જગત મંદિરે દર્શન કરી બંગાળના 90 યાત્રિકો વતન જવા રવાના
- છેલ્લાં બે દિવસથી વતન પરત જઇ રહેલા યાત્રિકોને દ્વારકાધીશજી મંદિરે દર્શન કરવા જવા દેવા સ્થાનિક તંત્ર દ્વારા અપાઈ છુટ
- લોકડાઉનને લીધે દ્વારકામાં ફસાઇ ગયા હતા
દ્વારકા, તા. 22 મે, 2020, શુક્રવાર
સમગ્ર દેશમાં કોરોના મહામારી થી લોકડાઉન થતા હજુ તમામ મંદિરો દર્સનમાટે બંધ છે. ત્યારે દ્વારકામાં દ્વારકાધીશ જગતમંદિરે છેલ્લા બે દિવસથી દ્વારકામાં લોકડાઉમાં ફસાયેલ અને હવે વતન પરત જઇ રહેલા યાત્રિકોને દર્શન કરવા જવા દેવાની સ્થાનિક તંત્ર દ્વારા છુટ આપવામાં આવી છે. આજે બંગાળના ૯૦ યાત્રિકો જગત મંદિરે દર્શન કરી વતન જવા રવાના થયા હતા.
સમગ્ર દેશમાં સરકાર દ્રારા લોક ડાઉન જાહેર કરતા દ્વારકામાં એક સાથે બંગાળના ૯૦ જેટલા યાત્રિકોદ્વારકાધીશના દર્શન કરવા આવેલ એ ફસાઇ ગયેલ હતા. અને લોક ડાઉનમાં મંદિરોના દ્વારો બંધ થય ગયેલ ત્યારે દ્વારકામાં દ્વારકાધીશ મંદિરે યાત્રિકોને દર્શન પણ થઇ શક્યા ન હતા. તમામ યાત્રિકોને પોતાના વતન જવા તંત્ર દ્રારા મંજૂરી મળતા સ્થાનિક એસ ડી એમ દ્રારા તમામ યાત્રિકોને દ્વારકાધીશના દર્શન કરવા જવા માટેની મંજૂરી આપી હતી યાત્રિકો દ્વારકાધીશના દર્શન કરી ધન્યતા અનુભવી દ્વારકાથી જામનગર બસ મારફત રવાના થયા હતા. જામનગરથી પોતાના વતન ટ્રેન દ્વારા રવાના થશે.
ઉલ્લેખીયન છેકે દ્વારકામાં લોકડાઉનમાં ફસાયેલ મોટા ભાગના યાત્રિકોને પોતાના વતન દ્વારકાધીશના દર્શન કર્યા વિના પરત ફર્યા હતા. ત્યારે દ્વારકામાં ફસાયેલા છેલ્લા છેલ્લા યાત્રિકોને દર્શનનો લ્હાવો મળી રહ્યો છે. ગઇકાલે ૮૦ જેટલા બિહારના યાત્રિકોએ દ્વારકાધીશના દર્શન કર્યા હતા. અને આજે બંગાળના ૯૦ યાત્રિકોને દ્વારકાધીશના દર્શન કરવાનો લ્હાવો મળ્યો હતો.