પશ્ચિમ બંગાળમાં તૃણમૂલ કોંગ્રેસના આગેવાન દ્વારા મહિલાઓ પર થતા અત્યાચાર વિરુદ્ધ સુરત ભાજપના ધરણા પ્રદર્શન

Updated: Mar 1st, 2024


Google NewsGoogle News
પશ્ચિમ બંગાળમાં તૃણમૂલ કોંગ્રેસના આગેવાન દ્વારા મહિલાઓ પર થતા અત્યાચાર વિરુદ્ધ સુરત ભાજપના ધરણા પ્રદર્શન 1 - image


- તૃણમૂલ કોંગ્રેસના નેતા તથા કાર્યકર્તાઓ દ્વારા તેમના કાર્યાલય ખાતે જ સંદેશ ખાલી વિસ્તારમાં રહેતી હિન્દુ આદિવાસી મહિલાઓ પર અત્યાચાર ગુજારવામાં આવતો હતો તેમને આકરી સજાની માંગ કરવામાં આવી

સુરત,તા.01 માર્ચ 2024,શુક્રવાર

સુરત મહાનગર સંગઠન દ્વારા મહિલા મોરચાની આગેવાનીમાં  સંદેશ ખાલી-પશ્ચિમ બંગાળમાં તૃણમૂલ કોંગ્રેસના આગેવાન શાહજહાં શેખ અને તેના કાર્યકર્તા દ્વારા હિન્દુ આદિવાસી મહિલાઓ પર થતા અત્યાચાર અને દુરાચાર વિરુદ્ધ ધરણા પ્રદર્શન કરવામાં આવ્યું હતું. 

પશ્ચિમ બંગાળમાં તૃણમૂલ કોંગ્રેસના આગેવાન દ્વારા મહિલાઓ પર થતા અત્યાચાર વિરુદ્ધ સુરત ભાજપના ધરણા પ્રદર્શન 2 - image

સુરતમાં ધરણા પ્રદર્શન વખતે ભાજપના નેતાઓએ આક્રોશ ઠાલવતા કહ્યું હતું કે પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીના શાસનમાં તેમના જ પક્ષ તૃણમૂલ કોંગ્રેસના નેતા તથા કાર્યકર્તાઓ દ્વારા તેમના કાર્યાલય ખાતે જ સંદેશ ખાલી વિસ્તારમાં રહેતી હિન્દુ આદિવાસી મહિલાઓ પર અત્યાચાર ગુજારવામાં આવતો હતો. તેમનું યૌનશૉષણ કરવામાં આવતું હતું અને જમીન પર ગેરકાયદે કબજો કરી દેવામાં આવતો હતો. 

આ ઘટનાને વખોડી કાઢતા સુરત શહેર ભાજપએ કહ્યું હતું કે મમતા સરકાર દ્વારા તુષ્ટિકરણની નીતિ અપનાવતા અને મતબેંકને ધ્યાનમાં રાખી આ ઘટનાઓ પ્રત્યે આંખ આડા કાન કરવામાં આવ્યા હતા. 

ભાજપે માંગ કરી હતી કે આરોપીઓને અદાલત દ્વારા સખતમાં સખત સજા મળે જેથી કરી ફરી કયારેય કોઈ આવું કૃત્ય કરવાની હિંમત ના કરે. આવી માગણી સાથે મમતા સરકાર વિરુદ્ધ સૂત્રચ્ચાર કરવામાં આવ્યા હતા.


Google NewsGoogle News