Gujarat

સુરત: બી.એ સેમેસ્ટરના પરિણામમાં 50 માંથી 60, 75 માર્કસ આવ્યા

By GS Team
6 Dec 20211 min read
This article was originally published on 6 Dec 2021
સુરત: બી.એ સેમેસ્ટરના પરિણામમાં 50 માંથી 60, 75 માર્કસ આવ્યા

સુરત, તા. 06 ડિસેમ્બર 2021 સોમવાર

પરીક્ષાના પરિણામને લઇને ઘણીવાર મજાક-મજાકમાં વિદ્યાથીઓ કહેતા હોય છે કે મારા 50 માંથી 75 માર્ક્સ આવ્યા 60 માર્કસ આવ્યા પરંતુ વિદ્યાર્થીઓની આ મજાક નર્મદ યુનિવર્સિટી ના સોફ્ટવેર ચમત્કાર કરી બતાવ્યો છે. 

વાત એમ છે કે નર્મદ યુનિવર્સિટી ઓનલાઈન પરીક્ષા લઈ રહી છે અને પરિણામ પણ પાંચ છ કલાકમાં જાહેર કરી દે છે. આખા ગુજરાતની તમામ યુનિવર્સિટી માં ફકત નર્મદ યુનિવર્સિટી એ જ આ કમાલ કરી બતાવી છે પરંતુ સોફટવેરની ભૂલ ના કારણે પરિણામની વિશ્વસનીયતા પર સવાલો ઉઠી રહ્યા છે. 

આજે બી.એ સેમેસ્ટર 3 નું પરિણામ જાહેર કરાયું હતું. આ પરીક્ષા ઓનલાઈન લેવાઈ હતી અને 50 માર્કસની હતી પરંતુ આજે જ્યારે પરિણામ જાહેર થયું ત્યારે વિદ્યાર્થીઓના આશ્ચર્ય વચ્ચે કેટલાક વિદ્યાર્થીઓના 50 માંથી 75, 60, 62 માર્કસ આવ્યા હતા.

સોફ્ટવેરની ભૂલના કારણે વિદ્યાથીઓએ માર્કસને લઈને પ્રશ્નો ઉઠાવ્યા છે કે આવી ભૂલો બીજામાં નહિ થઈ હોય તેની શું ખાતરી? આગામી દિવસોમાં રજૂઆત થનાર છે.