કરવામાં આવ્યા છે. આ વિસ્તારમાં અવર જવર પર પ્રતિબંધ તથા સમય મર્યાદા વગેરે બાબતે પ્રતિબંધાત્મક આદેશો પણ જારી કરવામાં આવ્યા છે.