Get The App

માનસિક અસ્થિર પત્નીનાં હાથે નિંદ્રાધીન પતિની ઘાતકી હત્યા

- દ્વારકાનાં હમુસર ગામનો ચકચારી બનાવ

- ફળીયામાં ખાટલા પર સુતેલા પતિને માથામાં દસ્તાનાં ત્રણેક ઘા ઝીંકીને ખૂન કરનાર પત્નીની ધરપકડઃ સંતાનો નોંધારા

Updated: Apr 7th, 2020

GS TEAM

Google News
Google News
માનસિક અસ્થિર પત્નીનાં હાથે નિંદ્રાધીન પતિની ઘાતકી હત્યા 1 - image


દ્વારકા, ખંભાળિયા, તા. 07 એપ્રિલ 2020, મંગળવાર

દ્વારકા તાલુકા ના હમુસર ગામે એક માનસિક બીમાર પત્નીએ દસ્તાનાં ઘા ઝીંકીને પોતાના જ પતિની હત્યા કરતા ગરીબ પરિવારનો માળો વિખેરાઇ ગયો છે અને એક દીકરા દીકરીએ છત્રછાયા ગુમાવી છે.

દ્વારકા તાલુકાના હમુસર ગામે સીમ વિસ્તારમાં એક ગરીબ પરિવાર નો ૩૮ વર્ષીય મોભી  ટપુભા દેવાણંદ હાથલ  વર્ષોથી તેની પત્ની રૂપીબેન ટપુભા હાથલ અને ૧૪ વર્ષીય પુત્ર અને ૧૨ વર્ષીય પુત્રી સાથે રહેતો હતો. ખૂબ ગરીબ પરિવારમાં છેલ્લા ૭ વર્ષથી પત્ની રૂપીબેનની માનસિક અસ્થિર હોઈ જામનગરની હોસ્પિટલ ખાતે દવા ચાલુ હતી એક તરફ ગરીબી અને બીજી તરફ પોતાની પત્નીની સારવાર માટે મહેનત કરતા ટપુભા પરિવાર માટે સાચા અર્થમાં પાલનહાર હતા.  પરંતુ જે પત્ની માટે તેઓ આટલી સંઘર્ષ ભરી જિંદગી વ્યતીત કરતા હતા, તેમને ખ્યાલ પણ નહોતો કે, તેમની પત્ની જ ગાઢ નિંદ્રામાં તેમને મોતને ઘાટ ઉતારી દેશે.

માનસિક અસ્થિર પત્નીએ  વહેલી સવારના ૫ વાગે  ફળિયામાં ખાટલા પર સુતેલા પોતાના પતિ ટપુભા હાથલને માથે દસ્તાનાં ઘા ઝીંકયા કે ઊંઘમાં જ ટપુભા હાથલનું મોત નિપજ્યું હતું. અંતે સમગ્ર જિલ્લામાં ચકચાર મચાવનાર આ કિસ્સામાં પોલીસે તાત્કાલિક ઘટના સ્થળે જઈ તપાસ આરંભીને હત્યા કરનાર માનસિક અસ્થિર  પત્ની રૂપીબેન ને ઝડપીને આગળની કાર્યવાહી હાથ ધરી હતી અને લાશને દ્વારકા હોસ્પિટલ ખાતે ખસેડી પી.એમ. કરાવ્યું હતું. 

સમગ્ર આ ઘટનામાં હત્યાને અંજામ આપનાર માનસિક અસ્થિર મહિલાએ પોતાના પતિને મોતને ઘાટ ઉતારી પોતાના પરથી પતિનો છાયો, તો હટાવી દીધો સાથે સાથે પોતાના ૧૪ વર્ષના પુત્ર અને ૧૨ વર્ષની પુત્રીને પણ પિતાની છત્રછાયાથી દૂર કરી દીધા હતા. એક તરફ ગરીબી તો બીજી તરફ આ ગરીબ પરિવારનો માળો વિખેરાઇ જતા સમાજમાં પણ દુઃખની લાગણી વ્યાપી છે. 

મૃતક ટપુભા હાથલ ખાનગી કંપનીમાં મજૂરી કામ કરી પોતાના ગરીબ પરિવારનું ગુજરાન ચલાવતા હતા. ઘરના મોભીનાં જવાથી હાલ તો બંને પુત્ર પુત્રી એ પોતાના પિતાની છત્રછાયા ગુમાવી છે તો માનસિક અસ્થિર રૂપીબેન પણ પોતાના પતિ વિના  કેમ જીવન વ્યતીત કરશે એ પણ  એક કઠિન સવાલ છે.

Tags :