Get The App

દેવભૂમિ દ્વારકા જિલ્લા પંચાયતના નવા સુકાનીઓ: પ્રમુખ તરીકે રાજીબેન મોરી, ઉપપ્રમુખ તરીકે રિધ્ધીબા જાડેજા વરાયા

Updated: Mar 17th, 2021

GS TEAM

Google News
Google News
દેવભૂમિ દ્વારકા જિલ્લા પંચાયતના નવા સુકાનીઓ: પ્રમુખ તરીકે રાજીબેન મોરી, ઉપપ્રમુખ તરીકે રિધ્ધીબા જાડેજા વરાયા 1 - image


જામ ખંભાળિયા, તા. 17 માર્ચ 2021 બુધવાર

દેવભૂમિ દ્વારકા જિલ્લા પંચાયતના નવા પ્રમુખ- ઉપપ્રમુખ પદ માટેની ચૂંટણી આજરોજ બુધવાર એકંદરે શાંતિપૂર્ણ રીતે સંપન્ન થઈ હતી. 22 સભ્યની સંખ્યા ધરાવતી દેવભૂમિ દ્વારકા જિલ્લા પંચાયતમાં બહુમતી 12 સભ્યો ભાજપના હોવાથી અંતિમ ઘડીના કોઈ નોંધપાત્ર સખડ- ડખડ વગર ભાજપના આગામી અઢી વર્ષના નવા સુકાનીને ઉપ-પ્રમુખ તરીકે ચૂંટવામાં આવ્યા છે.

દેવભૂમિ દ્વારકા જિલ્લા પંચાયતના નવા પ્રમુખ- ઉપપ્રમુખ પદ માટેની ચૂંટણી આજરોજ સવારે 11 વાગ્યે દેવભૂમિ દ્વારકા જિલ્લા પંચાયત કચેરી ખાતે યોજાઇ હતી.આ ચૂંટણીમાં નવા વરાયેલા તમામ 22 સભ્યો ઉપસ્થિત રહ્યા હતા.

ચૂંટણી પૂર્વે બન્ને રાષ્ટ્રીય પક્ષો દ્વારા પોતાના આગામી ઉમેદવારો અંગેના ફોર્મ રજૂ કરવામાં આવ્યા હતા. જેમાં જિલ્લા પંચાયતની આગામી બેઠક અનુસૂચિત જનજાતિ મહિલા અનામત હોવાથી અને તાજેતરની ચૂંટણીમાં એકમાત્ર ઉમેદવાર એવા ભાણવડની સણખલા બેઠક ઉપર વિજેતા બનેલા ભાજપના રાજીબેન વીરાભાઈ મોરી બિન હરીફ પ્રમુખ બની રહ્યા હતા. 

આ સાથે ગઈકાલે ભાજપ તરફે તત્કાલીન પ્રમુખ પી.એસ. જાડેજાના પુત્રવધુ અને વર્તમાન સમસ્યા રિદ્ધિબા શક્તિસિંહ જાડેજાનું નામ ઉપપ્રમુખ તરીકે રજૂ કરવામાં આવ્યું હતું. જ્યારે કોંગ્રેસ તરફે વેજીબેન એભાભાઈ કરમુરનું ફોર્મ આવ્યું હતું. આજની આ ચૂંટણીમાં બહુમતી મેળવી ભાજપના રિદ્ધિબા શક્તિસિંહ જાડેજાને ઉપપ્રમુખ તરીકે જાહેર કરવામાં આવ્યા હતા.

આમ, એકંદરે શાંતિપૂર્ણ તથા કોઈ પણ વિવાદ વગર સંપન્ન થઈ ગયેલી આ સમગ્ર ચૂંટણી કાર્યવાહીની વિડીયોગ્રાફી તથા ફોટોગ્રાફી પણ કરવામાં આવી હતી.

Tags :