Get The App

કેન્દ્ર સરકારની આરોગ્ય ટીમે સુરતની સ્થિતિ અંગે સમીક્ષા શરૂ કરી

Updated: Jul 17th, 2020

GS TEAM

Google News
Google News
કેન્દ્ર સરકારની આરોગ્ય ટીમે સુરતની સ્થિતિ અંગે સમીક્ષા શરૂ કરી 1 - image


સુરત, તા. 17 જુલાઈ 2020 શુક્રવાર

સુરતમાં કોરોનાની વકરતી જતી સ્થિતિને ધ્યાનમાં રાખીને કેન્દ્ર સરકારની આરોગ્યની ટીમ આજે સુરતની મુલાકાતે આવી છે. ગઈકાલે સ્થાનિક અધિકારીઓ સાથે ચર્ચા કર્યા બાદ આજે સુરત સિવિલ હોસ્પિટલ અને અસરગ્રસ્ત વિસ્તારની મુલાકાત શરૂ કરી છે.

સુરતમાં કોરોનાના કારણે 400થી વધુ મૃત્યુ થવા ઉપરાંત પોઝિટિવ કેસ 7900 ઉપર થઈ ગયા છે. સુરતની સ્થિતિ ગંભીર બનતા કેન્દ્રના આરોગ્ય વિભાગના ઉચ્ચ અધિકારીઓની ટીમ સુરત આવી પહોંચી છે.

સુરતની કૉવિડ હોસ્પિટલમાં કામ કરતા મુખ્ય તબીબો અને કેન્દ્રીય ટીમ વચ્ચે બેઠક શરૂ થઈ હતી. જેમાં કોરોનાની સારવાર કરી રહેલા લોકોની મુશ્કેલી અંગે ચર્ચા કરવામાં આવી હતી. 

આ ઉપરાંત સુરત નવી સિવિલ હોસ્પિટલમાં જે ખામીઓ છે. તેને નિવારવા માટે સૂચન કરાયા હતા. કોરોનાની સારવાર કરી રહેલા ડૉક્ટર અને નર્સ માં સંક્રમણ વધી રહ્યું છે. તેની પણ ફરિયાદ કરી હતી. 

કૉવિડ હોસ્પિટલની મુલાકાત બાદ સ્થાનિક અધિકારીઓ સાથે કેન્દ્રની ટીમ કોરોના પોઝિટિવ કેસ વધુ છે. તેવા અસરગ્રસ્ત વિસ્તારની મુલાકાત કરશે.

Tags :