રાજ્યના આ શહેરમાં કોરોનાના 713 દર્દીઓની હાલત ગંભીર, ડોક્ટરો-નર્સીંગ સ્ટાફ ખડે પગે આપી રહ્યા છે સારવાર
સુરત તા 24 જુલાઈ. 2020 શુક્રવાર
સુરતમાં કોરોના પ્રતિદિન ઘાતક બની રહ્યો હોવાથી કેસ વધી રહ્યા છે અને મૃત્યુઆંકમા પણ વધારો થઈ રહ્યો છે. સુરત શહેરમાં અત્યાર સુધીમાં કોરોનામા 433 વ્યક્તિઓના મોત નિપજ્યા હતા આવા સંજોગોના લીધે ગંભીર હાલતના દર્દીઓની સંખ્યામાં વધારો થઈ રહ્યો છે.
નવી સિવિલ અને કોવિડ હોસ્પિટલમાં વોર્ડમાં આજ રોજ 615 કોરોના પોઝિટિવ દર્દીઓ સારવાર લઇ રહ્યા છે તે પૈકી 544 દર્દીઓની હાલત ગંભીર છે જેમાં 22 વેન્ટિલેટર પર, 46 બાઈપેપ અને 476 દર્દીઓ ઓક્સિજન પર છે.
સુરત તથા દક્ષિણ ગુજરાતના તમામ સમાચર માટે અમારી ટેલિગ્રામ ચેનલમાં જોડાઓ... https://t.me/suratsamachar
જ્યારે સ્મીમેર હોસ્પિટલમાં આજ રોજ 202 કોરોના પોઝિટિવ દર્દીઓ સારવાર લઇ રહ્યા છે તે પૈકી 169 દર્દીઓની હાલત ગંભીર છે જેમાં 13 વેન્ટિલેટર પર, 11 બાઈપેપ પર અને 145 દર્દીઓ ઓક્સિજન પર છે જેથી બંને હોસ્પિટલ ડોક્ટરો અને નર્સીંગ સ્ટાફ સહિતની ટીમ રાત-દિવસ ખડે પગે દર્દીઓની સારવાર આપી રહ્યા છે.