દેવભૂમિ દ્વારકા જિલ્લામાં કોરોનાનો નવો એક પણ શંકાસ્પદ કેસ નહીં
- ત્રણ દિવસમાં સુધરી રહેલી પરિસ્થિતિ
જામ ખંભાળિયા, તા. 07 એપ્રીલ 2020, મંગળવાર
દેવભૂમિ દ્વારકા જિલ્લામાં છેલ્લા ત્રણ દિવસ થયા કોરોના સંદર્ભે શંકાસ્પદ એક પણ કેસ આવ્યો નથી. ગત શનિવાર તારીખ 4ના રોજ 219 લોકો હોમ કવોરોન્ટાઈનમાં હતા. જ્યારે આજરોજ મંગળવારે ફક્ત 86 જ રહ્યા છે.
સરકારી કવોરોન્ટાઈન વિભાગમાં છેલ્લા ત્રણ દિવસમાં આ લોકોની સંખ્યા ઘટી ને 27 માંથી 23 થઈ છે. આ જ રીતે બોટ કવોરોન્ટાઈન માં 200 લોકો હતા. જે આજે 118 રહ્યા છે. કોરોના સંદર્ભે આજ સુધીમાં કુલ 442 લોકોના ચૌદ દિવસના ફોલો અપ પૂર્ણ થયા છે.
અત્રે ઉલ્લેખનીય છે કે દેવભૂમિ દ્વારકા જિલ્લામાં આજ સુધીમાં કોરોનાનો એક પણ પોઝીટીવ કેસ આવ્યો નથી. ત્યારે આ પરિસ્થિતિમાં અત્રે રામનગર વિસ્તારમાં કોરોના એક પોઝીટીવ કેસ આવ્યો હોવાની ખોટી અફવા પણ પ્રસરી હતી.