દેવભૂમિ દ્વારકા જિલ્લામાં ચાર સ્થળે દરોડા: જાહેરનામાનો ભંગ કરી જુગાર રમતા પંદર શખ્સો ઝડપાયા
જામ ખંભાળિયા, તા. 07 એપ્રીલ 2020, મંગળવાર
દેવભૂમિ દ્વારકા જિલ્લામાં આણીયારી ગામની સીમમાં જાહેરમાં જુગાર રમી રહેલા ધરમશી વિસા પરમાર, કરસન ગદવા પરમાર, હાજા રાજા પરમાર અને રમેશ પેથા પરમાર નામના ચાર શખ્સોને તથા આજ વિસ્તારમાં અન્ય એક દરોડામાં બીજલ રામા પરમાર, દેવશી વીસા પરમાર, કારૂભાઈ નાનજીભાઈ ઠાકર અને સોમજી મેઘજીભાઈ જોશી નામના ચાર શખ્સોને ઝડપી લીધા હતા.
આ ઉપરાંત મીઠાપુર તાબેના દેવપરા ગામેથી નંઢાભા બાલુભા હાથલ, સામાતભા રાયમલભા માણેક, વાલાભા બાબુભા હાથલ, ગાભુભા ટપુભા નામના ચાર શખ્સોને પોલીસે જુગાર રમતા ઝડપી લીધા હતા. જ્યારે આરંભડા ગામેથી મેરૂભા પેથાભા, જગાભા ડોસાભા અને રાજમલભા કાળુભા નામના શખ્સોને જુગાર રમતા ઝડપી લીધા હતા.