Get The App

ઓગસ્ટથી રાંધણ ગેસનું સીલિન્ડર મેળવવું અઘરૂં

- રજિસ્ટર્ડ મોબાઇલ નંબરથી જ ઓનલાઇન બુકિંગ

- ડીએસી કોડ ડિલિવરીમેનને આપવો ફરજિયાત

Updated: Jul 27th, 2020

GS TEAM

Google News
Google News
ઓગસ્ટથી રાંધણ ગેસનું સીલિન્ડર મેળવવું અઘરૂં 1 - image


પહેલી તારીખથી નવા નિયમો

સલાયા, તા. 27 જુલાઈ, 2020, સોમવાર

ઓગસ્ટ ૧થી આઇઓસી દ્વારા ગેસ સિલિન્ડર બુકિંગ કરાવવા તથા ડિલિવરી મેળવવાના નિયમોમાં ધરમૂળથી ફેરફાર કરાયા હોવાથી હવે સમસ્ત ભારતની સાથે સલાયા શહેર અને સૌરાષ્ટ્રમાં પણ વસવાટ કરતા અભણ, અલ્પશિક્ષિતો, ગરીબો અને પછાત ગ્રામ્ય લોકોને સિલિન્ડર મેળવવાનું માથાના દુખાવારૂપ બની રહેશે. 

નવા નિયમો મુજબ દરેક ગ્રાહકે પોતાના રજિસ્ટર્ડ મોબાઇલ નંબરમાંથી જ માત્ર ઓનલાઇન રિફિલ બુક કરાવી શકશે. ગ્રાહક રજિસ્ટર્ડ નંબર બદલાવી શકશે નહીં. નોંધાવ્યાના ૪૮ કલાકમાં સિલિન્ડર ઘરે આવે ત્યારે ગ્રાહકે પોતાના જે મોબાઇલ નંબરથી સિલિન્ડર નોંધાવ્યું એમાં આવેલા ડીએસી કોડ ડિલિવરી મેનને આપવો ફરજિયાત બનશે. ડિલિવરીમેને પણ ફરજિયાત સ્માર્ટ ફોન રાખવો પડશે. 

એક બાજુ ગેસ કંપનીઓએ કોઈ જાહેરાત કર્યા વિના છેલ્લા ૩ માસથી સબસિડી આપવાનું બંધ કર્યું છે. ત્યારે સિલિન્ડર મેળવવામાં પણ દાખલ કરવામાં આવેલા અટપટા નિયમોથી સામાન્ય વર્ગને તકલીફ પડે એવું લાગી રહ્યું છે.

Tags :