સુરત : ભીમરાડ-ડાંડોલીને જોડતા રોડ પર નવિન ફ્લોરિન જંકશન પાસે 28 કરોડના ખર્ચે બ્રિજ બનાવાશે


- ઉધના-નવસારી મેઈન રોડ પર નવિન ફ્લોરીન જંકશન પાસે ટ્રાફિકની સમસ્યા હળવી થશે

- સ્થાયી સમિતિની બેઠકમાં  સુરતથી સચીન થઈ નવસારી જતા ૯૦ મીટરના સ્ટેટ હાઈવે ઉપર આવેલ હયાત રેલવે ઓવર બ્રિજના વાઈડનીંગ ટેન્ડર પણ મંજૂર કરાયા

સુરત,તા.23 સપ્ટેમ્બર 2022,શુક્રવાર

સુરતના ઉધના-નવસારી મેઈન રોડ પર નવિન ફ્લોરીન જંકશન પાસે ટ્રાફિકની સમસ્યા દિવસેને દિવસે વકરી રહી છે. આ ટ્રાફિક સમસ્યા હળવી કરવા માટે સુરત મ્યુનિ.ની સ્થાયી સમિતિએ બે બ્રિજની દરખાસ્ત મંજુર કરી દીધી છે. ભીમરાડ-ડાંડોલીને જોડતા રોડ પર નવિન ફ્લોરિન જંકશન પાસે ઓવર 28 કરોડના ખર્ચે ફ્લાય ઓવર બ્રિજ બનાવાશે. આ ઉપરાંત સુરતથી સચીન થઈ નવસારી જતા ૯૦ મીટરના સ્ટેટ હાઈવે ઉપર આવેલ હયાત રેલવે ઓવર બ્રિજના વાઈડનીંગ ટેન્ડર પણ મંજૂર કરવામા આવ્યા છે. 

સુરત શહેરની વસ્તી અને વિસ્તાર વધવા સાથે વાહનોની સંખ્યા પણ સતત વધારો થઈ રહ્યો છે તેના કારણે સુરતમાં ટ્રાફિક  સમસ્યા માં સતત વધારો થઈ રહ્યો છે.  ભીમરાડ-ડીંડોલી રોડ ૫૨ નવિન ફ્લોરિન જંકશન પાસે સુરત-નવસારી રોડને ક્રોસ કરતા રસ્તા પર ફ્લાય ઓવર બ્રિજ બનાવવામાં આવશે. આ માટે ધરવામાં આવ્યું હતો. અંકલેશ્વરની શ્રી મંગલમ બીલ્ડકોન નામની એજન્સીને ૩૪ કરોડના ખર્ચે કોન્ટ્રાક્ટ સોંપવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. તદઉપરાંત સુરત થી સચિન જઈ નવસારી જતા રસ્તા પર સચિન- પલસાણા નેશનલ હાઈવે નં. ૫૩ ઉપર સ્થિત રેલવે ઓવર બ્રિજની દક્ષિણ તરફે સુડા દ્વારા નિર્મિત ટુ લેન બ્રિજનો હાલ વપરાશ થઈ રહેલ છે. ટુ લેનના બ્રિજમાં અપ ડાઉન વાહન વ્યવહાર થતો હોવાથી ટ્રાફિકની વધુ પ્રમાણમાં સમસ્યા રહે છે. સુરત-નવસારી ટ્વિન સિટી ને જોડતો આ રસ્તો ખૂબ જ મહત્વપૂર્ણ હોવાથી ટ્રાફિક સમસ્યાના નિરાકરણ હેતુ નવો રેલવે ઓવરબ્રિજ બનાવવા આયોજન કરાયું છે. સુચિત લોકેશન પર રેલવે ઓવરબ્રિજ બનાવવાની ફિઝિબિલિટી અને ડિટેઈલ રિપોર્ટ બાદ તંત્ર દ્વારા જૂન ૨૦૨૨માં અંદાજ મંજુર કરાવવામાં આવ્યા હતા. ૩૧.૧૦ કરોડના અંદાજ સાથે બહાર પાડવામાં આવેલ ટેન્ડર સામે ૯.૪૫ ટકા નીચી લોએસ્ટ ઓફર આવી હતી. આજે સ્થાયી સમિતિએ ૨૮.૧૬ કરોડના ખર્ચે આ પ્રોજેક્ટ હાથ ધરવામાં માટેના ટેન્ડરને મંજૂરી આપી છે.

આ ઉપરાંત સુરતથી સચીન થઈ નવસારી જતા ૯૦ મીટરના સ્ટેટ હાઈવે ઉપર આવેલ હયાત રેલવે ઓવર બ્રિજના વાઈડનિંગ માટે પણ સ્થાયી સમિતિ દ્વારા કોન્ટ્રાક્ટ આપવાનો નિર્ણય કરવામાં આવ્યો છે.


City News

Sports

RECENT NEWS