Get The App

બેટ દ્વારકાના કોરોના પોઝીટીવ મહિલાએ કરેલી વર્તણૂક અંગે પોલીસએ ફરિયાદ નોંધી

- માસ્ક ઉતારી, જાહેરમાં થુંકતા ગુનો નોંધાયો

Updated: May 4th, 2020

GS TEAM

Google News
Google News
બેટ દ્વારકાના કોરોના પોઝીટીવ મહિલાએ કરેલી વર્તણૂક અંગે પોલીસએ ફરિયાદ નોંધી 1 - image


ખંભાળિયા, તા. 4 મે 2020 સોમવાર

દેવભૂમિ દ્વારકા જિલ્લાના ઓખા મંડળના બેટ વિસ્તારમાં જિલ્લાના સૌ પ્રથમ બે કોરોના કેસ જાહેર થયા છે. ત્યારે આ સ્થળે બેટ દ્વારકાથી હોસ્પિટલ ખાતે લઇ જતા જેટી ઉપર કોરોના પોઝિટિવ મહિલા દ્વારા માસ્ક કાઢી, જાહેરમાં થુંકતા આ મહિલા સામે પોલીસે ફરિયાદ નોંધી છે.

આ સમગ્ર પ્રકરણની પોલીસમાં જાહેર થયેલી વિગત મુજબ દેવભૂમિ દ્વારકાના બેટ વિસ્તારમાં રહેતા ફરજાના અનવર જાડેજા નામના મહિલાને કોરોના વાયરસ રોગ હોવાનું શનિવારે રિપોર્ટમાં જાહેર થયું હતું. આ દરમિયાન રાત્રિના સમયે તેણીને પોલીસ વિભાગ તથા આરોગ્ય વિભાગની ટીમ દ્વારા સાવચેતી સાથે માસ્ક પહેરાવીને હોસ્પિટલ લઈ જવા માટેની કામગીરી હાથ ધરવામાં આવી હતી.

આ મેડિકલ ટીમ ફરજાનાને સારવાર અર્થે લઈ જતી હતી ત્યારે ઓખાની પેસેન્જર પાસે પહોંચતા તેણીએ ફરજ પરના અધિકારીઓ તથા કર્મચારીઓની જિંદગી જોખમાય તેવા આ રોગોનો ચેપ લાગી શકે તે રીતે પોતે પહેરેલ ઉતારીને જાહેરમાં થુંક્યાનું જાહેર થયું છે.

આમ કોરોના વાયરસ વધુ ફેલાય તેવું કૃત્ય કરતાં આ બનાવ અંગે ઓખા મરીન પોલીસ મથકના હેડ કોન્સ.ની ફરિયાદ પરથી પોલીસે ફરજાના અનવર જાડેજા સામે ગુનો નોંધી, ધોરણસર કાર્યવાહી હાથ ધરી છે.

Tags :