Get The App

સુરત: અજાણ્યા બદમાશોએ બે મિત્રોને ચપ્પુ મારી મોબાઈલની લૂંટ કરી

Updated: Jun 11th, 2021

GS TEAM

Google News
Google News
સુરત: અજાણ્યા બદમાશોએ બે મિત્રોને ચપ્પુ મારી મોબાઈલની લૂંટ કરી 1 - image

સુરત,તા.11 જુન 2021,શુક્રવાર

કડોદરામાં રહેતા બે મિત્રો ઉપર ગત રાત્રે પાંચથી છ અજાણયા બદમાશોએ હુમલો કરી મોબાઈલ છીનવાની કોશિશ કરી હતી અને બંનેને ચપ્પુ મારી એક પાસેથી મોબાઈલ છીનવીને ભાગી છૂટ્યા હતા. જયારે એકના પેટના ભાગે ગંભીર ઈજા થતા સારવાર માટે તાત્કાલિક સારવાર માટે નવી સિવિલ હોસ્પિટલમાં ખસેડાયો હતો.

નવી સિવિલ હોસ્પિટલના સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ કડોદરા ખાતે આવેલ સત્યમ પાર્કમાં રહેતો 19 વર્ષીય બ્રિજેશ સુખા સીંગ ગઈ કાલે રાત્રે કડોદરાના સોની પાર્કમાં અજાણયા બદમાશોએ મારમારી તેના પેટના ભાગે ચપ્પુ મારી ગંભીર ઈજા પહોંચાડી ભાગી ગયા હતા. લોહીલુહાણ હાલતમાં તેને સારવાર માટે નવી સિવિલ હોસ્પિટલમાં દાખલ કર્યો છે. તેને જણાવ્યું હતું કે ગઈ કાલે મિત્ર વિનોદ બિંદ સાથે  ફરવા માટે નીકળ્યો હતો હતો ત્યારે પાંચ-છ અજાણયા ઈસમો તેમની નજીકમાં આવી ગયા હતા અને બંને પાસેથી મોબાઈલ છીનવાની કોશિશ કરતા હતા ત્યારે તેને પ્રતિકાર કર્યો હતો ત્યારે બદમાશોએ વિનોદની જાંગના ભાગે ચપ્પુ મારી તેનો મોબાઈલ ઝૂટવી લીધો હતો અને તેના પેટના ભાગે ચપ્પુના ઘા મારી ભાગી ગયા હતા. એવા આક્ષેપો કર્યા હતા.

Tags :