દ્વારકા,તા. 25 નવેમ્બર 2019, સોમવાર
દ્વારકાના વિરમેશ્વર નગરમાં બાતમીના આધારે પોલીસે દરોડો પાડી દ્વારકાધીશ મંદિરન પુજારી સહિત ૬ શખ્સોને જુગાર રમતા ઝડપી લઈ ૫૨ હ જાર રોકડા સહિતની મત્તા કબ્જે કરી હતી.
દ્વારકાના વિરમેશ્વરનગરમાં મકાનના ત્રીજા માળે સંજય રમેશચંદ્ર ભાડે મકાન રાખી જુગાર રમાડતો હોવાની બાતમીના આધારે દ્વારકા પોલીસે રાત્રીના દરોડો પાડયો હતો.
ત્યાં જુગાર રમતા દ્વારકાધીશ મંદિરના પુજારી અને દ્વારકા પાલિકાનાં સદસ્ય જયેશ કિશોરભાઈ ઠાક્કર ઉપરાંત સંજય રમેશચંદ્ર, રમેશ નાગજીભાઈ ચૌહાણ, જયસુખ ઉર્ફે ધમો વિઠ્ઠલદાસ દાસાણી, કેતન મહેન્દ્રભાઈ વ્યાસ તથા નરેન્દ્ર વૃજલાલ વાયડાને ૫૨ હજાર રોકડા સહિતની મત્તા સાથે ઝડપી આગળની કાર્યવાહી હ ાથ ધરી છે.


