સુરત: આજથી 400 સ્કૂલોમાં ઓનલાઈન શિક્ષણ બંધ થતા 9થી 12ના વર્ગો માટે ઓનલાઈન શિક્ષણ શરૂ કરાવવા વાલીઓની રજૂઆત
સુરત, તા.23 જુલાઇ 2020, ગુરૂવાર
રાજ્ય સરકારે જ્યાં સુધી સ્કૂલો શરૂ નહિ થાય ત્યાં સુધી ફી નહિ વસૂલવાના આદેશના પગલે સ્વનિર્ભર શાળા સંચાલક મંડળે 400 સ્કૂલોમાં આજથી ઓનલાઈન શિક્ષણ બંધ કરી દેતા જ વાલીઓએ જિલ્લા કલેકટરમાં રજૂઆત કરી હતી કે, ધોરણ 9 થી 12ના ઓનલાઈન શિક્ષણ તત્કાળ શરૂ કરવા માંગ કરાઈ છે.
રાજ્ય સરકારના આદેશના વિરોધમાં આજથી સુરતમાં સ્વનિર્ભર શાળા સંચાલકો દ્વારા અનિશ્ચિત સમયગાળા દરમિયાન ઓનલાઈન શિક્ષણ બંધ જાહેર કરાયુ છે. આ બંધને લઈને વાલીઓ એ રજૂઆત કરી હતી કે નર્સરી અને 1 થી 8 ના ઓનલાઈન શિક્ષણ બંધનો વિરોધ નથી. પરંતુ ધો. 9 થી 12 ના બાળકોનું ઓનલાઇન બંધ કરીને સરસ્વતી માતાના પવિત્ર વિદ્યા ધામને લાંછન લગાડનાર નિર્ણય છીએ. 9 થી 12 ના બાળકોના આ વર્ષે કારકિર્દી નિર્માણ કરતા હોય છે. જેથી બંધ રાખીને બાળકોની માનસિક પરિસ્થિતિ બગાડનાર અને ભવિષ્યને અંધકારમય બનાવાનું કરશો પૂરવાર થશે. જેથી ધો .9 થી 12 ના બાળકોનું ઓનલાઈન શિક્ષણ ત્વરિત ચાલુ કરવા અને સાથે આ મહામારીમાં શેક્ષણીક તેમજ બિનશૈક્ષણિક સ્ટાફને છૂટા ન કરાય એવી માંગ અમે કરીએ છીએ.
સરકાર ત્વરિત દરેક માધ્યમમાં એક રાજ્ય એક પુસ્તક મુજબ દરેક માધ્યમ મુજબ સરખા પુસ્તક્ષે એટલે NCERT / GCERT જ શાળાઓમાં અભ્યાસમાં ચલાવાય એ માંગ છે. જેથી બાળક ઓનલાઈન શિક્ષણ ગમે ત્યાંથી સરખું અથવા સરકારના ઓનલાઇન કાર્યક્રમો મુજબ એક સરખું મેળવી શકે એવી અમારી માંગ કરાઈ છે.