app-icon
For Real Time Updates and Better ExperienceDownload the app Now!
Download the app Now!app{play}
FOLLOW US

વિશ્વ ટેલિવિઝન દિવસ : સુરતના યુવક પાસે નાના પોકેટ ટીવી થી લઈને મોટા ટેલિવિઝનનો એન્ટિક સંગ્રહ

Updated: Nov 21st, 2023

સુરત,તા.21 નવેમ્બર 2023,મંગળવાર

21 નવેમ્બર એટલે વિશ્વ ટેલિવિઝન દિવસ. ટેલિવિઝનનું મહત્વ એટલા માટે છે કે તે લોકોને અસર કરતી વિવિધ સમસ્યાઓ રજૂ કરે છે. દ્રશ્ય અને શ્રાવ્ય માધ્યમ દ્વારા લોકો વિશ્વમાં થતી ઘટનાઓ  ટેલિવિઝન પર નિહાળે છે. આજે ટેલિવિઝનના રૂપરંગ જરૂર બદલાયા છે પરંતુ તેનું મહત્વ યથાવત રહ્યું છે. સુરતના એક યુવકે ટેલિવિઝનની નાની પોકેટ ટીવી થી લઈને મોટા ટીવીનો સંગ્રહ કર્યો છે. બ્લેક એન્ડ વ્હાઈટ ટીવી થી લઈને રંગીન ટેલિવિઝન સુધીની ટીવીની સફર તેમણે એન્ટિક તરીકે સંગ્રહી છે.

ટેલિવિઝનએ લોકોના જીવન પર ઘણી અસર કરે છે અને તે માટે જ યુએન દ્વારા વિશ્વ ટેલિવિઝન દિવસની શરૂઆત કરવામાં આવી પહેલાના સમયમાં લાકડાના ડબ્બામાં ટેલિવિઝન આવતા હતા અને ત્યારબાદ તેનું નવીનીકરણ થઈને થ્રી ઇન વન ટેલિવિઝન બનાવવામાં આવ્યા, એટલે કે ટેલિવિઝનમાં જ રેડિયો, કેસેટ પ્લેયર અને ટીવી આ ત્રણે વસ્તુ આવી જતી હતી, ત્યારબાદ પોકેટ ટેલિવિઝન પણ આવ્યા. સુરતના એક યુવકે આવા જૂના જમાનાના અલગ અલગ ટેલિવિઝનનો સંગ્રહ કર્યો છે જેમાં પોકેટ ટેલિવિઝન થી લઈને લાકડાના ડબ્બામાં થ્રી ઇન વન ટેલિવિઝનનો સમાવેશ થાય છે.

આ અંગે ધવલભાઈએ કહ્યું કે તેમની પાસે સૌથી પહેલા આવેલા બ્લેક એન્ડ વાઈટ ટેલિવિઝન કે જે લાકડાની કેબીનમાં આવતા હતા તે છે, ત્યારબાદ થ્રી ઇન વન નેશનલ કંપનીના 1960 માં આવેલ ટીવી, કલકત્તાના લિમિટેડ એડિશનના ટેલિવિઝન, જેવિસી કંપનીના થ્રી ઈન વન ટીવી, સોનીના 1982 માં આવેલ કોમ્પેક્ટ ટીવી કે જે પોકેટમાં લઈને તમે કશે પણ જોઈ શકો છો, એવા ટીવીનો સંગ્રહ મારી પાસે છે. આ તમામ ટીવીમાં બોમ્બે, રાજસ્થાન, કલકત્તા અને અન્ય રાજ્યોમાંથી કલેક્ટ કર્યા છે જેમાના મોટાભાગના ટીવી આજની તારીખમાં પણ ચાલુ છે. ટેલિવિઝનના રૂપ રંગ જરૂર બદલાય છે પરંતુ આજે પણ તેનું મહત્વ યથાવત રહયું છે.

Gujarat