Get The App

સુરતની સીમાડા ચેક પોસ્ટ પરથી બે નેપાળી યુવાન 8.700 કિલોગ્રામ ચરસ સાથે ઝડપાયા

Updated: Jan 8th, 2024

GS TEAM


Google News
Google News
સુરતની સીમાડા ચેક પોસ્ટ પરથી બે નેપાળી યુવાન 8.700 કિલોગ્રામ ચરસ સાથે ઝડપાયા 1 - image


સારોલી પોલીસે રૂ.11.19 લાખનો મુદ્દામાલ કબજે કર્યો 

સુરત,તા.8 જાન્યુઆરી 2024,સોમવાર 

સુરતની સીમાડા ચેક પોસ્ટ પરથી સારોલી પોલીસે ગતરાત્રે 8.700 કિલોગ્રામ ચરસના જથ્થા સાથે બે નેપાળી યુવાનોને ઝડપી પાડી તેમની પાસેથી કુલ રૂ.11.19 લાખનો મુદ્દામાલ કબજે કરી પુછપરછ હાથ ધરી છે.

પોલીસ સૂત્રો દ્વારા પ્રાપ્ત થતી વિગતો મુજબ સારોલી પોલીસે મળેલી બાતમીના આધારે ગતરાત્રે સીમાડા ચેક પોસ્ટ પરથી બે નેપાળી યુવાનો પાસેથી 8.700 કિલોગ્રામ ચરસનો જથ્થો કબજે કર્યો હતો. પોલીસે તેમની પાસેથી કુલ રૂ.11.19 લાખનો મુદ્દામાલ કબ્જે કરી પુછપરછ હાથ ધરતા તેઓ નેપાળથી ચરસનો જથ્થો લાવ્યા હોવાનું જાણવા મળ્યું છે. તેઓ સુરતમાં આ જથ્થો કોને આપવાના હતા તે અંગે હાલ પોલીસ બંનેની પુછપરછ કરી રહી છે.

Tags :