Get The App

ખંભાળિયાપાસે રૂા.16.72 લાખનો વિદેશી દારૂ પકડાયો

- દેવભૂમિ દ્વારકામાં છેક રાજસ્થાનથી ઘૂસી આવ્યો શરાબનો જંગી જથ્થો

- રાજસ્થાની ક્લીનર ઝડપાયો, ડ્રાઈવર તથા પાયલોટિંગ કરનાર બાઈક ચાલક ફરાર

Updated: Jun 27th, 2020

GS TEAM

Google News
Google News
ખંભાળિયાપાસે રૂા.16.72 લાખનો વિદેશી દારૂ પકડાયો 1 - image


વાહનનંબરો આધારે બૂટલેગરોની શોધખોળ

ખંભાળિયા, તા. ૨૭ જૂન, ૨૦૨૦, શનિવાર-

ખંભાળિયા પાસે જામનગર હાઈવે પર ગત મોડી રાત્રીના સમયે એલસીબીના સ્ટાફે પેટ્રોલીંગ દરમ્યાન પસાર થતા સિમેન્ટના એક વાહનને પોલીસે અટકાવી ચેકિંગ કરતા તેમાંથી રૂ.૧૬.૭૨ લાખની કિંમતનો ૪૬૦ પેટી વિદેશી દારૂનો જથ્થો મળી આવ્યો હતો. આથી પોલીસે કુલ રૂપિયા ૨૮.૭૩ લાખના મુદ્દામાલ સાથે રાજસ્થાની શખ્સને દબોચી લીધો હતો. આ કાર્યવાહી દરમિયાન ટેન્કર ચાલક તથા પાયલોટીંગ કરનાર બાઈક ચાલક નાસી છૂટ્યા હતા.

જામનગર તરફથી ખંભાળિયા બાજુ આવી રહેલા અને હાઈ બોન્ડ સિમેન્ટના ટેન્કરને પોલીસ સ્ટાફે થોભવા માટે કહેતા ટેન્કર ચાલક વાહન ઊભું રાખવાને બદલે જામનગર તરફ હંકારી ગયો હતો. પરંતુ આગળ જલિયાણ પેટ્રોલ પંપ પાસે વોચમાં રહેલા સ્ટાફે આ ટેન્કરને રોકી કીધું હતું. ચાલક રાજસ્થાન રાજ્યના ઝાલોર જિલ્લાના સાચોર ગામનો માંગીલાલ તેજારામ બીશ્નોઈ અંધારામાં નાસી છૂટ્યો હતો. રાજસ્થાન રાજ્યના બાડમેર જિલ્લાના શેડવા તાલુકાના ભેદુરી ગામનો રહીશ ક્લીનર  દિનેશ ભાગીરથરામ બીશ્નોઈ (૨૪)  ઝડપાઈ ગયો હતો. પોલીસે આ ટેન્કરનું ચેકિંગ કરતા મોટા પ્રમાણમાં વિદેશી દારૂની જુદી-જુદી બ્રાન્ડની ૫૫૨૦ બોટલો મળી આવી હતી. 

ટેન્કરને પાયલોટિંગ કરવા માટે આગળની તરફથી એક મોટરસાયકલ ચાલક જઈ રહ્યો હતો. પરંતુ પોલીસ કાર્યવાહી દરમિયાન એ પણ નાસી છૂટયો હતો. દારૂનો આ વિશાળ જથ્થો રાજસ્થાનથી ગોધરા, અમદાવાદ, ધ્રાંગધ્રા તથા મોરબી માર્ગે થઈ દેવભૂમિ દ્વારકા જિલ્લામાં પ્રવેશ્યો હતો. દારૂનો જંગી જથ્થો મંગાવનારનું નામ હજુ ખુલ્યુ નથી. પરંતુ પાયલોટિંગ કરનાર બાઈકચાલક અથવા ટેન્કરના ચાલક ઝડપાઈ ગયા બાદ તેનું નામ ખૂલશે તેવી શક્યતા હોવાનું પોલીસ સૂત્રોએ જણાવ્યું હતું.

Tags :