સુરત, તા. 24 જુલાઈ 2020, શુક્રવાર
પોલીસ સુત્રો પાસેથી મળેલી વિગત મુજબ, સરથાણા ખાતે લસકાણા રોડ પર ક્રિસ્ટલ હોસ્પિટલ પાસે રોડ પર ગત તારીખ 22મી રાત્રે 40 વર્ષીય એક અજાણ્યો પુરુષ પસાર થતો હતો ત્યારે તેને બીઆરટીએસ બસના ચાલકે અડફેટે લીધા હતા.
જેમાં તેને ગંભીર ઈજા થતા કમકમાટી ભર્યું મોત નીપજયું હતું. આ અંગે સરથાણા પોલીસે તપાસ હાથ ધરી છે.


